કોરોના ગુજરાત LIVE:આખા ડિસેમ્બરમાં 4256 કેસ સામે આજે એક દિવસમાં જ રાજ્યમાં 4213 કેસ, સુરતમાં રેકોર્ડ 1105 કેસથી કોરોના વિસ્ફોટ

16 દિવસ પહેલા
  • અમદાવાદમાં 1835 નવા પોઝિટિવ કેસ, બોટાદ-ડાંગ અને પાટણ સિવાયના બધા જિલ્લા કોરોનાગ્રસ્ત
  • 22 મે પછી રાજ્યમાં સાત મહિને 4200થી વધુ કેસ નોંધાયા, આજે ફક્ત તાપીમાં જ એકમાત્ર મૃત્યુ

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. સાડા 7 મહિના બાદ પહેલીવાર 4200થી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4213નવા કેસ નોંધાયા હતા. એ પહેલા 22 મેના રોજ 4205 કેસ હતા. ગયા વર્ષે ડિસેમ્બર માસમાં 4253 નવા કેસ હતા. તેની સમકક્ષ જ 6 જાન્યુઆરીએ કેસ નોંધાયા છે. સુરત શહેરમાં કોરોના વિસ્ફોટ થયો છે અને ત્યાં એક હજારથી વધારે એટલે કે 1105 નવા કેસ નોંધાયા છે. રાજ્યના સૌથી વધુ 1835 કેસ અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કેસ નોઁધાયા છે. તો આજે ઓમિક્રોનના એક પણ કેસમાં નોધાયા નથી.

14346 એક્ટિવ કેસ અને 29 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 44 હજાર 856ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 127 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 20 હજાર 383 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14346 એક્ટિવ કેસ છે, જેમાંથી 29 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 14317 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં આજે કોરોનાથી એકનું મોત
ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જ કોરોનાના નવા કેસ તેમજ મોતની આંકડામાં વધારો નોંધાયો હતો. પરંતુ જાન્યુઆરી 2022થી તો કોરોના રોકેટની ગતિએ ગુજરાતમાં વધી રહ્યો છે, સાથે જ મોતના આંકડામાં પણ વધારો થયો છે. ગત 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધીમાં કોરોનાના કારણે 6 દર્દીઓના મોત થયા હતા. જ્યારે જાન્યુઆરી મહિનાના માત્ર 5 જ દિવસમાં કોરોનાના કારણે 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગઈકાલે અમરેલીમાં અને આજે 6 જાન્યુઆરીએ તાપી જિલ્લામાં કોરોનાથી એકનું મોત નોંધાયું છે. જ્યારે 4 જાન્યુઆરીએ ભાવનગર અને નવસારી જિલ્લામાં 1-1 મળી કુલ 2 દર્દીના મોત થયાં હતા. એ અગાઉ 3 જાન્યુઆરીએ જામનગર શહેરમાં 2 અને નવસારી જિલ્લામાં 1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. તો 2 જાન્યુઆરીએ નવસારીમાં કોરોનાથી એકનું મોત નિપજ્યું હતું.

રાજ્યમાં 6 જિલ્લામાં 3 દિવસમાં જ કેસ 400% સુધી વધ્યા
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો છે. નવા વર્ષના આરંભ સાથે જ પહેલીવાર ત્રિપલ ડિજિટમાં પહોંચેલો કેસનો આંકડો હવે ફોર ડિજિટમાં પહોંચી ગયો છે. ત્યારે કોરોનાના કેસમાં 6 જિલ્લામાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો હોય તેવી રીતે નવા કેસમાં 400 ટકા સુધીનો જંગી વધારો નોઁધાયો છે. જેમાં સુરતની વાત કરીએ તો 3 જાન્યુઆરીએ 225 કેસ હતાં જેમાં વધારો થઈને 6 જાન્યુઆરીએ 1193 થતાં 430%નો ઉછાળો આવ્યો છે. તો આણંદ જિલ્લાની વાત કરીએ તો 3 જાન્યુઆરીએ 29 કેસ હતાં જેમાં 6 જાન્યુઆરીએ વધીને 112 કેસ થતાં 286% વધારો થયો છે. રાજકોટ જિલ્લામાં જાન્યુઆરીએ 61 કેસ હતાં, જે 6 જાન્યુઆરીએ વધી 224 થતાં 267%નો વધારો નોંધાયો છે. તેવી જ રીતે અમદાવાદ જિલ્લામાં 3 જાન્યુઆરીએ 644 કેસ હતાં તેમાં વધારો થઈને 1862 કેસ થતાં 190%નો વધારો નોંધાયો છે. સરહદી જિલ્લા કચ્છમાં 3 જાન્યુઆરીએ 11 કેસ હતાં, જે વધીને 6 જાન્યુઆરીએ 77 થતાં 600%નો વધારો થયો છે. જ્યારે ગાંધીનગર જિલ્લામાં 3 જાન્યુઆરીએ 28 કેસ હતાં, જે 6 જાન્યુઆરીએ વધીને 91 કેસ થતાં 225%નો વધારો નોંધાયો છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ડિસેમ્બર45261
2 ડિસેમ્બર50241
3 ડિસેમ્બર45450
4 ડિસેમ્બર44360
5 ડિસેમ્બર48241
6 ડિસેમ્બર38370
7 ડિસેમ્બર61390
8 ડિસેમ્બર67220
9 ડિસેમ્બર69270
10 ડિસેમ્બર63393
11 ડિસેમ્બર71270
12 ડિસેમ્બર56320
13 ડિસેમ્બર58561
14 ડિસેમ્બર55481
15 ડિસેમ્બર53530
16 ડિસેમ્બર68430
17 ડિસેમ્બર60581
18 ડિસેમ્બર68740
19 ડિસેમ્બર51550
20 ડિસેમ્બર70631
21 ડિસેમ્બર87732
22 ડિસેમ્બર91412
23 ડિસેમ્બર111782
24 ડિસેમ્બર98693
25 ડિસેમ્બર179342
26 ડિસેમ્બર177660
27 ડિસેમ્બર204651
28 ડિસેમ્બર394591
29 ડિસેમ્બર548651
30 ડિસેમ્બર5731022
31 ડિસેમ્બર654630
1 જાન્યુઆરી10691031
2 જાન્યુઆરી9681411
3 જાન્યુઆરી12591513
4 જાન્યુઆરી22652402
5 જાન્યુઆરી33502361
6 જાન્યુઆરી42138301
કુલ આંક17380324435

રાજ્યમાં કુલ 844,856 કેસ, 10,127 દર્દીના મોત અને 820,383 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ246,700236,2753,412
સુરત147,424142,2241,957
વડોદરા79,39677,906788
રાજકોટ58,98957,566732
જામનગર35,23634,625483
મહેસાણા24,51124,270177
ભાવનગર21,65521,188303
ગાંધીનગર21,15620,607205
જૂનાગઢ20,62520,305271
બનાસકાંઠા13,67013,482162
કચ્છ12,99012,633145
પંચમહાલ11,84311,70670
પાટણ11,62711,505129
ભરૂચ11,61911,337118
અમરેલી10,86710,727103
ખેડા10,84110,49549
દાહોદ10,0129,93038
આણંદ1,1599,68951
સાબરકાંઠા9,3879,172157
ગીર-સોમનાથ8,6268,52967
મહીસાગર8,2498,14172
સુરેન્દ્રનગર8,1627,992136
નવસારી7,5127,32030
મોરબી6,6136,42087
વલસાડ6,7386,46160
નર્મદા5,9655,94215
અરવલ્લી5,2145,11079
તાપી4,4834,43125
દેવભૂમિ દ્વારકા4,2294,09883
પોરબંદર3,5183,48021
છોટાઉદેપુર3,3983,35738
બોટાદ2,2192,17642
ડાંગ87084718
અન્ય રાજ્ય1621593
કુલ844,856820,38310,127
અન્ય સમાચારો પણ છે...