તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત LIVE:રાજ્યના 16 જિલ્લા અને એક મહાનગરમાં કોરોનાના શૂન્ય કેસ, ત્રણ મહાનગર અને 9 જિલ્લામાં 1-1 કેસ નોંધાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 24 કલાકમાં 70 નવા કેસ, 2 દર્દીના મોત અને 128 દર્દી સાજા થયા
  • અત્યાર સુધીમાં 8 લાખ 23 હજાર 833ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો લગભગ અંત આવી ગયો છે. નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી વેવમાં સતત સાતમાં દિવસે 100થી ઓછા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 70 નવા કેસ નોંધાયા છે અને 2ના મોત થયા છે. 16 જિલ્લા અને એક મહાનગરમાં શૂન્ય જ્યારે ત્રણ મહાનગર અને 9 જિલ્લામાં 1-1 કેસ નોંધાયા છે.

માત્ર અમદાવાદ શહેર અને સુરતમાં જ ડબલ ડિજિટમાં કેસ નોંધાયા છે. રાજ્યમાં 2020ની 14 એપ્રિલ બાદ સતત બીજીવાર 78થી ઓછા કેસ નોંધાયા છે. આ 24 કલાક દરમિયાન 128 લોકો સાજા થયા છે. જેને પગલે રિક્વરી રેટ સુધરીને 98.48 ટકા થયો છે.

2467 એક્ટિવ કેસ અને 10 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 23 હજાર 833ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 69 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 11 હજાર 297 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2 હજાર 467 એક્ટિવ કેસ છે, જેમાંથી 10 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 2 હજાર 457 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ અને નવા કેસ

1 જૂનથી 4 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જૂન1561486922
2 જૂન1333409818
3 જૂન1207301817
4 જૂન1120339816
5 જૂન996300415
6 જૂન848291512
7 જૂન778261311
8 જૂન695212211
9 જૂન644167510
10 જૂન544150511
11 જૂન48115269
12 જૂન49012786
13 જૂન45510636
14 જૂન40511066
15 જૂન35210064
16 જૂન2989355
17 જૂન2837706
18 જૂન2627765
19 જૂન2288745
20 જૂન1856514
21 જૂન1516192
22 જૂન1356123
23 જૂન1384873
24 જૂન1295072
25 જૂન1234313
26 જૂન1223523
27 જૂન1123053
28 જૂન963153
29 જૂન933262
30 જૂન903043
1 જુલાઈ843003
2 જુલાઈ802282
3 જુલાઈ761903
4 જુલાઈ701282
કુલ આંક1466444306236

રાજ્યમાં કુલ 8,23,833 કેસ, 10069 દર્દીના મોત અને 8,11,297 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ237,755233,2733,408
સુરત143,250140,8401,951
વડોદરા77,71776,832788
રાજકોટ57,85057,061723
જામનગર34,90134,379477
મહેસાણા24,40024,198177
ભાવનગર21,38921,053300
ગાંધીનગર20,70920,247205
જૂનાગઢ20,41620,112271
બનાસકાંઠા13,61513,440162
કચ્છ12,57212,416145
પંચમહાલ11,76111,68570
પાટણ11,62211,491129
ભરૂચ11,39411,260118
અમરેલી10,77110,647102
ખેડા10,41110,35148
દાહોદ9,9199,87938
આણંદ9,5959,53048
સાબરકાંઠા9,3029,135157
ગીર-સોમનાથ8,5248,31867
મહીસાગર8,1908,11572
સુરેન્દ્રનગર8,1117,971136
નવસારી7,1297,08024
મોરબી6,4966,40687
વલસાડ6,2246,13849
નર્મદા5,9455,92515
અરવલ્લી5,1825,08378
તાપી4,4304,40422
દેવભૂમિ દ્વારકા4,1584,06382
છોટાઉદેપુર3,3943,35338
પોરબંદર3,4693,43719
બોટાદ2,2162,16342
ડાંગ86184318
અન્ય રાજ્ય1621593
કુલ823,833811,29710,069