કોરોના ગુજરાત LIVE:29 મે પછી પહેલી વાર કોરોના કેસે 2200નો આંકડો વટાવ્યો, રાજ્યમાં 2265 કેસઃ અમદાવાદમાં એક જ દિવસમાં ડબલ થઈ 1290 કેસ

17 દિવસ પહેલા
  • અમદાવાદમાં છેલ્લે 19 મેએ 1296 કેસ હતા જે પછી પહેલી વાર પોઝિટિવનો આંક 1200ને પાર, સુરતમાં પણ 415 કેસ

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 7 મહિના બાદ પહેલીવાર 2200થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2265 નવા કેસ નોંધાયા છે. એ પહેલા 29 મેના રોજ 2230 કેસ હતા. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કેસમાં બમણો વધારો થઈને કુલ 1290 કેસ નોઁધાયા છે. જ્યારે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ કોરોના સંક્રમિત થયા છે. તેઓ હોમ ક્વોરન્ટીન થયાં છે.

7881 એક્ટિવ કેસ અને 18 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 37 હજાર 293ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 125 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 19 હજાર 287 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 7881 એક્ટિવ કેસ છે, જેમાંથી 18 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 7863 દર્દીની હાલત સ્થિર છે.

પોરબંદરમાં કોરોનાના કેસ નહીં પરંતુ ઓમિક્રોનનો એક કેસ
રાજ્યમાં નવા વર્ષના સાથે જ કોરોનાના કેસમાં જંગી ઉછાળા આવી રહ્યા છે. માત્ર ચાર દિવસમાં જ કેસ એક હજારથી વધીને સીધા 2200 ઉપર થઈ ગયા છે. તો રાજ્યમાં ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. તેવામાં રાજ્યમાં માત્ર પાંચ જિલ્લા જ બચ્ચા છે જ્યાં આજે (4 જાન્યુઆરીએ) એકપણ કેસ નોંધાયો નથી. જેમાં બોટાદ, છોટાઉદેપુર, નર્મદા, પાટણ અને પોરબંદર સામેલ છે. તો ઓમિક્રોનની વાત કરીએ તો પોરબંદર જ એકમાત્ર જિલ્લો છે, જ્યાં કોરોનાના કેસ નથી પરંતુ ઓમિક્રોનનો એક કેસ છે.

હજી 24મીએ 98 કેસ હતા, 4 જાન્યુઆરીએ 188 ઘણા કેસ વધી ગયા
ગુજરાતમાં રોકેટગતિએ વધી રહેલા કોરોના કેસમાં એક નવું તથ્ય બહાર આવ્યું છે કે દર ત્રીજા દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે. રસપ્રદ છે કે ગત માર્ચ-એપ્રિલ 2021માં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આ રીતે જોઈએ તો 24 ડિસેમ્બરે ગુજરાતમાં કોરોના પોઝિટિવના નવા 98 કેસ નોંધાયા હતા. આ આંકડો 26મીએ તેના ડબલ જેટલો વધી 177, 28મીએ તેના ડબલ થઈ 394 અને 30મીએ 573 તેના ડબલ જેટલો વધીને 1 જાન્યુઆરીએ 1069 થયો હતો. જોકે, હવે ડબલ થવાની ગતિ ધીરી પડી છે અને નજીવો વધારો થયો છે અને 1259 નવા કેસ નોંધાયા છે. 4 જાન્યુઆરીએ ડબલ જેટલા 2265 નવા કેસ થયા છે. જ્યારે 24 ડિસેમ્બર બાદ 12 દિવસે કેસમાં 188 ઘણો વધારો થયો છે અને 2265 થયા છે.

રાજ્યમાં આજે 2 મોત નોંધાયા
આજે 4 જાન્યુઆરીએ ભાવનગર અને નવસારી જિલ્લામાં 1-1 મળી કુલ 2 દર્દીના મોત થયાં છે. એ અગાઉ 3 જાન્યુઆરીએ જામનગર શહેરમાં 2 અને નવસારી જિલ્લામાં 1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. તો 2 જાન્યુઆરીએ નવસારીમાં કોરોનાથી એકનું મોત નિપજ્યું હતું. અગાઉ 30 ડિસેમ્બરે રાજ્યમાં 2 લોકોના મોત નોઁધાયા હતા. એ પહેલાં 29 ડિસેમ્બરે પોરબંદર જિલ્લામાં એક દર્દીનું મોત થયું હતું. અગાઉ રાજ્યમાં સતત છ દિવસથી કોરોનાથી મોત નોંધાયા હતા. જોકે 26 ડિસેમ્બરે શૂન્ય મોત રહ્યું હતું. પરંતુ 27 ડિસેમ્બરે જામનગર શહેરમાં એકનું મોત થયું છે. 25 ડિસેમ્બરે રાજકોટ જિલ્લામાં કોરોનાથી 2 દર્દીના મોત થયાં હતાં. અગાઉ 10મી ડિસેમ્બરે રાજ્યમાં 3 દર્દીનાં મોત નોઁધાયા હતા. 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ 7 અને નવેમ્બરમાં 5 દર્દીના મોત નોંધાયા હતા. જ્યારે ડિસેમ્બરમાં અગાઉ રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.

રાજ્યમાં ઓમિક્રોનના 2 નવા કેસ નોંધાયા
કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ ધીરે-ધીરે વધી રહ્યા છે. 4 જાન્યુઆરીએ રાજ્યમાં કુલ 2 ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં એક સ્ત્રી અને એક પુરૂષ એમ 2 ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. બંનેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 154 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જ્યારે 96 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. ઓમિક્રોનના એક પણ દર્દીનું હજુ સુધી રાજ્યમાં મોત થયું નથી.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ડિસેમ્બર45261
2 ડિસેમ્બર50241
3 ડિસેમ્બર45450
4 ડિસેમ્બર44360
5 ડિસેમ્બર48241
6 ડિસેમ્બર38370
7 ડિસેમ્બર61390
8 ડિસેમ્બર67220
9 ડિસેમ્બર69270
10 ડિસેમ્બર63393
11 ડિસેમ્બર71270
12 ડિસેમ્બર56320
13 ડિસેમ્બર58561
14 ડિસેમ્બર55481
15 ડિસેમ્બર53530
16 ડિસેમ્બર68430
17 ડિસેમ્બર60581
18 ડિસેમ્બર68740
19 ડિસેમ્બર51550
20 ડિસેમ્બર70631
21 ડિસેમ્બર87732
22 ડિસેમ્બર91412
23 ડિસેમ્બર111782
24 ડિસેમ્બર98693
25 ડિસેમ્બર179342
26 ડિસેમ્બર177660
27 ડિસેમ્બર204651
28 ડિસેમ્બર394591
29 ડિસેમ્બર548651
30 ડિસેમ્બર5731022
31 ડિસેમ્બર654630
1 જાન્યુઆરી10691031
2 જાન્યુઆરી9681411
3 જાન્યુઆરી12591513
4 જાન્યુઆરી22652402
કુલ આંક9817217833

રાજ્યમાં કુલ 837,293 કેસ, 10,125 દર્દીના મોત અને 819,287 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ243,178235,6683,412
સુરત145,541142,2051,957
વડોદરા79,09977,842788
રાજકોટ58,60657,434732
જામનગર35,18334,609483
મહેસાણા24,48624,259177
ભાવનગર21,57521,188303
ગાંધીનગર20,98020,589205
જૂનાગઢ20,58520,283271
બનાસકાંઠા13,65413,479162
કચ્છ12,86512,603145
પંચમહાલ11,79911,70370
પાટણ11,62711,505129
ભરૂચ11,53711,327118
અમરેલી10,84410,723102
ખેડા10,69110,44549
દાહોદ9,9859,93038
આણંદ9,9339,65251
સાબરકાંઠા9,3549,169157
ગીર-સોમનાથ8,6068,52367
મહીસાગર8,2358,12372
સુરેન્દ્રનગર8,1397,992136
નવસારી7,4197,29430
મોરબી6,5706,41887
વલસાડ6,6466,45660
નર્મદા5,9595,94115
અરવલ્લી5,1975,10979
તાપી4,4674,42424
દેવભૂમિ દ્વારકા4,1944,09883
પોરબંદર3,5133,47921
છોટાઉદેપુર3,3953,35738
બોટાદ2,2182,17642
ડાંગ87084718
અન્ય રાજ્ય1621593
કુલ837,293819,28710,125
અન્ય સમાચારો પણ છે...