તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં સતત બીજા દિવસે 13 હજારથી ઓછા કેસ, રિકવર કરતાં માત્ર 821 નવા કેસ વધુ, મોતનો આંકડો ઘટીને 140 થયો

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં 747 દર્દી વેન્ટિલેટર પર અને 1,47,499 એક્ટિવ કેસ છે, 1,46,752 દર્દીની હાલત સ્થિર
  • રાજ્યમાં છેલ્લા 93 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોઁધાય છે

કોરોના મહામારીમાંથી ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ છે અને સતત ત્રીજા દિવસે નવા કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. સતત બીજા દિવસે પણ 13 હજારથી ઓછા કેસ નોંધાયા છે. રિક્વર થયેલા દર્દીઓ કરતાં માત્ર 821નું જ અંતર રહ્યું છે. 2જી મેના રોજ 12820 કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 12,820 નવા કેસ નોંધાયા છે. જ્યારે રિકવર થયેલા દર્દીની સંખ્યા 11,999 રહી છે. તો નવ દિવસ બાદ 150થી ઓછા મોત નોંધાયા છે, અગાઉ 24 એપ્રિલે પહેલીવાર 152 મોત નોંધાયા હતા, આજે રિક્વરી રેટ સુધરીને 74.46 ટકા થયો છે.

1 લાખ 41 હજાર 843ને રસી આપવામાં આવી
આજે રાજ્યમાં 1 લાખ 41 હજાર 843ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 99 લાખ 41 હજાર 391 લોકોને પ્રથમ ડોઝ અને 26 લાખ 31 હજાર 820 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 25 લાખ 73 હજાર 211નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 18થી 44 વર્ષના 27 હજાર 272ને પ્રથમ ડોઝનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. તેમજ 60થી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 36 હજાર 177 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 67 હજાર 368 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

1,47,499 એક્ટિવ કેસ અને 747 વેન્ટિલેટર પર
રાજ્યમાં છેલ્લા 93 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખ 7 હજાર 422ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 7,648 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 4 લાખ 52 હજાર275 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,47,499 એક્ટિવ કેસ છે, જેમાંથી 747 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,46,752 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 3 મે સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
11 માર્ચ7104510
12 માર્ચ7154952
13 માર્ચ7755792
14 માર્ચ8105862
15 માર્ચ8905941
16 માર્ચ9547032
17 માર્ચ11227753
18 માર્ચ12768993
19 માર્ચ14159484
20 માર્ચ15659696
21 માર્ચ15809897
22 માર્ચ164011104
23 માર્ચ173012554
24 માર્ચ179012778
25 માર્ચ196114057
26 માર્ચ219014226
27 માર્ચ227615345
28 માર્ચ227016058
29 માર્ચ225217318
30 માર્ચ2220198810
31 માર્ચ236020049
1 એપ્રિલ241020159
2 એપ્રિલ2640206611
3 એપ્રિલ2815206313
4 એપ્રિલ2875202414
5 એપ્રિલ3160201815
6 એપ્રિલ3280216717
7 એપ્રિલ3575221722
8 એપ્રિલ4021219735
9 એપ્રિલ4541228042
10 એપ્રિલ5011252549
11 એપ્રિલ5469297654
12 એપ્રિલ6021285455
13 એપ્રિલ6690274867
14 એપ્રિલ7410264273
15 એપ્રિલ8152302381
16 એપ્રિલ8920338794
17 એપ્રિલ9541378397
18 એપ્રિલ103403981110
19 એપ્રિલ114034179117
20 એપ્રિલ122064339121
21 એપ્રિલ125534802125
22 એપ્રિલ131055010137
23 એપ્રિલ138045618142
24 એપ્રિલ140976479152
25 એપ્રિલ142966727157
26 એપ્રિલ143407727158
27 એપ્રિલ143527803170
28 એપ્રિલ141208595174
29 એપ્રિલ143279544180
30 એપ્રિલ1460510180173
1 મે1384710582172
2 મે1297811146153
3 મે1282011999140
કુલ આંક3623842213823342

રાજ્યમાં કુલ 607422 કેસ, 7648 દર્દીના મોત અને 452275 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ180,682109,2592,993
સુરત120,77599,4681,650
વડોદરા53,52045,048556
રાજકોટ45,17440,721512
જામનગર24,91319,321261
મહેસાણા17,10612,04993
ગાંધીનગર15,88512,844163
ભાવનગર14,9989,768179
જૂનાગઢ10,6538,871115
બનાસકાંઠા9,6538,462103
પાટણ9,0267,04887
કચ્છ8,6855,99389
ભરૂચ7,8895,79069
પંચમહાલ7,3026,02442
દાહોદ6,9025,51626
અમરેલી6,8215,67257
ખેડા6,8035,69525
સુરેન્દ્રનગર6,5404,760115
સાબરકાંઠા5,9084,332104
મોરબી5,4794,54180
મહીસાગર5,4483,76641
આણંદ5,3604,31526
ગીર-સોમનાથ4,5743,52032
નવસારી4,5013,18012
નર્મદા4,2793,4005
વલસાડ3,7322,40432
તાપી3,3762,17311
અરવલ્લી2,7781,74349
દેવભૂમિ દ્વારકા2,3231,53442
છોટાઉદેપુર2,2001,76420
બોટાદ1,7941,42534
પોરબંદર1,5231,2338
ડાંગ65847714
અન્ય રાજ્ય1621593
કુલ607,422452,2757,648
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો