કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 7 મહિના બાદ કોરોનાના કેસ 1200ને પાર, 1259 નવા કેસ, 3નાં મોત; હવે ડાંગ, બોટાદ, નર્મદા સહિત 6 જિલ્લામાં જ કેસ નહીં

5 મહિનો પહેલા
  • જામનગર શહેરમાં 2 અને નવસારી એક દર્દી મળી કુલ 3 દર્દીના મોત
  • અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 631 કેસ

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 2022ના પહેલા જ દિવસે કોરોનાના 1000થી વધુ કેસ નોંધાયા હતા. ત્યારે 7 મહિના બાદ પહેલીવાર 1200થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1259 નવા કેસ નોંધાયા છે. ત્યારે ડાંગ , પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, પાટણ અને બોટાદમાં જ કોરોનાના એકેય કેસ નોંધાયા નથી. તો આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 631 નવા કેસ નોંધાયા છે. આજે જામનગર શહેરમાં 2 અને નવસારીમાં 1 મળી કોરોનાના કારણે 3 દર્દીનાં મોત નોંધાયાં છે. જ્યારે એક શહેર અને 6 જિલ્લામાં આજે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. બીજીતરફ આજે રાજ્યમાં ઓમિક્રોનના 16 નવા કેસ નોંધાયા છે. ઓમિક્રોનના અત્યાર સુધીમાં કુલ 152 કેસમાંથી 85 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

5858 એક્ટિવ કેસ અને 16 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 35 હજાર 28ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 123 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 19 હજાર 47 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 5858 એક્ટિવ કેસ છે, જેમાંથી 16 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 5842 દર્દીની હાલત સ્થિર છે.

હજી 24મીએ 98 કેસ હતા, 10 દિવસમાં જ 6 હજાર કેસ વધ્યાં
ગુજરાતમાં રોકેટગતિએ વધી રહેલા કોરોના કેસમાં એક નવું તથ્ય બહાર આવ્યું છે કે દર ત્રીજા દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે. રસપ્રદ છે કે ગત માર્ચ-એપ્રિલ 2021માં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આ રીતે જોઈએ તો 24 ડિસેમ્બરે ગુજરાતમાં કોરોના પોઝિટિવના નવા 98 કેસ નોંધાયા હતા. આ આંકડો 26મીએ તેના ડબલ જેટલો વધી 177, 28મીએ તેના ડબલ થઈ 394 અને 30મીએ 573 તેના ડબલ જેટલો વધીને 1 જાન્યુઆરીએ 1069 થયો હતો. જોકે, હવે ડબલ થવાની ગતિ ધીરી પડી છે અને નજીવો વધારો થયો છે અને 1259 નવા કેસ નોંધાયા છે. 10 દિવસ બાદ 6123 થઈ ગયો છે.

રાજ્યમાં આજે 3 મોત નોંધાયા
આજે જામનગર શહેરમાં 2 અને નવસારી જિલ્લામાં 1 મોત થયું હતું. એ પહેલાં 2 જાન્યુઆરીએ નવસારીમાં કોરોનાથી એકનું મોત નિપજ્યું હતું. અગાઉ 30 ડિસેમ્બરે રાજ્યમાં 2 લોકોના મોત નોઁધાયા હતા. એ પહેલાં 29 ડિસેમ્બરે પોરબંદર જિલ્લામાં એક દર્દીનું મોત થયું હતું. અગાઉ રાજ્યમાં સતત છ દિવસથી કોરોનાથી મોત નોંધાયા હતા. જોકે 26 ડિસેમ્બરે શૂન્ય મોત રહ્યું હતું. પરંતુ 27 ડિસેમ્બરે જામનગર શહેરમાં એકનું મોત થયું છે. 25 ડિસેમ્બરે રાજકોટ જિલ્લામાં કોરોનાથી 2 દર્દીના મોત થયાં હતાં. અગાઉ 10મી ડિસેમ્બરે રાજ્યમાં 3 દર્દીનાં મોત નોઁધાયા હતા. 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ 7 અને નવેમ્બરમાં 5 દર્દીના મોત નોંધાયા હતા. જ્યારે ડિસેમ્બરમાં અગાઉ રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.

રાજ્યમાં ઓમિક્રોનના 16 નવા કેસ નોંધાયા
કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ ધીરે-ધીરે વધી રહ્યા છે. 3 જાન્યુઆરીએ રાજ્યમાં કુલ 16 ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 6 પુરુષ અને 1 સ્ત્રી મળીને સૌથી વધુ 7 ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. આણંદમાં અને વડોદરા શહેરમાં 2-2, કચ્છ, ખેડા, જામનગર, જામનગર શહેર અને સુરત શહેરમાં 1-1 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 152 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જ્યારે 85 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. ઓમિક્રોનના એક પણ દર્દીનું હજુ સુધી રાજ્યમાં મોત થયું નથી.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ડિસેમ્બર45261
2 ડિસેમ્બર50241
3 ડિસેમ્બર45450
4 ડિસેમ્બર44360
5 ડિસેમ્બર48241
6 ડિસેમ્બર38370
7 ડિસેમ્બર61390
8 ડિસેમ્બર67220
9 ડિસેમ્બર69270
10 ડિસેમ્બર63393
11 ડિસેમ્બર71270
12 ડિસેમ્બર56320
13 ડિસેમ્બર58561
14 ડિસેમ્બર55481
15 ડિસેમ્બર53530
16 ડિસેમ્બર68430
17 ડિસેમ્બર60581
18 ડિસેમ્બર68740
19 ડિસેમ્બર51550
20 ડિસેમ્બર70631
21 ડિસેમ્બર87732
22 ડિસેમ્બર91412
23 ડિસેમ્બર111782
24 ડિસેમ્બર98693
25 ડિસેમ્બર179342
26 ડિસેમ્બર177660
27 ડિસેમ્બર204651
28 ડિસેમ્બર394591
29 ડિસેમ્બર548651
30 ડિસેમ્બર5731022
31 ડિસેમ્બર654630
1 જાન્યુઆરી10691031
2 જાન્યુઆરી9681411
3 જાન્યુઆરી12591513
કુલ આંક7552193831

રાજ્યમાં કુલ 835,028 કેસ, 10,123 દર્દીના મોત અને 819,047 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ241,864235,5963,412
સુરત145,117142,1871,957
વડોદરા79,00577,815788
રાજકોટ58,54957,391732
જામનગર35,16034,603483
મહેસાણા24,47224,258177
ભાવનગર21,55321,188302
ગાંધીનગર20,94520,587205
જૂનાગઢ20,57320,277271
બનાસકાંઠા13,64813,479162
કચ્છ12,82812,595145
પંચમહાલ11,78511,70370
પાટણ11,62711,505129
ભરૂચ11,51111,323118
અમરેલી10,84110,718102
ખેડા10,65710,42849
દાહોદ9,9839,93038
આણંદ9,8639,63451
સાબરકાંઠા9,3489,169157
ગીર-સોમનાથ8,6038,51367
મહીસાગર8,2318,12372
સુરેન્દ્રનગર8,1387,991136
નવસારી7,4017,29229
મોરબી6,5466,41887
વલસાડ6,6376,45360
નર્મદા5,9595,94115
અરવલ્લી5,1925,10979
તાપી4,4644,42424
દેવભૂમિ દ્વારકા4,1904,09883
પોરબંદર3,5133,47821
છોટાઉદેપુર3,3953,35738
બોટાદ2,2182,17642
ડાંગ86984718
અન્ય રાજ્ય1621593
કુલ835,028819,04710,123