રાજ્યમાં વધુ એક લહેરના મંડાણ થયા હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરોત્તર કેસમાં વધારો થઈ રહ્યો છે. સાડા છ મહિના બાદ પહેલીવાર 600થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 654 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ઓમિક્રોનના 16 નવા કેસ સામે આવ્યા છે. આજે આજે અમદાવાદ શહેર અને જિલ્લામાં રાજ્યના સૌથી વધુ 317 નવા કેસ નોંધાયા છે.ત્યારે આજે 31મી ડિસેમ્બરે વર્ષના છેલ્લાં દિવસે એક પણ દર્દીનું મોત થયું નથી. ચાર દિવસમાં બાદ રાજ્યમાં શૂન્ય મોત રહ્યું છે. છેલ્લે 26 ડિસેમ્બરે એક પણ મોત નોંધાયું ન હતું. 12 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.43 ટકા થયો છે. અગાઉ 205 દિવસ એટલે કે 9 જૂને 644 કેસ હતા.
રાજ્યમાં ગઈકાલે 2 મોત નોંધાયા હતા
30 ડિસેમ્બરે રાજ્યમાં 2 લોકોના મોત નોઁધાયા હતા. એ પહેલાં 29 ડિસેમ્બરે પોરબંદર જિલ્લામાં એક દર્દીનું મોત થયું હતું. અગાઉ રાજ્યમાં સતત છ દિવસથી કોરોનાથી મોત નોંધાયા હતા. જોકે 26 ડિસેમ્બરે શૂન્ય મોત રહ્યું હતું. પરંતુ 27 ડિસેમ્બરે જામનગર શહેરમાં એકનું મોત થયું છે. 25 ડિસેમ્બરે રાજકોટ જિલ્લામાં કોરોનાથી 2 દર્દીના મોત થયાં હતાં. અગાઉ 10મી ડિસેમ્બરે રાજ્યમાં 3 દર્દીનાં મોત નોઁધાયા હતા. 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ 7 અને નવેમ્બરમાં 5 દર્દીના મોત નોંધાયા હતા. જ્યારે ડિસેમ્બરમાં અગાઉ રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.
રાજ્યમાં ઓમિક્રોનના 16 નવા કેસ નોંધાયા
કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ ધીરે-ધીરે વધી રહ્યા છે. 29 ડિસેમ્બરે રાજ્યમાં કુલ 19 ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 2 પુરુષ અને 4 સ્ત્રી મળીને સૌથી વધુ 6 ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. સુરત શહેર, વડોદરા શહેર અને આણંદમાં 3-3 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જ્યારે અમરેલી, બનાસકાંઠા, ભરૂચ અને જૂનાગઢ કોર્પોરેશનમાં 1-1 મળીને કુલ 16 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 113 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જ્યારે 54 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. ઓમિક્રોનના એક પણ દર્દીનું હજુ સુધી રાજ્યમાં મોત થયું નથી.
2962 એક્ટિવ કેસ અને 17 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 31 હજાર 732ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 118 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 18 હજાર 652 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2962 એક્ટિવ કેસ છે, જેમાંથી 17 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 2945 દર્દીની હાલત સ્થિર છે.
ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ
1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ
તારીખ | પોઝિટિવ કેસ | ડિસ્ચાર્જ | મોત |
1 ડિસેમ્બર | 45 | 26 | 1 |
2 ડિસેમ્બર | 50 | 24 | 1 |
3 ડિસેમ્બર | 45 | 45 | 0 |
4 ડિસેમ્બર | 44 | 36 | 0 |
5 ડિસેમ્બર | 48 | 24 | 1 |
6 ડિસેમ્બર | 38 | 37 | 0 |
7 ડિસેમ્બર | 61 | 39 | 0 |
8 ડિસેમ્બર | 67 | 22 | 0 |
9 ડિસેમ્બર | 69 | 27 | 0 |
10 ડિસેમ્બર | 63 | 39 | 3 |
11 ડિસેમ્બર | 71 | 27 | 0 |
12 ડિસેમ્બર | 56 | 32 | 0 |
13 ડિસેમ્બર | 58 | 56 | 1 |
14 ડિસેમ્બર | 55 | 48 | 1 |
15 ડિસેમ્બર | 53 | 53 | 0 |
16 ડિસેમ્બર | 68 | 43 | 0 |
17 ડિસેમ્બર | 60 | 58 | 1 |
18 ડિસેમ્બર | 68 | 74 | 0 |
19 ડિસેમ્બર | 51 | 55 | 0 |
20 ડિસેમ્બર | 70 | 63 | 1 |
21 ડિસેમ્બર | 87 | 73 | 2 |
22 ડિસેમ્બર | 91 | 41 | 2 |
23 ડિસેમ્બર | 111 | 78 | 2 |
24 ડિસેમ્બર | 98 | 69 | 3 |
25 ડિસેમ્બર | 179 | 34 | 2 |
26 ડિસેમ્બર | 177 | 66 | 0 |
27 ડિસેમ્બર | 204 | 65 | 1 |
28 ડિસેમ્બર | 394 | 59 | 1 |
29 ડિસેમ્બર | 548 | 65 | 1 |
30 ડિસેમ્બર | 573 | 102 | 2 |
31 ડિસેમ્બર | 654 | 63 | 0 |
કુલ આંક | 4256 | 1543 | 26 |
રાજ્યમાં કુલ 831,732 કેસ, 10,118 દર્દીના મોત અને 818,652 દર્દી ડિસ્ચાર્જ
શહેર | પોઝિટિવ કેસ | ડિસ્ચાર્જ | મોત |
અમદાવાદ | 240,257 | 235,487 | 3,412 |
સુરત | 144,505 | 142,135 | 1,957 |
વડોદરા | 78,794 | 77,730 | 788 |
રાજકોટ | 58,367 | 57,379 | 732 |
જામનગર | 35,132 | 34,593 | 481 |
મહેસાણા | 24,454 | 24,257 | 177 |
ભાવનગર | 21,521 | 21,180 | 302 |
ગાંધીનગર | 20,861 | 20,580 | 205 |
જૂનાગઢ | 20,557 | 20,266 | 271 |
બનાસકાંઠા | 13,644 | 13,476 | 162 |
કચ્છ | 12,778 | 12,567 | 145 |
પંચમહાલ | 11,783 | 11,703 | 70 |
પાટણ | 11,627 | 11,505 | 129 |
ભરૂચ | 11,479 | 11,321 | 118 |
અમરેલી | 10,830 | 10,713 | 102 |
ખેડા | 10,519 | 10,406 | 49 |
દાહોદ | 9,968 | 9,930 | 38 |
આણંદ | 9,766 | 9,622 | 51 |
સાબરકાંઠા | 9,336 | 9,166 | 157 |
ગીર-સોમનાથ | 8,590 | 8,513 | 67 |
મહીસાગર | 8,219 | 8,123 | 72 |
સુરેન્દ્રનગર | 8,135 | 7,991 | 136 |
નવસારી | 7,355 | 7,281 | 27 |
મોરબી | 6,523 | 6,418 | 87 |
વલસાડ | 6,549 | 6,432 | 59 |
નર્મદા | 5,959 | 5,941 | 15 |
અરવલ્લી | 5,190 | 5,109 | 79 |
તાપી | 4,456 | 4,424 | 24 |
દેવભૂમિ દ્વારકા | 4,184 | 4,097 | 83 |
પોરબંદર | 3,512 | 3,477 | 21 |
છોટાઉદેપુર | 3,395 | 3,357 | 38 |
બોટાદ | 2,218 | 2,176 | 42 |
ડાંગ | 869 | 846 | 18 |
અન્ય રાજ્ય | 162 | 159 | 3 |
કુલ | 831,732 | 818,652 | 10,118 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.