તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત:પ્રેગ્નન્ટ મહિલા અધિકારી સહિત ત્રણ અધિકારીના મોતથી હાહાકાર, સાડા ત્રણ મહિના બાદ રાજ્યમાં 10ના મોત, 2220 નવા કેસ

અમદાવાદએક મહિનો પહેલા
ડાયરેકટર ઓફ એગ્રિકલ્ચર વિભાગના ક્લાસ-2 અધિકારી શ્વેતાબહેન મહેતા અને આણંદ કૃષિ યુનિ.ના વિભાગીય વડા ધડુકનું કોરોનાથી મોત નિપજ્યું હતું.
  • ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ કોરોનાગ્રસ્ત થયા
  • ડાયરેકટર ઓફ એગ્રિકલ્ચર વિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ક્લાસ-2 અધિકારી શ્વેતાબહેન મહેતાનું કોરોનાથી નિધન
  • સૌથી વધુ અમદાવાદમાં 5ના મોત
  • આણંદ કૃષિ યુનિ.ના વિભાગીય વડા ધડુકનું કોરોનાથી અવસાન

ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યમાં સતત ચોથા દિવસે 2200થી વધુ એટલે કે 24 કલાકમાં 2220 નવા કેસ નોંધાયા છે. જ્યારે 16 ડિસેમ્બર બાદ પહેલીવાર 8 લોકોના મોત થયા છે. આમ સાડા ત્રણ મહિના બાદ 10 દર્દીના મોત થયા છે. સૌથી વધુ અમદાવાદમાં 5, સુરતમાં 4 અને વડોદરામાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે મૃત્યુઆંક 4510એ પહોંચ્યો છે. જ્યારે સુરતમાં 644 અને અમદાવાદમાં 613 નવા કેસ નોંધાયા છે. તેમજ 1988 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

ત્રણ અધિકારીના મોતથી હાહાકાર
ડાયરેકટર ઓફ એગ્રિકલ્ચર વિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ક્લાસ-2 અધિકારી શ્વેતાબહેન મહેતાનું કોરોનાથી નિધન થયું છે. શ્વેતાબહેનને 7 મહિનાનો ગર્ભ પણ હતો. શ્વેતાબહેન લેખિકા પણ હતા. તેઓ DivyaBhaskarની રંગત-સંગતના વાંચન રસથાળમાં પેરેન્ટીગ પર આર્ટિકલ લખતા હતા. તેમણે દીકરીઓ માટે ખીલતી કળીને વ્હાલ પુસ્તક પણ લખ્યું હતું. આ ઉપરાંત સચિવાલયના સેક્શન અધિકારી કિરીટ સક્સેના અને આણંદ કૃષિ યુનિવર્સિટીના વિભાગીય વડા એચ.એલ.ધડુકને પણ કોરોના ભરખી ગયો છે.

સચિવાલયમાં 53 કર્મચારીઓ પોઝિટિવ આવ્યા
રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ કોરોનાગ્રસ્ત થયા છે. જેથી હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં તેમના વતી નાણાંમંત્રી નીતિન પટેલ જવાબ રજૂ કરશે. આ ઉપરાંત ગાંધીનગરના ન્યૂ સચિવાલયના બ્લોક 7માં 192 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 139ના રિપોર્ટ નેગેટિવ જ્યારે 53ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

12,263 એક્ટિવ કેસ અને 147 વેન્ટીલેટર પર
રાજ્યમાં છેલ્લા 38 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 5 હજાર 338 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,510 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 88 હજાર 565 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,263 એક્ટિવ કેસ છે, જેમાંથી 147 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 12,116 દર્દીની હાલત સ્થિર છે.

24 કલાકમાં 1,93,968 લોકોનું રસીકરણ
રાજ્યમાં 24 કલાકમાં 1,93,968 લોકોનું રસીકરણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 1 લાખ 59 હજાર 57 લોકોનું રસીકરણ થયું છે. આમ અત્યાર સુધી 47 લાખ 45 હજાર 494 લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખ 43 હજાર 855 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 53 લાખ 89 હજાર 349નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 30 માર્ચ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
11 માર્ચ7104510
12 માર્ચ7154952
13 માર્ચ7755792
14 માર્ચ8105862
15 માર્ચ8905941
16 માર્ચ9547032
17 માર્ચ11227753
18 માર્ચ12768993
19 માર્ચ14159484
20 માર્ચ15659696
21 માર્ચ15809897
22 માર્ચ164011104
23 માર્ચ173012554
24 માર્ચ179012778
25 માર્ચ196114057
26 માર્ચ219014226
27 માર્ચ227615345
28 માર્ચ227016058
29 માર્ચ225217318
30 માર્ચ2220198810
કુલ આંક60,30057,682204

રાજ્યમાં કુલ 305,338 કેસ અને 4,510 દર્દીના મોત અને 2,88,565 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ72,00067,5102,353
સુરત64,44659,5951012
વડોદરા34,07032,275247
રાજકોટ26,69325,409207
જામનગર11,34311,03836
ગાંધીનગર9,5229,091109
મહેસાણા7,5227,26238
ભાવનગર6,8626,41969
જૂનાગઢ5,7195,63033
કચ્છ4,9914,74033
બનાસકાંઠા4,8474,75239
પંચમહાલ4,7434,58324
ભરૂચ4,5734,38219
પાટણ4,5484,29853
અમરેલી4,199401233
સુરેન્દ્રનગર3,6763,56514
ખેડા3,8493,74818
દાહોદ3,6963,5097
મોરબી3,6003,42719
સાબરકાંઠા3,4233,32713
આણંદ3,0512,92317
ગીર-સોમનાથ2,7532,68624
નર્મદા2,4762,3271
મહીસાગર2,3682,13712
નવસારી1,7811,7058
વલસાડ1,5521,4529
અરવલ્લી13001,22926
દેવભૂમિ દ્વારકા12351,1785
તાપી11751,1207
બોટાદ10801,05214
છોટાઉદેપુર107710353
પોરબંદર7597454
ડાંગ2121891
અન્ય રાજ્ય1621593
કુલ305,338288,5654,510

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો