કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં કોરોના કેસનું એનાલિસિસ; 573 નવા કેસ, છેલ્લા 8 દિવસમાં દોઢ ગણાં કેસ, બમણાં મોત વધ્યાં

6 મહિનો પહેલા
  • રાજકોટ શહેર અને અરવલ્લી જિલ્લામાં 1-1 મળી કુલ 2 મોત નોઁધાયા
  • 11 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નહીં
  • રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.50 ટકા થયો

રાજ્યમાં વધુ એક લહેરના મંડાણ થયા હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરોત્તર કેસમાં વધારો થઈ રહ્યો છે. સાડા છ મહિના બાદ સતત બીજીવાર 500થી વધારે કેસ નોંધાયા છે. રાજ્યમાં આઠ દિવસમાં દોઢ ગણા કેસ વધ્યાં છે. તો મૃત્યુઆંક બમણો થયો છે અને કુલ મોતના અડધોઅડધ મોત થયાં છે. ત્યારે છેલ્લા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 573 નવા કેસ નોંધાયા છે. જ્યારે 102 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 269 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 2 હજારને પાર થયા છે અને કુલ 2371 થયા છે. રાજકોટ શહેર અને અરવલ્લી જિલ્લામાં 1-1 મળી કુલ મોત નોઁધાયા છે. 11 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.50 ટકા થયો છે.

8 દિવસમાં જ 2284 કેસ અને 12નાં મોત
1થી લઈને 22 ડિસેમ્બર સુધીના 22 દિવસમાં 1318 કેસ હતાં, તો 23 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધીના 8 દિવસમાં કુલ 2284 કેસ નોંધાયા છે. તેમાં 24 ડિસેમ્બરે કેસ ઘટીને 98 થયા હતા. તો 26 ડિસેમ્બરે રાજ્યમાં શૂન્ય મોત રહ્યું હતું. 1થી લઈને 22 ડિસેમ્બર સુધીના 22 દિવસમાં 942 ડિસ્ચાર્જ થયાં હતાં, તો 23 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધીના 8 દિવસમાં આ ગાળામાં જ 538 ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 1થી લઈને 22 ડિસેમ્બર સુધીના 22 દિવસમાં14 મોત થયાં હતાં, તો 23 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધીના 8 દિવસમાં 12 લોકોના મોત થયા છે. 23 ડિસેમ્બરે 179 દિવસ બાદ ત્રિપલ ફિગરમાં એટલે કે 111 નવા કેસ નોંધાયા હતા. ત્યારબાદ 27 ડિસેમ્બરે 204 અને 25 ડિસેમ્બરે 179 નવા કેસ નોંધાયા હતા. એ પહેલાં 27 જૂને રાજ્યમાં કુલ 112 નોંધાયા હતા.

રાજ્યમાં વધુ 2 મોત નોંધાયા
આજે રાજ્યમાં 2 લોકોના મોત નોઁધાયા છે. ગઈકાલે પોરબંદર જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. અગાઉ રાજ્યમાં સતત છ દિવસથી કોરોનાથી મોત નોંધાયા હતા. જોકે 26 ડિસેમ્બરે શૂન્ય મોત રહ્યું હતું. પરંતુ 27 ડિસેમ્બરે જામનગર શહેરમાં એકનું મોત થયું છે. 25 ડિસેમ્બરે રાજકોટ જિલ્લામાં કોરોનાથી 2 દર્દીના મોત થયાં હતાં. અગાઉ 10મી ડિસેમ્બરે રાજ્યમાં 3 દર્દીનાં મોત નોઁધાયા હતા. 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ 7 અને નવેમ્બરમાં 5 દર્દીના મોત નોંધાયા હતા. જ્યારે ડિસેમ્બરમાં અગાઉ રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.

ગઈકાલે રાજ્યમાં ઓમિક્રોનના 19 નવા કેસ નોંધાયા
કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ ધીરે-ધીરે વધી રહ્યા છે. ગઈકાલે રાજ્યમાં કુલ 19 ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 4 પુરુષ અને 4 સ્ત્રી મળીને સૌથી વધુ 8 ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. સુરત શહેરમાં, 6 વડોદરા શહેરમાં 3 અને આણંદમાં 2 ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 97 ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં 14, વડોદરા શહેરમાં 11, સુરત શહેરમાં 2, આણંદમાં 3, ખેડામાં 3, ગાંધીનગર શહેરમાં 1, રાજકોટમાં 1, મહેસાણા 3, જામનગર શહેરમાં 3 મળીને કુલ 41 ઓમિક્રોનના દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા.

2371 એક્ટિવ કેસ અને 11 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 31 હજાર 78ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 116 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 18 હજાર 589ની દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2371 એક્ટિવ કેસ છે, જેમાંથી 11 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 2360 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ડિસેમ્બર45261
2 ડિસેમ્બર50241
3 ડિસેમ્બર45450
4 ડિસેમ્બર44360
5 ડિસેમ્બર48241
6 ડિસેમ્બર38370
7 ડિસેમ્બર61390
8 ડિસેમ્બર67220
9 ડિસેમ્બર69270
10 ડિસેમ્બર63393
11 ડિસેમ્બર71270
12 ડિસેમ્બર56320
13 ડિસેમ્બર58561
14 ડિસેમ્બર55481
15 ડિસેમ્બર53530
16 ડિસેમ્બર68430
17 ડિસેમ્બર60581
18 ડિસેમ્બર68740
19 ડિસેમ્બર51550
20 ડિસેમ્બર70631
21 ડિસેમ્બર87732
22 ડિસેમ્બર91412
23 ડિસેમ્બર111782
24 ડિસેમ્બર98693
25 ડિસેમ્બર179342
26 ડિસેમ્બર177660
27 ડિસેમ્બર204651
28 ડિસેમ્બર394591
29 ડિસેમ્બર548651
30 ડિસેમ્બર5731022
કુલ આંક3602148026

રાજ્યમાં કુલ 831,078 કેસ, 10118 દર્દીના મોત અને 818,589 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ239,940235,4543,412
સુરત144,389142,1351,957
વડોદરા78,75377,710788
રાજકોટ58,33557,379732
જામનગર35,11534,593481
મહેસાણા24,44924,254177
ભાવનગર21,51521,180302
ગાંધીનગર20,84320,580205
જૂનાગઢ20,55620,266271
બનાસકાંઠા13,64313,476162
કચ્છ12,76612,567145
પંચમહાલ11,78211,70370
પાટણ11,62711,505129
ભરૂચ11,47011,321118
અમરેલી10,82610,713102
ખેડા10,50610,40649
દાહોદ9,9689,93038
આણંદ9,7459,62251
સાબરકાંઠા9,3339,166157
ગીર-સોમનાથ8,5908,51367
મહીસાગર8,2148,12372
સુરેન્દ્રનગર8,1357,990136
નવસારી7,3457,27527
મોરબી6,5196,41887
વલસાડ6,5386,43259
નર્મદા5,9595,94115
અરવલ્લી5,1905,10979
તાપી4,4524,42424
દેવભૂમિ દ્વારકા4,1844,09783
પોરબંદર3,5093,47721
છોટાઉદેપુર3,3953,35738
બોટાદ2,2182,17642
ડાંગ86984618
અન્ય રાજ્ય1621593
કુલ831,078818,58910,118
અન્ય સમાચારો પણ છે...