તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત LIVE:બીજી વેવમાં 19 જિલ્લા અને 2 શહેરમાં પહેલીવાર શૂન્ય કેસ, રાજ્યમાં નવા કેસમાં ઘટાડો યથાવત 93ના રિપોર્ટ પોઝિટિવ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજી વેવમાં રાજ્યમાં સતત બીજીવાર 100થી ઓછા કેસ નોઁધાયા
  • અમદાવાદ શહેર અને તાપી જિલ્લામાં 1-1 મળીને કુલ 2 દર્દીના મોત

રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે અને નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી વેવમાં રાજ્યમાં સતત બીજીવાર 100થી ઓછા કેસ નોઁધાયા છે. 19 જિલ્લા અને 2 શહેરમાં પહેલીવાર કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં 24 કલાકમાં 93 નવા કેસ નોંધાયા છે. ગઈકાલે 96 કેસ હતા. અમદાવાદ શહેર અને તાપી જિલ્લામાં 1-1 મળીને કુલ 2 દર્દીના મોત થયા છે. તેમજ 326 દર્દી સાજા થયા છે. જેને પગલે રિક્વરી રેટ સુધરીને 98.39 ટકા થયો છે.

3230 એક્ટિવ કેસ અને 11 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 23 હજાર 433ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 56 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 10 હજાર 147 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3 હજાર 230 એક્ટિવ કેસ છે, જેમાંથી 11 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 3 હજાર 219 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ અને નવા કેસ

1લી જૂનથી 29 જૂન સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જૂન1561486922
2 જૂન1333409818
3 જૂન1207301817
4 જૂન1120339816
5 જૂન996300415
6 જૂન848291512
7 જૂન778261311
8 જૂન695212211
9 જૂન644167510
10 જૂન544150511
11 જૂન48115269
12 જૂન49012786
13 જૂન45510636
14 જૂન40511066
15 જૂન35210064
16 જૂન2989355
17 જૂન2837706
18 જૂન2627765
19 જૂન2288745
20 જૂન1856514
21 જૂન1516192
22 જૂન1356123
23 જૂન1384873
24 જૂન1295072
25 જૂન1234313
26 જૂન1223523
27 જૂન1123053
28 જૂન963153
29 જૂન933262
કુલ આંક1426443156223

રાજ્યમાં કુલ 823433 કેસ, 10056 દર્દીના મોત અને 8010147 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ237,663233,0993,402
સુરત143,175140,5001,950
વડોદરા77,67476,752787
રાજકોટ57,81757,013723
જામનગર34,88634,355477
મહેસાણા24,39024,151177
ભાવનગર21,38320,928299
ગાંધીનગર20,70320,205205
જૂનાગઢ20,40120,035270
બનાસકાંઠા13,60713,425162
કચ્છ12,56812,405145
પંચમહાલ11,75911,68070
પાટણ11,62111,490129
ભરૂચ11,38611,254118
અમરેલી10,75810,633101
ખેડા10,40610,34248
દાહોદ9,9189,87738
આણંદ9,5869,51848
સાબરકાંઠા9,2999,126157
ગીર-સોમનાથ8,5148,28867
મહીસાગર8,1908,11572
સુરેન્દ્રનગર8,1087,966136
નવસારી7,1177,06924
મોરબી6,4946,40687
વલસાડ6,2136,10949
નર્મદા5,9415,92115
અરવલ્લી5,1825,07977
તાપી4,4294,40422
દેવભૂમિ દ્વારકા4,1504,04981
છોટાઉદેપુર3,3943,35338
પોરબંદર3,4633,43119
બોટાદ2,2162,16342
ડાંગ86184218
અન્ય રાજ્ય1621593
કુલ823,433810,14710,056