તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:ગુજરાતમાં રોજેરોજ કોરોનાના રેકોર્ડબ્રેક નોંધાતા કેસ, છેલ્લા 24 કલાકમાં 2276 નવા કેસ અને વેન્ટિલેટર પરના દર્દીઓનો આંકડો બેવડાયો

અમદાવાદ2 મહિનો પહેલા
  • સુરતમાં 760 અને અમદાવાદમાં 612 નવા કેસ નોંધાયા
  • છેલ્લા 24 કલાકમાં 1534 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા
  • સુરત- 2, અમદાવાદ-ભાવનગર તથા ભરૂચમાં 1-1 મળી કુલ 5 દર્દીના મોત

ગુજરાતમાં કોરોના હવે પીક પર આવી ગયો છે. રાજ્યમાં કોરોનાના નવા કેસનો આંકડો રોજરોજ વધી રહ્યો છે અને નવા-નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2276 નવા કેસ નોઁધાયા છે. જેમાં સુરતમાં 760 અને અમદાવાદમાં 612 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1534 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. તો એક જ દિવસમાં રાજ્યમાં વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે અને 83ના સીધા 157 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. જ્યારે સુરત શહેરમાં 2, અમદાવાદ અને ભાવનગર શહેર તથા ભરૂચમાં 1-1 મળી કુલ 5 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,484 થયો છે.

ગુજરાતમાં આવતા તમામ પ્રવાસીઓના RT-PCR ફરજિયાત
ગુજરાતના પાડોશી રાજ્યોમાં કોવિડ-19ના કેસોમાં વધારો જોવા મળ્યો છે. ગયા સપ્તાહથી રાજ્યમાં જોવા મળેલા કેસોમાં કોન્ટેક્સ ટ્રેસિંગ હાથ ધરાતા આ કેસોમાં પણ અન્ય રાજ્યની મુસાફરી કરી પરત ફરેલા કે તેઓના ઘનિષ્ઠ સંપર્કમાં આવેલા હોવાથી સંક્રમણ વધારે જોવા મળ્યું છે. જેને પગલે અન્ય રાજ્યોમાંથી કોવિડ-19ના કેસોના વ્યાપ નવ ધઘે તે માટે તકેદારીના ભાગરૂપે અન્ય રાજ્યમાંથી ગુજારતમાં પ્રવેશ ઈચ્છુક તમામે છેલ્લા 72 કલાકના RT-PCR ટેસ્ટ કરાવ્યા હોય અને નેગેટિવ હોય તેમને જ એક એપ્રિલથી ગુજરાતમાં પ્રવેશ મળશે. રાજ્યમાં આવતા તમામ લોકોનું ફરજિયાતપણે સ્ક્રિનિંગ કરાશે.

એક્ટિવ કેસનો આંકડો 10 હજારને પાર
26 માર્ચે 2190 કેસ, 25 માર્ચે 1961 કેસ, 24 માર્ચે 1,790 કેસ, 23 માર્ચે 1730, 22 માર્ચે 1,640 અને અગાઉ 27 નવેમ્બરે 1,607 કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ 94.86 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 35 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 10 હજારને પાર કરી ગયો છે અને હાલ 10871 એક્ટિવ કેસ છે.

ગંભીર બીમારી સહિતના વધુ વયના લોકોને વેક્સિન અપાઈ
અત્યાર સુધી 44 લાખ 29 હજાર 556 લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખ 29 હજાર 707 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 50 લાખ 58 હજાર 626નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 2 લાખ 98 હજાર 973 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

10871 એક્ટિવ કેસ, 157 દર્દી વેન્ટિલેટર પર
આજે રાજ્યભરમાં કોરોના સંક્રમણને પગલે 88 હજાર 99 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં 2190ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 96 હજાર 320ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,484 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 83 હજાર 241 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 10871 એક્ટિવ કેસ છે, જેમાંથી દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 10714 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 27 માર્ચ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
11 માર્ચ7104510
12 માર્ચ7154952
13 માર્ચ7755792
14 માર્ચ8105862
15 માર્ચ8905941
16 માર્ચ9547032
17 માર્ચ11227753
18 માર્ચ12768993
19 માર્ચ14159484
20 માર્ચ15659696
21 માર્ચ15809897
22 માર્ચ164011104
23 માર્ચ173012554
24 માર્ચ179012778
25 માર્ચ196114057
26 માર્ચ219014226
27 માર્ચ227615345
કુલ આંક5355852358178

રાજ્યમાં કુલ 2,98,596 કેસ અને 4,484 દર્દીના મોત અને 2,83,241 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ70,16065,7892,343
સુરત62,35057,7371002
વડોદરા33,34531,829245
રાજકોટ26,04525,006204
જામનગર11,22510,92836
ગાંધીનગર9,3869,025109
મહેસાણા7,4397,22238
ભાવનગર6,7346,36269
જૂનાગઢ5,6845,59933
કચ્છ4,9334,71733
બનાસકાંઠા4,8324,72139
પંચમહાલ4,6794,53223
ભરૂચ4,5234,34619
પાટણ4,4904,27353
અમરેલી4,1363,98833
સુરેન્દ્રનગર3,6393,54014
ખેડા3,7763,68518
દાહોદ3,6313,4737
મોરબી3,5423,40119
સાબરકાંઠા3,3813,27813
આણંદ3,0002,87417
ગીર-સોમનાથ2,7352,65124
નર્મદા2,3962,2841
મહીસાગર2,3152,13712
નવસારી1,7621,6918
વલસાડ1,5121,4459
અરવલ્લી12741,22426
દેવભૂમિ દ્વારકા12191,1785
તાપી11591,1097
બોટાદ10731,05214
છોટાઉદેપુર106010303
પોરબંદર7557414
ડાંગ2071891
અન્ય રાજ્ય1621593
કુલ298,596283,2414,484
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો