કોરોના ગુજરાત:રાજ્યમાં કોરોના વિસ્ફોટ; સાડા છ મહિના બાદ પહેલીવાર 204 નવા કેસ, અમદાવાદમાં 100 કેસ, જામનગર શહેરમાં એક મોત

5 મહિનો પહેલા
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 29 હજાર 359ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
  • અત્યાર સુધીમાં 8 લાખ 18 હજાર 363 દર્દી ડિસ્ચાર્જ થયા

રાજ્યમાં નવેમ્બરથી કેસમાં વધારો થઈ રહ્યો છે. સાડા છ મહિના બાદ પહેલીવાર 200થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 204 નવા કેસ નોંધાયા છે. જ્યારે 65 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 192 દિવસ અગાઉ એટલે કે 19 જૂને 228 કેસ હતા. તો રાજ્યમાં એક હજારથી વધુ એક્ટિવ કેસ થઈ ગયા છે. રાજ્યમાં આજે ઓમિક્રોનનો 24 નવા કેસ નોંધાયા છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 98 અને જિલ્લામાં 2 મળી કુલ 100 નવા કેસ નોંધાયા છે. 17 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. 25 ડિસેમ્બરે 179 નવા કેસ નોંધાયા હતા. આ પહેલાં 23 ડિસેમ્બરે 179 દિવસ બાદ ત્રિપલ ફિગરમાં એટલે કે 111 નવા કેસ નોંધાયા હતા. એ પહેલાં 27 જૂને રાજ્યમાં કુલ 112 નોંધાયા હતા.

આજે રાજ્યમાં ઓમિક્રોનનો 24 કેસ
રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.65 ટકા થયો છે. બીજી તરફ આજે રાજ્યમાં ઓમિક્રોનના 24 કેસ સામે આવ્યા છે. 25 ડિસેમ્બરે સૌથી વધુ 3 નવા કેસ ખેડા જિલ્લામાં, એ ઉપરાંત અમદાવાદ શહેરમાં 2 અને રાજકોટ શહેરમાં 1 ઓમિક્રોનનો કેસ નોંધાયા હતા. ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 73 કેસ નોંધાયા છે, જેમાંથી હાલમાં 56 લોકો સારવાર હેઠળ છે જ્યારે 17ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ઓમિક્રોનના લીધે એકપણ મોત નોંધાયું નથી.

અમદાવાદના 4 અને રાજકોટના 3 કેસની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહીં
રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કુલ 24 કેલ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 13 કેસ છે. જેમાં 8 પુરૂષ અને 5 મહિલા સમાવિષ્ઠ છે. 9ની વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી છે જ્યારે 4 ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અમરેલી, આણંદ અને વદોદરા જિલ્લામાં એક-એક કેસ છે, જેમની વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી છે. જ્યારે ગાંધીનગર શહેરમાં 4 કેસ છે જેમાં એક પુરૂષ અને 3 મહિલા છે, તેમની વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી છે. તો રાજકોટની 3 કેસ છે તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

રાજ્યમાં એક મોત નોંધાયું
રાજ્યમાં સતત છ દિવસથી કોરોનાથી મોત નોંધાયા હતા. પરંતુ આજે જામનગર શહેરમાં એકનું મોત થયું છે. જોકે ગઈકાલે 26 ડિસેમ્બરે શૂન્ય મોત રહ્યું હતું. 27 ડિસેમ્બરે એક દર્દીનું મોત નોંધાયું છે. 25 ડિસેમ્બરે રાજકોટ જિલ્લામાં કોરોનાથી 2 દર્દીના મોત થયાં હતાં. અગાઉ 10મી ડિસેમ્બરે રાજ્યમાં 3 દર્દીનાં મોત નોઁધાયા હતા. 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ 7 અને નવેમ્બરમાં 5 દર્દીના મોત નોંધાયા હતા. જ્યારે ડિસેમ્બરમાં અગાઉ રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.

1086 એક્ટિવ કેસ અને 14 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 29 હજાર 359ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 114 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 18 હજાર 363 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1086 એક્ટિવ કેસ છે, જેમાંથી 14 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1072 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ડિસેમ્બર45261
2 ડિસેમ્બર50241
3 ડિસેમ્બર45450
4 ડિસેમ્બર44360
5 ડિસેમ્બર48241
6 ડિસેમ્બર38370
7 ડિસેમ્બર61390
8 ડિસેમ્બર67220
9 ડિસેમ્બર69270
10 ડિસેમ્બર63393
11 ડિસેમ્બર71270
12 ડિસેમ્બર56320
13 ડિસેમ્બર58561
14 ડિસેમ્બર55481
15 ડિસેમ્બર53530
16 ડિસેમ્બર68430
17 ડિસેમ્બર60581
18 ડિસેમ્બર68740
19 ડિસેમ્બર51550
20 ડિસેમ્બર70631
21 ડિસેમ્બર87732
22 ડિસેમ્બર91412
23 ડિસેમ્બર111782
24 ડિસેમ્બર98693
25 ડિસેમ્બર179342
26 ડિસેમ્બર177660
27 ડિસેમ્બર204651
કુલ આંક2087125422

રાજ્યમાં કુલ 829,563 કેસ, 10114 દર્દીના મોત અને 818,363 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ239,202235,4083,412
સુરત144,170142,1091,957
વડોદરા78,62977,684788
રાજકોટ58,23357,352731
જામનગર35,10334,587481
મહેસાણા24,44124,252177
ભાવનગર21,49721,179302
ગાંધીનગર20,80620,575205
જૂનાગઢ20,55320,260271
બનાસકાંઠા13,64013,473162
કચ્છ12,73212,553145
પંચમહાલ11,77611,70370
પાટણ11,62711,497129
ભરૂચ11,45311,319118
અમરેલી10,81910,711102
ખેડા10,47810,39948
દાહોદ9,9609,92038
આણંદ9,6969,60851
સાબરકાંઠા9,3279,166157
ગીર-સોમનાથ8,5888,51367
મહીસાગર8,2008,12372
સુરેન્દ્રનગર8,1317,989136
નવસારી7,3207,26827
મોરબી6,5076,41887
વલસાડ6,5226,42959
નર્મદા5,9585,94115
અરવલ્લી5,1885,10978
તાપી4,4514,42424
દેવભૂમિ દ્વારકા4,1814,09583
પોરબંદર3,4933,47020
છોટાઉદેપુર3,3953,35738
બોટાદ2,2182,17642
ડાંગ86984618
અન્ય રાજ્ય1621593
કુલ829,563818,36310,114
અન્ય સમાચારો પણ છે...