તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં કોરોનાનું અતિગંભીર સ્વરૂપ, 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1607 કેસ અને 16 દર્દીના મોત, ચારવાર 1500થી વધુ અને એકવાર 1600થી વધુ કેસ સામે આવ્યા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના હવે બેફામ બની ચૂક્યો છે. રાજ્યમાં પહેલીવાર 1600થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 69 હજાર 283 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી રેકોર્ડબ્રેક રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 16 દર્દીના મોત થયા છે. તેમજ રાહતની વાત એ છે કે, 1,388 દર્દી કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 90.93 ટકાથી ઘટીને 90.90 ટકા થયો છે.

અત્યાર સુધીમાં 4 વાર 1500થી વધુ અને એકવાર 1600થી વધુ કેસો નોંધાયા
અત્યાર સુધીમાં ગુજરાતમાં ત્રણવાર 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ 24 નવેમ્બરે 1510 અને 25મી નવેમ્બરના રોજ 1540 અને 26 નવેમ્બરે 1560 કેસ નોંધાયા અને 27 નવેમ્બરે તો 1600નો આંક વટાવીને 1607 કેસ નોંધાયા છે.

14,732 એક્ટિવ કેસ, 96 વેન્ટિલેટર પર, કુલ કેસ 2 લાખ 5 હજારથી વધુ
રાજ્યમાં અત્યાર સુધીમાં 76 લાખ 20 હજાર 892 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 5 હજાર 116ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,938એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 86 હજાર 446 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,732 એક્ટિવ કેસ છે, જેમાંથી 96 વેન્ટિલેટર પર જ્યારે 14,636 દર્દીની હાલત સ્થિર છે.

માસ્ક વિના ફરતાં લોકોને દંડની સાથે આઠ દિવસ કોવિડ સેન્ટરમાં કામ કરાવો, હાઈકોર્ટનું સરકારને સૂચન
ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસો અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને સંક્રમણને રોકવા માટે કડક પગલાં લેવા માટે આદેશ કર્યો છે. હાઈકોર્ટે કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં માસ્ક વિના ફરતા લોકો સામે લાલઆંખ કરી સરકારને સૂચન કર્યું હતું કે માસ્ક વિનાના લોકો પાસેથી દંડની સાથે 8 દિવસ કોવિડ સેન્ટરમાં કામ કરાવો. સરકાર આ મુદ્દે વિચાર કરે અને આગામી મુદત સમયે પોતાનો જવાબ રજુ કરે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓક્ટોબર1,351101,334
2 ઓક્ટોબર1,310151,250
3 ઓક્ટોબર1343121304
4 ઓક્ટોબર130291246
5 ઓક્ટોબર1327131405
6 ઓક્ટોબર1335101473
7 ઓક્ટોબર131191414
8 ઓક્ટોબર1278101266
9 ઓક્ટોબર124391518
10 ઓક્ટોબર1221101456
11 ઓક્ટોબર118191413
12 ઓક્ટોબર116981442
13 ઓક્ટોબર1158101375
14 ઓક્ટોબર1175111414
15 ઓક્ટોબર1185111329
16 ઓક્ટોબર1191111279
17 ઓક્ટોબર116191270
18 ઓક્ટોબર109191233
19 ઓક્ટોબર99681147
20 ઓક્ટોબર112681128
21 ઓક્ટોબર1,13791,180
22 ઓક્ટોબર1,13671,201
23 ઓક્ટોબર1,11261,264
24 ઓક્ટોબર102161013
25 ઓક્ટોબર9197963
26 ઓક્ટોબર90841,102
27 ઓક્ટોબર99251,238
28 ઓક્ટોબર98061107
29 ઓક્ટોબર98741087
30 ઓક્ટોબર96961027
31 ઓક્ટોબર93551014
1 નવેમ્બર86051128
2 નવેમ્બર87541004
3 નવેમ્બર95461,197
4 નવેમ્બર97561022
5 નવેમ્બર99071055
6 નવેમ્બર103541321
7 નવેમ્બર10465931
8 નવેમ્બર10207819
9 નવેમ્બર9715993
10 નવેમ્બર10495879
11 નવેમ્બર112561352
12 નવેમ્બર1,12061038
13 નવેમ્બર115261078
14 નવેમ્બર1,1246995
15 નવેમ્બર107061001
16 નવેમ્બર92651040
17 નવેમ્બર112571,116
18 નવેમ્બર1,28181,274
19 નવેમ્બર134071113
20 નવેમ્બર142071040
21 નવેમ્બર151591271
22 નવેમ્બર1495131167
23 નવેમ્બર1,487171,234
24 નવેમ્બર1510161,286
25 નવેમ્બર1540141,283
26 નવેમ્બર1560161,302
27 નવેમ્બર1607161,388
કુલ આંક67,72248569,214

​​​​​​રાજ્યમાં કુલ કેસ 2,05,116 અને 3,938ના મોત અને કુલ 1,86,446 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ49,063203043,756
સુરત42,82489240,115
વડોદરા19,56221917,532
ગાંધીનગર64831005641
ભાવનગર5236684966
બનાસકાંઠા3763343471
આણંદ1825161680
અરવલ્લી94824801
રાજકોટ15,97917214,445
મહેસાણા5242334699
પંચમહાલ3318202900
બોટાદ9197786
મહીસાગર158971348
પાટણ3492512884
ખેડા2061151891
સાબરકાંઠા2172122004
જામનગર9124358720
ભરૂચ3306173161
કચ્છ3180332914
દાહોદ231272124
ગીર-સોમનાથ2051241879
છોટાઉદેપુર7553702
વલસાડ128691257
નર્મદા163011445
દેવભૂમિ દ્વારકા9005842
જૂનાગઢ4201333914
નવસારી144471399
પોરબંદર6204593
સુરેન્દ્રનગર2888122533
મોરબી2572172294
તાપી9416894
ડાંગ1280120
અમરેલી3240262671
અન્ય રાજ્ય1623149
કુલ2,05,1163,9381,86,446