તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત LIVE:રાજ્યના 30 જિલ્લા અને 4 મહાનગરમાં 5થી ઓછા કેસ, 12 જિલ્લામાં એકપણ નવો કેસ નહીં, હવે 23 દર્દી જ વેન્ટીલેટર પર

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં 24 કલાકમાં 122 નવા કેસ અને 3 દર્દીના મોત
  • 352 દર્દી સાજા થતા રિક્વરી રેટ સુધરીને 98.31 ટકા થયો

રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે અને નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 24 કલાકમાં 123 નવા કેસ નોંધાયા છે. ગઈકાલે 123 કેસ નોંધાયા હતા. અમદાવાદ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન, વડોદરા કોર્પોરેશન, અને સુરત અને વડોદરા જિલ્લામાં જ ડબલ ડિજિટમાં કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેર, સુરત શહેર અને જૂનાગઢ શહેરમાં 1-1 મળીને કુલ 3 દર્દીના મોત થયા છે. તેમજ 352 દર્દી સાજા થયા છે. જેને પગલે રિક્વરી રેટ સુધરીને 98.31 ટકા થયો છે. રાજ્યમાં 24 કલાકમાં 4 મહાનગર અને 3 જિલ્લામાં જ 5 કે 5થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 4 મહાનગર અને 30 જિલ્લામાં 5થી ઓછા કેસ નોંધાયા છે. તેમજ 12 જિલ્લામાં એકપણ નવો કેસ સામે આવ્યો નથી.

3883 એક્ટિવ કેસ અને 23 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 23 હજાર 132ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 48 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 9 હજાર 201 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3883 એક્ટિવ કેસ છે, જેમાંથી 23 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 3860 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ અને નવા કેસ

1લી જૂનથી 26 જૂન સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જૂન1561486922
2 જૂન1333409818
3 જૂન1207301817
4 જૂન1120339816
5 જૂન996300415
6 જૂન848291512
7 જૂન778261311
8 જૂન695212211
9 જૂન644167510
10 જૂન544150511
11 જૂન48115269
12 જૂન49012786
13 જૂન45510636
14 જૂન40511066
15 જૂન35210064
16 જૂન2989355
17 જૂન2837706
18 જૂન2627765
19 જૂન2288745
20 જૂન1856514
21 જૂન1516192
22 જૂન1356123
23 જૂન1384873
24 જૂન1295072
25 જૂન1234313
26 જૂન1223523
કુલ આંક1396342210215

રાજ્યમાં કુલ 823132 કેસ, 10048 દર્દીના મોત અને 809,201 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ237,598232,9693,399
સુરત143,119140,0471,950
વડોદરા77,62276,689786
રાજકોટ57,79156,941723
જામનગર34,87534,321477
મહેસાણા24,38924,080177
ભાવનગર21,38220,919298
ગાંધીનગર20,69820,189205
જૂનાગઢ20,38920,006270
બનાસકાંઠા13,59813,413162
કચ્છ12,56412,390145
પંચમહાલ11,75611,67270
પાટણ11,62011,487129
ભરૂચ11,38111,254118
અમરેલી10,74710,630101
ખેડા10,40310,33048
દાહોદ9,9189,87238
આણંદ9,5829,51248
સાબરકાંઠા9,2989,119157
ગીર-સોમનાથ8,5098,27667
મહીસાગર8,1888,10472
સુરેન્દ્રનગર8,1047,963136
નવસારી7,1087,05724
મોરબી6,4936,40287
વલસાડ6,2066,09549
નર્મદા5,9415,92115
અરવલ્લી5,1825,07977
તાપી4,4284,40220
દેવભૂમિ દ્વારકા4,1484,02281
છોટાઉદેપુર3,3943,35337
પોરબંદર3,4623,42419
બોટાદ2,2162,16142
ડાંગ86184218
અન્ય રાજ્ય1621593
કુલ823,132809,20110,048