કોરોના ગુજરાત LIVE:ગુજરાતમાં કોરોના માતેલા સાંઢની જેમ વિફર્યો, 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1560 કેસ નોંધાયા, મુખ્યમંત્રી આવાસનો રસોઈયો પણ પોઝિટિવ આવ્યો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 16 દર્દીના મોત થયા, 4 વાર 1500થી વધુ કેસ સામે આવ્યા

ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોનાનો હવે માતેલાસાંઢની જેમ વિફર્યો છે. રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 1560 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 70 હજાર 820 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1,560ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 16 દર્દીના મોત થયા છે. તેમજ રાહતની વાત એ છે કે, 1,302 દર્દી કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 90.99 ટકાથી ઘટીને 90.93 ટકા થયો છે.

મુખ્યમંત્રી આવાસનો રસોઈયો કોરોના પોઝિટિવ આવ્યો
મુખ્યમંત્રી વિજય રૂપાણીના સત્તાવાર નિવાસસ્થાને કામ કરતા રસોઈયાનો કોરોના પોઝીટીવ આવ્યો છે. તે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પરિવાર સાથે રહે છે ઉપરાંત તેનો પુત્ર પણ પોઝિટીવ આવ્યો છે.

ભાજપ પ્રદેશ પ્રમુખનો પુત્ર પણ પોઝિટિવ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના પુત્ર જિજ્ઞેશ પાટીલને કોરોના થયો છે. પાટીલના પુત્રને સુરતમાં દાખલ કરવામાં આવ્યો છે. જિજ્ઞેશ પાટીલને બે દિવસથી કોરોના થયો હોવાના અહેવાલ મળે છે.આ બાબતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતું તેમનો સંપર્ક થઇ શકયો હતો નહીં, પણ તેમને હોમકોરોન્ટાઇન કરવામાં આવ્યા છે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે તેમને કોરોનાના બહું લક્ષણ છે નહીં એટલે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી,પણ તેમનો તબિબિ લેબોરેટરી રીપોર્ટ કરાવવામાં આવતા તેમને કોરોના થયો હોવાનું જાણવા મળ્યું છે.

અત્યાર સુધીમાં 4વાર 1500થી વધુ કેસો નોંધાયા
અત્યાર સુધીમાં ગુજરાતમાં ત્રણવાર 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ 24 નવેમ્બરે 1510 અને 25મી નવેમ્બરના રોજ 1540 અને 26 નવેમ્બરે 1560 કેસ નોંધાયા છે.

રાજ્યમાં 14,529 એક્ટિવ કેસ, 92 વેન્ટીલેટર પર, કુલ કેસ 2 લાખ 3 હજાર 509
રાજ્યમાં અત્યાર સુધીમાં 75 લાખ 51 હજાર 609 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 3 હજાર 509ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,922એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 85 હજાર 58 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,529 એક્ટિવ કેસ છે, જેમાંથી 92 વેન્ટિલેટર પર જ્યારે 14,439 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં લોકડાઉન નહીં: મુખ્યમંત્રીની ફરી સ્પષ્ટતા
કફર્યૂ અને લોકડાઉનને લઈને CM રૂપાણીએ કરી સ્પષ્ટતા, જો પરિસ્થિતિ બગડશે તો ઉચિત નિર્ણય કરાશે, સાથે જ એમ પણ કહ્યું હતું કે રાજ્યમાં ફરી લોકડાઉન લાદવામાં નહીં આવે. લોકોને સારવાર મળે એ અમારી પ્રાથમિકતા છે. કોરોના મહામારીને રોકવા માટે સરકાર કટિબદ્ધ છે. જ્યારે રાજ્યનાં ચાર શહેરમાં રાત્રિ કર્ફ્યૂ રહેશે અને દિવસે કર્ફ્યૂ આવે તેવી કોઈ વિચારણા નથી.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 26 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓક્ટોબર1,351101,334
2 ઓક્ટોબર1,310151,250
3 ઓક્ટોબર1343121304
4 ઓક્ટોબર130291246
5 ઓક્ટોબર1327131405
6 ઓક્ટોબર1335101473
7 ઓક્ટોબર131191414
8 ઓક્ટોબર1278101266
9 ઓક્ટોબર124391518
10 ઓક્ટોબર1221101456
11 ઓક્ટોબર118191413
12 ઓક્ટોબર116981442
13 ઓક્ટોબર1158101375
14 ઓક્ટોબર1175111414
15 ઓક્ટોબર1185111329
16 ઓક્ટોબર1191111279
17 ઓક્ટોબર116191270
18 ઓક્ટોબર109191233
19 ઓક્ટોબર99681147
20 ઓક્ટોબર112681128
21 ઓક્ટોબર1,13791,180
22 ઓક્ટોબર1,13671,201
23 ઓક્ટોબર1,11261,264
24 ઓક્ટોબર102161013
25 ઓક્ટોબર9197963
26 ઓક્ટોબર90841,102
27 ઓક્ટોબર99251,238
28 ઓક્ટોબર98061107
29 ઓક્ટોબર98741087
30 ઓક્ટોબર96961027
31 ઓક્ટોબર93551014
1 નવેમ્બર86051128
2 નવેમ્બર87541004
3 નવેમ્બર95461,197
4 નવેમ્બર97561022
5 નવેમ્બર99071055
6 નવેમ્બર103541321
7 નવેમ્બર10465931
8 નવેમ્બર10207819
9 નવેમ્બર9715993
10 નવેમ્બર10495879
11 નવેમ્બર112561352
12 નવેમ્બર1,12061038
13 નવેમ્બર115261078
14 નવેમ્બર1,1246995
15 નવેમ્બર107061001
16 નવેમ્બર92651040
17 નવેમ્બર112571,116
18 નવેમ્બર1,28181,274
19 નવેમ્બર134071113
20 નવેમ્બર142071040
21 નવેમ્બર151591271
22 નવેમ્બર1495131167
23 નવેમ્બર1,487171,234
24 નવેમ્બર1510161,286
25 નવેમ્બર1540141,283
26 નવેમ્બર1560161,302
કુલ આંક66,11546967,826

​​​​​​રાજ્યમાં કુલ કેસ 2,03,509 અને 3,922ના મોત અને કુલ 1,85,058 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ48,710201943,401
સુરત42,52588839,921
વડોદરા19,39521917,237
ગાંધીનગર6417995603
ભાવનગર5210684954
બનાસકાંઠા3712343414
આણંદ1788161658
અરવલ્લી94424798
રાજકોટ15,84017214,328
મહેસાણા5199334674
પંચમહાલ3286202891
બોટાદ9107782
મહીસાગર157171342
પાટણ3443512867
ખેડા2026151874
સાબરકાંઠા2149121993
જામનગર9081358689
ભરૂચ3274173125
કચ્છ3165332891
દાહોદ229372114
ગીર-સોમનાથ2036241872
છોટાઉદેપુર7513701
વલસાડ128091256
નર્મદા161611423
દેવભૂમિ દ્વારકા8955838
જૂનાગઢ4178333898
નવસારી143671394
પોરબંદર6184593
સુરેન્દ્રનગર2861122512
મોરબી2556172279
તાપી9406894
ડાંગ1250120
અમરેલી3217262668
અન્ય રાજ્ય1623149
કુલ2,03,5093,9221,85,058
અન્ય સમાચારો પણ છે...