તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત LIVE:કોરોનાના બીજા વેવમાં રાજ્યમાં પહેલીવાર ઘટીને 123 નવા કેસ, 431 દર્દી ડિસ્ચાર્જ થયાં અને 3ના મોત

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ શહેર, જામનગર શહેર અને ગીર સોમનાથ જિલ્લામાં 1-1 મળીને કુલ 3 દર્દીના મોત
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 23 હજાર 10ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 4 હજાર 849 દર્દી ડિસ્ચાર્જ થયા

રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે અને નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં નવો વેરિયન્ટ ડેલ્ટા પ્લસના કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. વડોદરા અને સુરતમાં 1-1 કેસ નોઁધાયા છે. જો કે, બંને હાલ સ્વસ્થ છે. 24 કલાકમાં 123 નવા કેસ નોંધાયા છે. ગઈકાલે 129 કેસ નોંધાયા હતા. અમદાવાદ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન, વડોદરા કોર્પોરેશન, અને સુરત જિલ્લામાં જ ડબલ ડિજિટમાં કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેર, જામનગર શહેર અને ગીર સોમનાથ જિલ્લામાં 1-1 મળીને કુલ 3 દર્દીના મોત થયા છે. તેમજ 431 દર્દી સાજા થયા છે. જેને પગલે રિક્વરી રેટ સુધરીને 98.28 ટકા થયો છે.

4116 એક્ટિવ કેસ અને 38 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 23 હજાર 10ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 45 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 4 હજાર 849 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4116 એક્ટિવ કેસ છે, જેમાંથી 38 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 4078 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ અને નવા કેસ

1લી જૂનથી 25 જૂન સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જૂન1561486922
2 જૂન1333409818
3 જૂન1207301817
4 જૂન1120339816
5 જૂન996300415
6 જૂન848291512
7 જૂન778261311
8 જૂન695212211
9 જૂન644167510
10 જૂન544150511
11 જૂન48115269
12 જૂન49012786
13 જૂન45510636
14 જૂન40511066
15 જૂન35210064
16 જૂન2989355
17 જૂન2837706
18 જૂન2627765
19 જૂન2288745
20 જૂન1856514
21 જૂન1516192
22 જૂન1356123
23 જૂન1384873
24 જૂન1295072
25 જૂન1234313
કુલ આંક1384141858212

રાજ્યમાં કુલ 823010 કેસ, 10045 દર્દીના મોત અને 808,849 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ237,579232,8983,398
સુરત143,095140,0211,949
વડોદરા77,60176,666786
રાજકોટ57,78156,912723
જામનગર34,87334,309477
મહેસાણા24,38924,053177
ભાવનગર21,37720,915298
ગાંધીનગર20,69520,180205
જૂનાગઢ20,38419,993269
બનાસકાંઠા13,59613,411162
કચ્છ12,56012,390145
પંચમહાલ11,75611,66870
પાટણ11,62011,486129
ભરૂચ11,37911,254118
અમરેલી10,74210,630101
ખેડા10,40210,32448
દાહોદ9,9189,87238
આણંદ9,5819,51148
સાબરકાંઠા9,2989,116157
ગીર-સોમનાથ8,5058,27167
મહીસાગર8,1888,10472
સુરેન્દ્રનગર8,1037,962136
નવસારી7,1067,05224
મોરબી6,4936,40287
વલસાડ6,2026,08949
નર્મદા5,9415,92115
અરવલ્લી5,1815,07877
તાપી4,4274,40220
દેવભૂમિ દ્વારકા4,1464,02281
છોટાઉદેપુર3,3943,35337
પોરબંદર3,4593,42219
બોટાદ2,2162,16142
ડાંગ86184218
અન્ય રાજ્ય1621593
કુલ823,010808,84910,045