તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:ગુજરાતમાં ઓલટાઇમ હાઇ 1,790 નવા કેસ અને 1277 દર્દી ડિસ્ચાર્જ, 5 કોર્પોરેશન અને એક જિલ્લામાં કુલ 8 દર્દીનાં મોત

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અમદાવાદ -સુરત શહેરમાં 2-2, જામનગર, વડોદરા અને રાજકોટ શહેર તથા ગાંધીનગર જિલ્લામાં 1-1 મળી કુલ 8 દર્દીનાં મોત
  • રાજ્યમાં હાલ 8823 એક્ટિવ કેસ, જેમાંથી 79 દર્દી વેન્ટિલેટર પર અને 8744 દર્દીની હાલત સ્થિર

ગુજરાતમાં કોરોના હવે પીક પર આવી ગયો છે અને છેલ્લા બે દિવસથી 1700થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં પહેલીવાર કોરોનાના સૌથી વધુ 1,790 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 1277 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે અમદાવાદ અને સુરત શહેરમાં 2-2, જામનગર, વડોદરા અને રાજકોટ શહેર તથા ગાંધીનગર જિલ્લામાં 1-1 મળી કુલ 8 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,466 થયો છે. આ સાથે જ રાજ્યમાં 25 ડિસેમ્બર બાદ પહેલીવાર નવા વર્ષે 8 દર્દીના મોત થયા છે.

એક્ટિવ કેસનો આંકડો 8 હજારને પાર
23 માર્ચે 1730, 22 માર્ચે 1,640 અને અગાઉ 27 નવેમ્બરે 1,607 કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ 95.45 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 32 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 8 હજારને પાર કરી ગયો છે અને હાલ 8823 એક્ટિવ કેસ છે.

ગંભીર બીમારી સહિતના વધુ વયના લોકોને વેક્સિન અપાઈ
અત્યાર સુધી 36 લાખ 77 હજાર 467 લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખ 17 હજાર 132 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 42 લાખ 94 હજાર 599નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 1 લાખ 76 હજાર 574 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

8823 એક્ટિવ કેસ, 79 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 92 હજાર 169ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,466 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 78 હજાર 880 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 8823 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 8744 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 24 માર્ચ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
11 માર્ચ7104510
12 માર્ચ7154952
13 માર્ચ7755792
14 માર્ચ8105862
15 માર્ચ8905941
16 માર્ચ9547032
17 માર્ચ11227753
18 માર્ચ12768993
19 માર્ચ14159484
20 માર્ચ15659696
21 માર્ચ15809897
22 માર્ચ164011104
23 માર્ચ173012554
24 માર્ચ179012778
કુલ આંક4713147997160

રાજ્યમાં કુલ 2,92,169 કેસ અને 4,466 દર્દીનાં મોત અને 2,78,880 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ68,37764,2712,340
સુરત60,21756,371992
વડોદરા32,64831,439245
રાજકોટ25,54124,679203
જામનગર11,09710,85936
ગાંધીનગર9,2698,960109
મહેસાણા7,3847,18838
ભાવનગર6,6256,30968
જૂનાગઢ5,6565,58033
કચ્છ4,8764,68733
બનાસકાંઠા4,7974,70839
પંચમહાલ4,6424,47323
ભરૂચ4,4884,31318
પાટણ4,4024,25253
અમરેલી4,0783,97133
સુરેન્દ્રનગર3,5983,53614
ખેડા3,7213,60118
દાહોદ3,5723,4367
મોરબી3,4933,38419
સાબરકાંઠા3,3413,24313
આણંદ2,9532,85717
ગીર-સોમનાથ2,7102,64324
નર્મદા2,3262,2361
મહીસાગર2,2662,13710
નવસારી1,7301,6868
વલસાડ1,4841,4409
અરવલ્લી12701,22226
દેવભૂમિ દ્વારકા12011,1505
તાપી11401,0937
બોટાદ10721,05214
છોટાઉદેપુર10429823
પોરબંદર7527414
ડાંગ2021891
અન્ય રાજ્ય1621593
કુલ292,132278,8474,466
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો