તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત:રાજ્યના 7 મહાનગર અને 24 જિલ્લામાં કુલ 152ના મોત, કોરોનાના રેકોર્ડબ્રેક 14,097 કેસ સાથે સુરતમાં કુલ કેસનો આંકડો એક લાખને પાર

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં હાલ 1,07,594 એક્ટિવ કેસ, જેમાંથી 396 દર્દી વેન્ટિલેટર પર અને 1,07,198 દર્દીની હાલત સ્થિર
  • સતત 25મા દિવસે ઓલટાઈમ હાઈ કેસ નોંધાયા છે. 31 માર્ચથી સતત નવા કેસ ઓલટાઈમ હાઈ આવી રહ્યા છે

રાજ્યમાં દિવસેને દિવસે મેડિકલ અંધાધૂંધી વકરી રહી છે. દૈનિક કેસો ઘટવાનું તો દૂર સ્થિર પણ ન થતા હોવાથી દર્દીઓ ઓક્સિજન વિના મોતને ભેટી રહ્યા છે. એટલું જ નહીં મોતનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમવાર મોતનો આંકડો 150ને પાર થયો છે. રાજ્યના 7 મહાનગર અને 24 જિલ્લામાં કોરોનાના કારણે 152 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. જ્યારે પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 14 હજારને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં ઓલટાઈમ હાઈ 14,097 નવા કેસ નોંધાયા છે. જ્યારે 6,479 દર્દીએ કોરોનાને માત આપી છે. સુરત શહેર અને જિલ્લામાં આજે 2,686 નવા કેસ નોંધાયા છે આ સાથે જ કુલ પોઝિટિવનો આંકડો 102,481 થયો છે

જ્યારે રિક્વરી રેટ ઘટીને 76.38 ટકા થયો છે. સતત 25મા દિવસે ઓલટાઈમ હાઈ કેસ નોંધાયા છે. 31 માર્ચથી સતત નવા કેસ ઓલટાઈમ હાઈ બનાવી રહ્યા છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસ પણ 1 લાખને પાર થઈને 1,07,594 થઈ ગયા છે. તેમજ મૃત્યુઆંક 6,171 થયો છે.

કયા શહેર અને જિલ્લામાં કેટલાં મોત
24 કલાક દરમિયાન અમદાવાદ શહેર અને સુરત શહેરમાં 25-25, વડોદરા શહેરમાં 9, રાજકોટ શહેરમાં 8, સુરેન્દ્રનગર અને સાબરકાંઠા જિલ્લામાં 6-6, વડોદરા અને મોરબી જિલ્લામાં 5-5, મહેસાણા, ભાવનગર શહેર, ભાવનગર અને રાજકોટમાં 4-4, સુરત, બનાસકાંઠા અને ડાંગ જિલ્લામાં 3-3, પાટણ, જૂનાગઢ શહેર, ગાંધીનગર, જૂનાગઢ, મહીસાગર, વલસાડ, અમરેલી, અરવલ્લી અને દેવભૂમિ દ્વારકા 2-2, જ્યારે તાપી, આણંદ, અમદાવાદ, પોરબંદર અને બોટાદમાં 1-1 મળીને કુલ 152 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા હતા.

1 લાખ 69 હજાર 366ને રસી આપવામાં આવી
આજે રાજ્યમાં 1 લાખ 69 હજાર 366ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 92 લાખ 99 હજાર 215 લોકોને પ્રથમ ડોઝ અને 18 લાખ 71 હજાર 782 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 11 લાખ 70 હજાર 997નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 76 હજાર 136 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 80 હજાર 910ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

1,07,594 એક્ટિવ કેસ અને 396 વેન્ટિલેટર પર
રાજ્યમાં છેલ્લા 84 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 4 લાખ 81 હજાર 737ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 6,171 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 67 હજાર 972 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,07,594 એક્ટિવ કેસ છે, જેમાંથી 396 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,07,198 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 24 એપ્રિલ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
11 માર્ચ7104510
12 માર્ચ7154952
13 માર્ચ7755792
14 માર્ચ8105862
15 માર્ચ8905941
16 માર્ચ9547032
17 માર્ચ11227753
18 માર્ચ12768993
19 માર્ચ14159484
20 માર્ચ15659696
21 માર્ચ15809897
22 માર્ચ164011104
23 માર્ચ173012554
24 માર્ચ179012778
25 માર્ચ196114057
26 માર્ચ219014226
27 માર્ચ227615345
28 માર્ચ227016058
29 માર્ચ225217318
30 માર્ચ2220198810
31 માર્ચ236020049
1 એપ્રિલ241020159
2 એપ્રિલ2640206611
3 એપ્રિલ2815206313
4 એપ્રિલ2875202414
5 એપ્રિલ3160201815
6 એપ્રિલ3280216717
7 એપ્રિલ3575221722
8 એપ્રિલ4021219735
9 એપ્રિલ4541228042
10 એપ્રિલ5011252549
11 એપ્રિલ5469297654
12 એપ્રિલ6021285455
13 એપ્રિલ6690274867
14 એપ્રિલ7410264273
15 એપ્રિલ8152302381
16 એપ્રિલ8920338794
17 એપ્રિલ9541378397
18 એપ્રિલ103403981110
19 એપ્રિલ114034179117
20 એપ્રિલ122064339121
21 એપ્રિલ125534802125
22 એપ્રિલ131055010137
23 એપ્રિલ138045618142
24 એપ્રિલ140976479152
કુલ આંક2366991370791865

રાજ્યમાં કુલ 4,81,737 કેસ, 6,171 દર્દીના મોત અને 3,67,972 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ126,76585,3152,762
સુરત102,48179,4571,457
વડોદરા46,33039,882406
રાજકોટ39,88134,495373
જામનગર18,54214,948112
ગાંધીનગર12,97211,054141
મહેસાણા12,8219,05663
ભાવનગર10,5837,990113
જૂનાગઢ8,2247,06454
બનાસકાંઠા7,5296,43268
પાટણ7,2965,88465
કચ્છ7,0535,38933
ભરૂચ6,7635,07642
પંચમહાલ6,2295,34031
અમરેલી5,5635,01341
ખેડા5,3384,55122
દાહોદ5,2084,66812
સુરેન્દ્રનગર4,9144,01258
મોરબી4,7473,99350
સાબરકાંઠા4,7233,75547
આણંદ4,1733,50321
મહીસાગર3,7012,84223
નર્મદા3,6152,9122
ગીર-સોમનાથ3,5242,98726
નવસારી3,2962,3228
વલસાડ2,6311,84816
તાપી2,3531,50510
દેવભૂમિ દ્વારકા1,9351,37123
અરવલ્લી1,9091,37535
બોટાદ1,5661,18822
છોટાઉદેપુર1,5241,32611
પોરબંદર1,1029006
ડાંગ46936511
અન્ય રાજ્ય1621593
કુલ481,737367,9726,171
અન્ય સમાચારો પણ છે...