તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત LIVE:ગુજરાતમાં ઓલટાઈમ હાઇ 1,730 નવા કેસ અને 1255 દર્દી ડિસ્ચાર્જ, રાજ્યમાં 8 હજારથી વધુ એક્ટિવ કેસ, અમદાવાદ-સુરતમાં કુલ 4 દર્દીનાં મોત

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગઈકાલે 1,640 અને અગાઉ 27 નવેમ્બરે 1,607 કેસ નોંધાયા હતા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં પહેલીવાર કોરોના સૌથી વધુ 1,730 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 1110 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 8 હજારને પાર થઈ ગયો છે. જ્યારે અમદાવાદ અને સુરત શહેરમાં 2-2 મળી કુલ 4 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,454 થયો છે. ગઈકાલે 1,640 અને અગાઉ 27 નવેમ્બરે 1,607 કેસ નોંધાયા હતા.

એક્ટિવ કેસનો આંકડો 8 હજારને પાર
આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ 95.60 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 31 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 8 હજારને પાર કરી ગયો છે અને હાલ 8318 એક્ટિવ કેસ છે.

રાજ્યના 1 જિલ્લામાં શૂન્ય કેસ
ડાંગ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.

આગામી 1 એપ્રિલથી 45થી 59 વર્ષની વ્યક્તિઓને કોવિડની રસી અપાશે

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતી રવિએ જણાવ્યું હતું કે ભારત સરકારની નવી માર્ગદર્શિકા મુજબ આગામી 1 એપ્રિલ 2021થી રાજ્યમાં 45 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને કોવિડની રસી અપાશે. ડૉ. રવીએ ઉમેર્યુ કે, 45 વર્ષથી વધુ ઉમરના જેને કોઇ બિમારી હોય કે ના હોય તેવા તમામ વ્યક્તિઓને કોવિડ-19ની રસી આપવામાં આવશે. તા. 1 એપ્રિલ 2021ના રોજ થી 45થી 59 વર્ષના વ્યક્તિઓને અન્ય બિમારી માટેનું ડોક્ટરના પ્રમાણપત્રની જરૂરીયાત રહેશે નહીં.

વધુમાં કોવિશીલ્ડ વેક્સિન અંગે માહિતી આપતાં ડો. રવિએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા રચાયેલ ટાસ્ક ફોર્સની સલાહ મુજબ કોરોના વેક્સિન-કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે ચારથી આઠ અઠવાડિયાનું અંતર રાખવા જણાવાયુ છે.

ગંભીર બીમારી સહિતના વધુ વયના લોકોને વેક્સિન અપાઈ
અત્યાર સુધી 34 લાખ 94 હજાર 277 લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખ 9 હજાર 464 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 41 લાખ 3 હજાર 741નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 2 લાખ 14 હજાર 172 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

8318 એક્ટિવ કેસ, 76 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યારસુધીમાં 2 લાખ 90 હજાર 379ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,458 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 77 હજાર 603 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 8318 એક્ટિવ કેસ છે, જેમાંથી 76 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 8242 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 23 માર્ચ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
11 માર્ચ7104510
12 માર્ચ7154952
13 માર્ચ7755792
14 માર્ચ8105862
15 માર્ચ8905941
16 માર્ચ9547032
17 માર્ચ11227753
18 માર્ચ12768993
19 માર્ચ14159484
20 માર્ચ15659696
21 માર્ચ15809897
22 માર્ચ164011104
23 માર્ચ173012554
કુલ આંક4534146720152

રાજ્યમાં કુલ 2,90,379 કેસ અને 4,458 દર્દીનાં મોત અને 2,77,603 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ67,88663,8102,338
સુરત59,63556,031990
વડોદરા32,48331,325244
રાજકોટ25,37724,586202
જામનગર11,06210,84135
ગાંધીનગર9,2308,934108
મહેસાણા7,3677,17538
ભાવનગર6,5876,29068
જૂનાગઢ5,6475,57333
કચ્છ4,8614,68333
બનાસકાંઠા4,7854,70739
પંચમહાલ4,6374,45523
ભરૂચ4,4884,31318
પાટણ4,3834,24453
અમરેલી4,0783,97133
સુરેન્દ્રનગર3,5983,53614
ખેડા3,7023,56318
દાહોદ3,5563,4317
મોરબી3,4813,37419
સાબરકાંઠા3,3313,22913
આણંદ2,9432,85717
ગીર-સોમનાથ2,7042,63824
નર્મદા2,3092,2181
મહીસાગર2,2552,13710
નવસારી1,7231,6858
વલસાડ1,4771,4379
અરવલ્લી12681,21826
દેવભૂમિ દ્વારકા11941,1505
તાપી11321,0937
બોટાદ10711,05214
છોટાઉદેપુર10419653
પોરબંદર7507414
ડાંગ1981891
અન્ય રાજ્ય1621593
કુલ290,379277,6034,458
અન્ય સમાચારો પણ છે...