કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 5 મહિના બાદ 900થી વધુ કેસ; 937 નવા કેસ સામે 745 રિકવર અને એક દર્દીનું મોત

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં 158 દિવસ એટલે કે 5 મહિના બાદ 900થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 937 નવા કેસ નોંધાયા છે. જ્યારે 745 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 311 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.68 ટકા થયો છે. અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું છે. અગાઉ 15 ફેબ્રુઆરીએ 998 કેસ નોંધાયા હતા. ગઈકાલે 22 જુલાઈએ 3 દર્દીના મોત નોંધાયા હતા. જ્યારે છેલ્લે 25 ફેબ્રુઆરીએ 5ના મોત થયાં હતાં.

5470 એક્ટિવ કેસ, 11 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 47 હજાર 645ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 960 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 31 હજાર 215 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 5470 એક્ટિવ કેસ છે, 11 દર્દી વેન્ટિલેટર પર છે અને 5459 દર્દીઓની હાલત સ્થિર છે.

જુલાઈ મહિનામાં 14 દર્દીના મોત
આજે 22મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત નોઁધાયું છે.જ્યારે 1લી જુલાઈએ વલસાડમાં અને 4 જુલાઈએ મહેસાણામાં 1-1 દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં એક સપ્તાહ બાદ 12 જુલાઈએ ગાંધીનગર અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 2ના મોત થયા હતા. ત્યારબાદ 14 જુલાઈએ અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું. 15 જુલાઈએ અમદાવાદ શહેર અને ભાવનગર શહેરમાં 1-1 મળી કુલ 2 દર્દીના કોરોનાથી મોત થયા હતા. 16 જુલાઈએ રાજકોટ જિલ્લામાં એક દર્દીનું મોત થયું હતું. 21મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત થયાં હતાં. 22મી જુલાઈએ અમદાવાદ શહેર, સુરત શહેર અને ભાવનગર શહેરમાં 1-1 એમ કુલ 3નાં મોત થયાં હતાં.

1 જૂનથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જૂન40360
2 જૂન50250
3 જૂન46330
4 જૂન56300
5 જૂન68210
6 જૂન53490
7 જૂન72530
8 જૂન111230
9 જૂન117450
10 જૂન143511
11 જૂન154580
12 જૂન140660
13 જૂન111570
14 જૂન165770
15 જૂન1841121
16 જૂન2281170
17 જૂન2251410
18 જૂન2341590
19 જૂન2441310
20 જૂન2171300
21 જૂન2261630
22 જૂન4071900
23 જૂન4162300
24 જૂન3802090
25 જૂન4192180
26 જૂન4202560
27 જૂન3512480
28 જૂન4752480
29 જૂન5294080
30 જૂન5474190
1 જુલાઈ6323841
2 જુલાઈ5803910
3 જુલાઈ4563860
4 જુલાઈ4194541
5 જુલાઈ5724890
6 જુલાઈ6655360
7 જુલાઈ7175620
8 જુલાઈ6366220
9 જુલાઈ6685150
10 જુલાઈ5464630
11 જુલાઈ5114260
12 જુલાઈ5776332
13 જુલાઈ7426730
14 જુલાઈ7376871
15 જુલાઈ8226122
16 જુલાઈ7776261
17 જુલાઈ6445000
18 જુલાઈ5966040
19 જુલાઈ7876590
20 જુલાઈ8946910
21 જુલાઈ8167452
22 જુલાઈ8847703
23 જુલાઈ9377451
કુલ આંક224431717616

રાજ્યમાં કુલ 1247645 કેસ, અને 10960 દર્દીનાં મોત અને 1231215 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ394,616388,9263,626
સુરત208,231205,6072,081
વડોદરા142,545141,053921
રાજકોટ85,41184,347799
જામનગર42,18541,585520
ગાંધીનગર36,40235,824228
મહેસાણા31,89231,388195
ભાવનગર30,01329,417364
જૂનાગઢ22,77322,495272
કચ્છ19,50419,230146
બનાસકાંઠા18,52818,271166
ભરૂચ17,58317,353152
પાટણ16,60216,343129
આણંદ15,71115,58953
ખેડા14,80414,73855
પંચમહાલ13,58313,48583
વલસાડ13,39413,19492
અમરેલી13,07512,940105
નવસારી12,28712,18541
સાબરકાંઠા11,92611,697163
દાહોદ11,31711,26346
મોરબી10,97710,81795
સુરેન્દ્રનગર10,19210,016139
ગીર-સોમનાથ9,7929,70967
મહીસાગર8,8728,79675
નર્મદા6,6406,62515
તાપી5,8485,80230
અરવલ્લી5,8135,70081
દેવભૂમિ દ્વારકા5,3245,18689
પોરબંદર4,2674,20425
છોટાઉદેપુર3,7563,71838
બોટાદ2,3602,31148
ડાંગ1,2601,24218
અન્ય રાજ્ય1621593
કુલ1,247,6451,231,21510,960
અન્ય સમાચારો પણ છે...