તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત:રાજ્યમાં 10 દિવસમાં જ દૈનિક કેસ ડબલ, 24 કલાકમાં જ રેકોર્ડતોડ 13,804 કેસ અને 142નાં મોત, એક લાખ દર્દી સારવાર હેઠળ

અમદાવાદ12 દિવસ પહેલા
  • કુલ મળીને 1 કરોડ 10 લાખ 1 હજાર 631નું વેક્સિનેશન પૂર્ણ
  • અત્યારસુધીમાં 4 લાખ 67 હજાર 640 કેસ નોંધાયા અને 6019નાં મોત થયાં

રાજ્યમાં દિવસેને દિવસે મેડિકલ અંધાધૂંધી વકરી રહી છે. દૈનિક કેસો ઘટવાનું તો દૂર સ્થિર પણ ન થતા હોવાથી દર્દીઓ ઓક્સિજન વિના મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે ફરી કોરોનાના કેસ નોંધાયા છે. 24 કલાકમાં ઓલટાઈમ હાઈ 13,804 નવા કેસ નોંધાયા છે. માત્ર 10 દિવસમાં ડબલ થઈ ગયા છે. 13 એપ્રિલે 6690 કેસ નોંધાયા હતા. તેમજ 142 દર્દીનાં મોત થયાં છે, જ્યારે 5,618 દર્દીએ કોરોનાને માત આપી છે.

જ્યારે રિક્વરી રેટ ઘટીને 77.30 ટકા થયો છે. સતત 24મા દિવસે ઓલટાઈમ હાઈ કેસ નોંધાયા છે. 31 માર્ચથી સતત નવા કેસ ઓલટાઈમ હાઈ બનાવી રહ્યા છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસ પણ 1 લાખને પાર થઈને 100128 થઈ ગયા છે. તેમજ મૃત્યુઆંક 6019 થયો છે.

કયા શહેર અને જિલ્લામાં કેટલાં મોત
24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં 21, સુરત શહેરમાં 19, રાજકોટ શહેરમાં 10, વડોદરા શહેરમાં 10, જામનગર શહેરમાં 9, વડોદરા જિલ્લામાં 6, સાબરકાંઠામાં 6, બનાસકાંઠા અને જામનગર જિલ્લામાં 5-5, મહેસાણા, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગરમાં 4-4, ભાવનગર જિલ્લા અને શહેરમાં 4-4, ભરૂચમાં 3, પાટણ, વલસાડ, જૂનાગઢ શહેર અને જિલ્લામાં, ગાંધીનગર જિલ્લામાં અને બોટાદમાં 2-2, અમરેલી, અરવલ્લી, અમદાવાદ જિલ્લામાં, પંચમહાલ, મહિસાગર, દાહોદ, ગાંધીનગર, શહેર નર્મદા, છોટાઉદેપુરમાં 1-1ના મોત મળી કુલ 142નાં મોત થયાં છે.

1 લાખ 42 હજાર 558ને રસી આપવામાં આવી
આજે રાજ્યમાં 1 લાખ 42 હજાર 558ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 92 લાખ 15 હજાર 310 લોકોને પ્રથમ ડોઝ અને 17 લાખ 86 હજાર 321 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 10 લાખ 1 હજાર 631નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 57 હજાર 228 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 76 હજાર 95ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

100128 એક્ટિવ કેસ અને 384 વેન્ટિલેટર પર
રાજ્યમાં છેલ્લા 83 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 4 લાખ 67 હજાર 640ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 6019 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 61 હજાર 493 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 10028 એક્ટિવ કેસ છે, જેમાંથી 384 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 99,744 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 23 એપ્રિલ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
11 માર્ચ7104510
12 માર્ચ7154952
13 માર્ચ7755792
14 માર્ચ8105862
15 માર્ચ8905941
16 માર્ચ9547032
17 માર્ચ11227753
18 માર્ચ12768993
19 માર્ચ14159484
20 માર્ચ15659696
21 માર્ચ15809897
22 માર્ચ164011104
23 માર્ચ173012554
24 માર્ચ179012778
25 માર્ચ196114057
26 માર્ચ219014226
27 માર્ચ227615345
28 માર્ચ227016058
29 માર્ચ225217318
30 માર્ચ2220198810
31 માર્ચ236020049
1 એપ્રિલ241020159
2 એપ્રિલ2640206611
3 એપ્રિલ2815206313
4 એપ્રિલ2875202414
5 એપ્રિલ3160201815
6 એપ્રિલ3280216717
7 એપ્રિલ3575221722
8 એપ્રિલ4021219735
9 એપ્રિલ4541228042
10 એપ્રિલ5011252549
11 એપ્રિલ5469297654
12 એપ્રિલ6021285455
13 એપ્રિલ6690274867
14 એપ્રિલ7410264273
15 એપ્રિલ8152302381
16 એપ્રિલ8920338794
17 એપ્રિલ9541378397
18 એપ્રિલ103403981110
19 એપ્રિલ114034179117
20 એપ્રિલ122064339121
21 એપ્રિલ125534802125
22 એપ્રિલ131055010137
23 એપ્રિલ13,8045618142
કુલ આંક222,6021,30,6001713

રાજ્યમાં કુલ 4,67,640 કેસ, 6,019 દર્દીના મોત અને 3,61,493 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ126,75883,6612,736
સુરત99,79577,6731,429
વડોદરા45,62939,220393
રાજકોટ39,33133,776361
જામનગર17,90314,59597
ગાંધીનગર12,68610,966139
મહેસાણા12,3918,92859
ભાવનગર10,2737,858105
જૂનાગઢ7,9766,91450
પાટણ7,0845,77563
બનાસકાંઠા7,2386,11868
કચ્છ6,8635,27433
ભરૂચ6,6095,01742
પંચમહાલ6,1245,27131
અમરેલી5,5524,83739
ખેડા5,1924,47522
દાહોદ50824,52512
સુરેન્દ્રનગર4,8163,96352
મોરબી4,6823,94645
સાબરકાંઠા4,5793,74241
આણંદ4,1373,50320
મહીસાગર3,5912,79321
નર્મદા3,5442,8892
ગીર-સોમનાથ3,4172,93726
નવસારી3,1532,2548
વલસાડ2,5261,81214
તાપી2,2491,4599
દેવભૂમિ દ્વારકા1,9221,32021
અરવલ્લી1,7831,35233
બોટાદ1,5021,15621
છોટાઉદેપુર1,4781,26811
પોરબંદર10118565
ડાંગ4023358
અન્ય રાજ્ય1621593
કુલ4,67,6403,61,4936,019
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો