રેકોર્ડતોડ ત્રીજી લહેર:રાજ્યમાં 7476 નવા કેસ અને 3 મોત, સુરતમાં પહેલીવાર 2000ને પાર, જૂન-ડિસેમ્બરના 6 મહિના કરતા ડબલ કેસ જાન્યુઆરીના 11 દિવસમાં

4 મહિનો પહેલા
  • અમદાવાદમાં 2903 અને સુરતમાં 2114 નવા કેસથી હાહાકાર, સુરત-વલસાડ-પોરબંદરમાં એક-એકના મોત
  • બીજી લહેરમાં જૂનથી ડિસે.-2020 સુધીમાં 22654 કેસ સામે જાન્યુ.-21માં અત્યારસુધીમાં જ 44045 કેસ

જૂન-ડિસેમ્બર 2021ના 6 મહિનામાં 22654 હતાં, તેના કરતા ડબલ કેસ 44045 જાન્યુઆરીના 11 દિવસમાં નોઁધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 7476 નવા કેસ નોંધાયા છે અને 2704 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં 1-1 દર્દી મળી રાજ્યમાં 3 દર્દીના મોત થયા છે. એટલું જ નહીં, 8 મહિના બાદ પહેલીવાર રાજ્યમાં 7 હજારથી વધુ કેસ આવ્યા છે. અગાઉ 17 મેએ 7135 કેસ હતા. ત્રીજી લહેરમાં પહેલીવાર સુરતમાં 2 હજારથી વધુ કેસ નોંધાયા છે. આજે 2114 કેસ છે અને અમદાવાદમાં 2903 કેસ છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 94.59% છે.

37238 એક્ટિવ કેસ અને 34 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 75 હજાર 777ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 133 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 28 હજાર 406 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 37 હજાર 238 એક્ટિવ કેસ છે, જેમાંથી 34 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 37 હજાર 204 દર્દીની હાલત સ્થિર છે.

ઓમિક્રોનના શૂન્ય નવા કેસ
રાજ્યમાં આજે 11 જાન્યુઆરીએ ઓમિક્રોનના શૂન્ય કેસ છે. 10 જાન્યુઆરીએ અમદાવાદ શહેરમાં 5, આણંદમાં 4, ગાંધીનગર શહેરમાં 5, વડોદરા શહેરમાં 9, કચ્છમાં 2, ગાંધીનગર જિલ્લામાં 1 અને રાજકોટ શહેરમાં 2 નવા ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 27, આણંદમાં 2, મહેસાણામાં 3 કચ્છમાં 5 એમ કુલ 37 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

10 જાન્યુઆરીએ કચ્છમાં 2 દર્દી ડિસ્ચાર્જ, 9 જાન્યુઆરીએ રાજકોટમાં 6, વડોદરા શહેરમાં 9 અને અમદાવાદ શહેરમાં 1 મળી કુલ 19 દર્દી ડિસ્ચાર્જ થયા છે. 8 જાન્યુઆરીએ ઓમિક્રોનના 32 નવા કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 12, આણંદ અને વડોદરા શહેરમાં 5, મહેસાણામાં 3, ભરૂચમાં 2 તથા રાજકોટ, બનાસકાંઠા, કચ્છ, અમદાવાદ જિલ્લો અને અમરેલીમાં 1-1 કેસ આવ્યા હતા. જ્યારે આણંદ અને અમરેલીમાં 7-7 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 264 ઓમિક્રોનના કેસ આવ્યા જેમાંથી 225 દર્દી ડિસ્ચાર્જ થઈ ગયા છે. હાલમાં ઓમિક્રોનના 39 દર્દી સારવાર હેઠળ છે.

રાજ્યમાં જાન્યુઆરીના 11 દિવસમાં કોરોનાથી 15નાં મોત
આજે 11 જાન્યુઆરીએ વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં 1-1 મળી કુલ 3 દર્દીના મોત થયા છે, 10 જાન્યુઆરીએ કોરોનાના કારણે રાજ્યમાં 2 દર્દીના મોત થયા હતા, જેમાં રાજકોટ જિલ્લા અને સુરત જિલ્લામાં 1-1નાં મોત હતું. ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જ કોરોનાના નવા કેસ તેમજ મોતની આંકડામાં વધારો નોંધાયો હતો. પરંતુ જાન્યુઆરી 2022થી તો કોરોના રોકેટની ગતિએ ગુજરાતમાં વધી રહ્યો છે, સાથે જ મોતના આંકડામાં પણ વધારો થયો છે. ગત 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધીમાં કોરોનાના કારણે 6 દર્દીઓના મોત થયા હતા.

આ પહેલા 1 જાન્યુઆરી અને 2 જાન્યુઆરીએ નવસારીમાં કોરોનાથી એક-એકનું મોત નિપજ્યું હતું. 3 જાન્યુઆરીએ જામનગર શહેરમાં 2 અને નવસારી જિલ્લામાં 1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. 4 જાન્યુઆરીએ ભાવનગર અને નવસારી જિલ્લામાં 1-1 મળી કુલ 2 દર્દીના મોત થયાં હતા. 5 જાન્યુઆરીએ અમરેલીમાં અને 6 જાન્યુઆરીએ તાપી જિલ્લામાં એકનું મોત નોંધાયું હતું. તો 7 જાન્યુઆરીએ સુરત જિલ્લામાં એક દર્દીનું મોત નોંધાયું હતું. 8 જાન્યુઆરીએ એક પણ દર્દીનું મોત થયું ન હતું. જાન્યુઆરી મહિનાના માત્ર 11 જ દિવસમાં કોરોનાના કારણે 15 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 ડિસેમ્બરથી 11 જાન્યુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ડિસેમ્બર45261
2 ડિસેમ્બર50241
3 ડિસેમ્બર45450
4 ડિસેમ્બર44360
5 ડિસેમ્બર48241
6 ડિસેમ્બર38370
7 ડિસેમ્બર61390
8 ડિસેમ્બર67220
9 ડિસેમ્બર69270
10 ડિસેમ્બર63393
11 ડિસેમ્બર71270
12 ડિસેમ્બર56320
13 ડિસેમ્બર58561
14 ડિસેમ્બર55481
15 ડિસેમ્બર53530
16 ડિસેમ્બર68430
17 ડિસેમ્બર60581
18 ડિસેમ્બર68740
19 ડિસેમ્બર51550
20 ડિસેમ્બર70631
21 ડિસેમ્બર87732
22 ડિસેમ્બર91412
23 ડિસેમ્બર111782
24 ડિસેમ્બર98693
25 ડિસેમ્બર179342
26 ડિસેમ્બર177660
27 ડિસેમ્બર204651
28 ડિસેમ્બર394591
29 ડિસેમ્બર548651
30 ડિસેમ્બર5731022
31 ડિસેમ્બર654630
1 જાન્યુઆરી10691031
2 જાન્યુઆરી9681411
3 જાન્યુઆરી12591513
4 જાન્યુઆરી22652402
5 જાન્યુઆરી33502361
6 જાન્યુઆરી42138301
7 જાન્યુઆરી539611581
8 જાન્યુઆરી567713590
9 જાન્યુઆરી627512630
10 જાન્યુઆરી609715392
11 જાન્યુઆરી747627043
કુલ આંક483011126741

રાજ્યમાં કુલ 875,777 કેસ, 10,133 દર્દીના મોત અને 828,406 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ258,923239,8043,412
સુરત156,432143,9181,961
વડોદરા81,46078,613788
રાજકોટ60,34057,805733
જામનગર35,60334,697483
મહેસાણા24,83824,305177
ભાવનગર22,16221,264303
ગાંધીનગર21,95220,761205
જૂનાગઢ20,80320,440271
બનાસકાંઠા13,76713,498162
કચ્છ13,44512,917145
પંચમહાલ11,97811,72370
પાટણ11,66611,505129
ભરૂચ11,94811,411118
અમરેલી10,97410,767103
ખેડા11,27310,81349
દાહોદ10,0919,94238
આણંદ1,6199,87651
સાબરકાંઠા9,5249,190157
ગીર-સોમનાથ8,6998,54667
મહીસાગર8,3178,15772
સુરેન્દ્રનગર8,2577,995136
નવસારી7,8817,43130
મોરબી6,8106,48187
વલસાડ7,5436,57961
નર્મદા6,0125,94215
અરવલ્લી5,2815,11779
તાપી4,5174,44625
દેવભૂમિ દ્વારકા4,2894,11283
પોરબંદર3,5283,48322
છોટાઉદેપુર3,4093,35738
બોટાદ2,2222,17742
ડાંગ87584918
અન્ય રાજ્ય1621593
કુલ875,777828,40610,133
અન્ય સમાચારો પણ છે...