આંકડાનો ખેલ ફરી શરુઃ:અમદાવાદમાં કેસ 1 દિવસમાં 24% ઘટી 1923, સુરતમાં 13 કેસ વધીને 1892, એક અઠવાડિયે રાજ્યમાં કેસ ઘટી 6097 થયા

10 દિવસ પહેલા
  • સુરત અને રાજકોટમાં 1-1નું મોત, 2 જાન્યુઆરી પછી રાજ્યમાં પહેલી વાર પોઝિટિવના આંકડા ઘટ્યા
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 68 હજાર 301ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. છેલ્લા 8 દિવસથી વધતાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો છે. સતત ત્રીજીવાર 6 હજારથી વધુ કેસ આવ્યા છે. 24 કલાકમાં રાજ્યમાં 6097 નવા કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 1893 કેસ નોંધાયા છેે. જે એક દિવસમાં જ 24 ટકા ઘટ્યા છે, ગઈકાલે 2567 કેસ હતા. જ્યારે સુરતમાં 1778 કેસ સામે આવ્યા છે. ગઈકાલે 1661 કેસ હતા, જ્યારે રાજ્યમાં 1539 દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 2 દિવસ શૂન્ય કેસ રહ્યા બાદ આજે રાજકોટ જિલ્લા અને સુરત જિલ્લામાં એક-એક દર્દીનું કોરોનાથી મોત નોંધાયું છે.

32469 એક્ટિવ કેસ અને 29 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 68 હજાર 301ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 130 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 25 હજાર 702 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 32 હજાર 469 એક્ટિવ કેસ છે, જેમાંથી 29 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 32 હજાર 440 દર્દીની હાલત સ્થિર છે.

ઓમિક્રોનના 28 નવા કેસ
રાજ્યમાં આજે 10 જાન્યુઆરીએ અમદાવાદ શહેરમાં 5, આણંદમાં 4, ગાંધીનગર શહેરમાં 5, વડોદરા શહેરમાં 9, કચ્છમાં 2, ગાંધીનગર જિલ્લામાં 1 અને રાજકોટ શહેરમાં 2 નવા ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 27, આણંદમાં 2, મહેસાણામાં 3 કચ્છમાં 5 એમ કુલ 37 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

9 જાન્યુઆરીએ રાજકોટમાં 6, વડોદરા શહેરમાં 9 અને અમદાવાદ શહેરમાં 1 મળી કુલ 19 દર્દી ડિસ્ચાર્જ થયા છે. 8 જાન્યુઆરીએ ઓમિક્રોનના 32 નવા કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 12, આણંદ અને વડોદરા શહેરમાં 5, મહેસાણામાં 3, ભરૂચમાં 2 તથા રાજકોટ, બનાસકાંઠા, કચ્છ, અમદાવાદ જિલ્લો અને અમરેલીમાં 1-1 કેસ આવ્યા હતા. જ્યારે આણંદ અને અમરેલીમાં 7-7 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 264 ઓમિક્રોનના કેસ આવ્યા જેમાંથી 223 દર્દી ડિસ્ચાર્જ થઈ ગયા છે. હાલમાં ઓમિક્રોનના 41 દર્દી સારવાર હેઠળ છે.

રાજ્યમાં જાન્યુઆરીના 10 દિવસમાં કોરોનાથી 12નાં મોત
આજે 10 જાન્યુઆરીએ કોરોનાના કારણે રાજ્યમાં 2 દર્દીના મોત થયા છે, જેમાં રાજકોટ જિલ્લા અને સુરત જિલ્લામાં 1-1નાં મોત થયા છે. ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જ કોરોનાના નવા કેસ તેમજ મોતની આંકડામાં વધારો નોંધાયો હતો. પરંતુ જાન્યુઆરી 2022થી તો કોરોના રોકેટની ગતિએ ગુજરાતમાં વધી રહ્યો છે, સાથે જ મોતના આંકડામાં પણ વધારો થયો છે. ગત 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધીમાં કોરોનાના કારણે 6 દર્દીઓના મોત થયા હતા.

આ પહેલા 1 જાન્યુઆરી અને 2 જાન્યુઆરીએ નવસારીમાં કોરોનાથી એક-એકનું મોત નિપજ્યું હતું. 3 જાન્યુઆરીએ જામનગર શહેરમાં 2 અને નવસારી જિલ્લામાં 1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. 4 જાન્યુઆરીએ ભાવનગર અને નવસારી જિલ્લામાં 1-1 મળી કુલ 2 દર્દીના મોત થયાં હતા. 5 જાન્યુઆરીએ અમરેલીમાં અને 6 જાન્યુઆરીએ તાપી જિલ્લામાં એકનું મોત નોંધાયું હતું. તો 7 જાન્યુઆરીએ સુરત જિલ્લામાં એક દર્દીનું મોત નોંધાયું હતું. 8 જાન્યુઆરીએ એક પણ દર્દીનું મોત થયું ન હતું. જાન્યુઆરી મહિનાના માત્ર 7 જ દિવસમાં કોરોનાના કારણે 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ડિસેમ્બર45261
2 ડિસેમ્બર50241
3 ડિસેમ્બર45450
4 ડિસેમ્બર44360
5 ડિસેમ્બર48241
6 ડિસેમ્બર38370
7 ડિસેમ્બર61390
8 ડિસેમ્બર67220
9 ડિસેમ્બર69270
10 ડિસેમ્બર63393
11 ડિસેમ્બર71270
12 ડિસેમ્બર56320
13 ડિસેમ્બર58561
14 ડિસેમ્બર55481
15 ડિસેમ્બર53530
16 ડિસેમ્બર68430
17 ડિસેમ્બર60581
18 ડિસેમ્બર68740
19 ડિસેમ્બર51550
20 ડિસેમ્બર70631
21 ડિસેમ્બર87732
22 ડિસેમ્બર91412
23 ડિસેમ્બર111782
24 ડિસેમ્બર98693
25 ડિસેમ્બર179342
26 ડિસેમ્બર177660
27 ડિસેમ્બર204651
28 ડિસેમ્બર394591
29 ડિસેમ્બર548651
30 ડિસેમ્બર5731022
31 ડિસેમ્બર654630
1 જાન્યુઆરી10691031
2 જાન્યુઆરી9681411
3 જાન્યુઆરી12591513
4 જાન્યુઆરી22652402
5 જાન્યુઆરી33502361
6 જાન્યુઆરી42138301
7 જાન્યુઆરી539611581
8 જાન્યુઆરી567713590
9 જાન્યુઆરી627512630
10 જાન્યુઆરી609715392
કુલ આંક40825856338

રાજ્યમાં કુલ 868,301 કેસ, 10,130 દર્દીના મોત અને 825,702 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ256,020238,4903,412
સુરત154,308143,4871,960
વડોદરા80,85478,403788
રાજકોટ60,02157,789733
જામનગર35,47434,669483
મહેસાણા24,73024,290177
ભાવનગર22,01021,232303
ગાંધીનગર21,77020,723205
જૂનાગઢ20,77720,382271
બનાસકાંઠા13,74613,491162
કચ્છ13,32412,751145
પંચમહાલ11,95411,70970
પાટણ11,66611,505129
ભરૂચ11,85611,372118
અમરેલી10,95310,751103
ખેડા11,20210,73149
દાહોદ10,0829,93838
આણંદ1,5319,78251
સાબરકાંઠા9,4689,180157
ગીર-સોમનાથ8,6808,54667
મહીસાગર8,2978,15372
સુરેન્દ્રનગર8,2157,992136
નવસારી7,8127,38530
મોરબી6,7536,45787
વલસાડ7,3546,54260
નર્મદા6,0075,94215
અરવલ્લી5,2785,11079
તાપી4,5144,44425
દેવભૂમિ દ્વારકા4,2744,10883
પોરબંદર3,5273,48321
છોટાઉદેપુર3,4093,35738
બોટાદ2,2222,17642
ડાંગ87484718
અન્ય રાજ્ય1621593
કુલ868,301825,70210,130