તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં કોરોનાના દર્દીનો આંક સતત વધી રહ્યો છે.અત્યાર સુધીમાં કોરોનાએ રાજ્યના 20 જિલ્લાને ઝપટમાં લીધા છે. સવારના 10 વાગ્યા બાદ સામે આવેલા 35 નવા કેસમાં અમદાવાદના હોટસ્પોટ વિસ્તારમાં 25, ભરૂચ-3, વડોદરા-5, ભાવનગર જિલ્લાના શિહોરમાં-1 અને પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે આજે વધુ 7 દર્દી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 56 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ-38, વડોદરા-6, સુરત- 5,બનાસકાંઠા-2, ભરૂચ-3, પંચમહાલ-1, આણંદ-1 પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે. કુલ 572 પોઝિટિવ કેસમાંથી 33 વિદેશી, 32 આંતરરાજ્ય અને 507ને લોકલ સંક્રમણ લાગ્યું છે.ભાવનગરના જિલ્લાના શિહોરથી વડોદરાના નાગરવાડા વિસ્તારમાં જઇ પરત ફરેલા 20 વર્ષના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શિહોરમાં આ પ્રથમ કોરોના પોઝિટિવ કેસ છે.
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના અંગેની અપડેટ વિગતો આપતા જણાવ્યું કે,
સવારના 10 વાગ્યા બાદ સામે આવેલા 34 નવા કેસમાં અમદાવાદના હોટસ્પોટ વિસ્તારમાં 25, ભરૂચ-3, વડોદરા-5 અને પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે આજે વધુ 7 દર્દી સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ 572 દર્દી નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 2536 ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 60 પોઝિટિવ, 1767 નેગેટિવ અને 709 રિપોર્ટ પેન્ડીગ છે. જ્યારે અત્યાર સુધીમાં 14,251 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 572ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 12,970ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને 709 રિપોર્ટ પેન્ડીગ છે. તેમજ હેલ્પલાઈન નંબર 104 પર 41,112 કોલ મળ્યા છે, જેમાંથી 741ને સારવાર આપવામાં આવી છે. હાલ 12,584 લોકો હોમ ક્વોરન્ટીન, 14,442 સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટીન અને 178 પ્રાઈવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.
ભાવનગરના શિહોરમાં પ્રથમ પોઝિટિવ કેસ
ભાવનગરના જિલ્લાના શિહોરમાંથી પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સર.ટી હોસ્પિટલ ખાતે 18 લોકોના સેમ્પલ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતાં. જેમાં 1 પોઝિટિવ અને 17 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં. પોલીસ પાસેથી મળેલી યાદી અનુસાર 10 વ્યક્તિઓ વડોદરાના નાગડવાડા વિસ્તરામાં ગયાં હતાં. જેથી આ લોકોના સેમ્પલ લઇને પરિક્ષણ અર્થે મોકલવામાં આવતા શિહોરના જલુના ચોકમાં રહેતા 20 વર્ષના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
લોકડાઉનનું ઉલ્લંઘન કરવા લોકો છેતરપિંડી કરે છેઃ રાજ્ય પોલીસ વડા
રાજ્યમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે રાજ્યભરમાં સઘન પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. લોકાડાઉનનું પાલન ન કરવા માટે લોકો છેતરપિંડી કરી રહ્યાં છે. બે લોકોએ નકલી પાસ બનાવ્યા હતા. જેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હોટસ્પોટ અને ક્લસ્ટર ક્વૉરન્ટીન વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં બેરિકેડ પણ ગોઠવી દેવામાં આવ્યા છે. ડ્રોનથી અને સીસીટીવીથી મોનિટરિંગ ન થઇ શકે તેવા વિસ્તારોમાં ધાબા પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા રેન્ડમલી સીસીટીવીનું ચેકિંગ કરાશે. સીસીટીવીમાં લોકડાઉનનો ભંગ દેખાશે તો ગુનો દાખલ થશે.
ગુજરાત અપડેટ
>> રાજકોટમાં શાપરના 45 વર્ષના કોરોના શંકાસ્પદ દર્દીનું મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં મોત, મંગળવારે આવશે રિપોર્ટ
>> અમદાવાદમાં માસ્ક વિના બહાર નીકળેલા 27 અને રાજકોટમાં 246 લોકોને રૂ.1000નો દંડ ફટકાર્યો
>> અત્યારસુધીમાં તબલીઘ જમાતના સુરા ગ્રુપના 13ની ઓળખ થઇઃ રાજ્ય પોલીસ વડા
>> સીટીવીમાં લોકડાઉનનો ભંગ દેખાશે તો ગુનો દાખલ થશેઃ રાજ્ય પોલીસ વડા
>> રાજ્યમાં શાળાઓમાં 1 જૂન અને કોલેજમાં 15 મે સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું
>> વડોદરામાં ભાજપના કોર્પોરેટરે ક્વૉરન્ટીનનો ભંગ કર્યો અને અર્ધ નગ્ન અવસ્થામાં દેખાવ કર્યો
>> પોલીસકર્મી તથા આરોગ્યકર્મીની સેવાને અવરોધતા પરિબળોને કોઈપણ રીતે સાંખી નહીં લેવાયઃ ગૃહરાજ્યમંત્રી
>> પાટણ જિલ્લામાં ચાર પોઝિટિવ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
શૈક્ષણિક વર્ષમાં એકપણ શાળા પોતાની ફીમાં વધારો કરી શકશે નહીં
લોકડાઉન દરમિયાન રાજ્યમાં વ્યાપાર-ધંધા ખોરવાયા છે, તેવા સમયમાં વાલીઓની તરફેણમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં આવતા શૈક્ષણિક વર્ષમાં એકપણ શાળા પોતાની ફીમાં વધારો કરી શકશે નહીં. તેમજ લોકડાઉનના સમયગાળા દરમિયાન અને પછી એટલે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી વાલી જૂનથી નવેમ્બર મહિનામાં માસિક હપ્તા લેખે પણ ચૂકવી શકશે.
લોકડાઉન લંબાવાશે કે નહીં તે અંગે આવતીકાલે જાહેરાત કરવામાં આવશે
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લોકડાઉન અંગે જણાવ્યું કે કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કર્યા બાદ ગુજરાતમાં લોકડાઉન લંબાવાશે કે નહીં તે અંગે આવતીકાલે જાહેરાત કરવામાં આવશે. તેમજ ગૃહ રાજ્યમંત્રીએ ચીમકી આપતા કહ્યું કે આરોગ્ય વિભાગ અને પોલીસ સાથે ઘર્ષણ કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે. આરોગ્ય વિભાગના કારણે સંક્રમણને રોકી રહ્યાં છીએ અને પોલીસ દિવસ રાત કામ કરે છે.
રાજ્યમાં 572 પોઝિટિવ કેસ, 26 મોત અને 54 ડિસ્ચાર્જ
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 320 | 13 | 11 |
વડોદરા | 107 | 03 | 07 |
સુરત | 33 | 04 | 07 |
ભાવનગર | 24 | 02 | 05 |
રાજકોટ | 18 | 00 | 08 |
ગાંધીનગર | 15 | 01 | 08 |
પાટણ | 14 | 01 | 04 |
આણંદ | 09 | 00 | 00 |
ભરૂચ | 11 | 00 | 00 |
કચ્છ | 04 | 00 | 00 |
પોરબંદર | 03 | 00 | 03 |
છોટાઉદેપુર | 03 | 00 | 00 |
ગીર-સોમનાથ | 02 | 00 | 01 |
મહેસાણા | 02 | 00 | 00 |
બનાસકાંઠા | 02 | 00 | 00 |
મોરબી | 01 | 00 | 00 |
પંચમહાલ | 02 | 01 | 00 |
જામનગર | 01 | 01 | 00 |
સાબરકાંઠા | 01 | 00 | 00 |
દાહોદ | 01 | 00 | 00 |
કુલ | 573 | 26 | 54 |
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.