રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 નવા કેસ નોંધાયા છે અને 9 દર્દી સાજા થયા છે. વડોદરા શહેરમાં 9 અને વડોદરા જિલ્લાના 2 મળી કુલ 11 કેસ નોંધાયા છે. રાજ્યમાં સતત 10 દિવસથી શૂન્ય મોત રહ્યું છે. તો આજે 31 જિલ્લા અને 4 શહેરમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે 2 જિલ્લો અને 4 શહેરમાં જ કોરોનાના નવા કેસ નોંધાયા છે.
21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. રાજ્યનો રિક્વરી રેટ 99.10 ટકાએ સ્થિર રહ્યો છે. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો. ગયા મહિને 29 માર્ચે સૌથી 5 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં 122 એક્ટિવ કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 24 હજાર 349ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 943 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 13 હજાર 293 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 122 એક્ટિવ કેસ છે, 1 દર્દી વેન્ટિલેટર પર છે અને 121 દર્દીઓની હાલત સ્થિર છે.
20મી જાન્યુઆરીએ આવી ગઈ ત્રીજી લહેરની પીક!
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો. જ્યારે આજે 18 કેસ નોંધાયા છે.
1 એપ્રિલથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ
તારીખ | પોઝિટિવ કેસ | ડિસ્ચાર્જ | મોત |
1 એપ્રિલ | 7 | 14 | 0 |
2 એપ્રિલ | 11 | 16 | 0 |
3 એપ્રિલ | 10 | 10 | 0 |
4 એપ્રિલ | 9 | 6 | 0 |
5 એપ્રિલ | 13 | 4 | 0 |
6 એપ્રિલ | 9 | 11 | 0 |
7 એપ્રિલ | 8 | 9 | 0 |
8 એપ્રિલ | 20 | 7 | 0 |
9 એપ્રિલ | 34 | 6 | 0 |
10 એપ્રિલ | 22 | 7 | 0 |
11 એપ્રિલ | 35 | 16 | 0 |
12 એપ્રિલ | 24 | 20 | 0 |
13 એપ્રિલ | 10 | 6 | 0 |
14 એપ્રિલ | 11 | 5 | 0 |
15 એપ્રિલ | 11 | 19 | 0 |
16 એપ્રિલ | 4 | 32 | 0 |
17 એપ્રિલ | 15 | 21 | 0 |
18 એપ્રિલ | 13 | 32 | 0 |
19 એપ્રિલ | 12 | 22 | 0 |
20 એપ્રિલ | 13 | 12 | 0 |
21 એપ્રિલ | 19 | 12 | 1 |
22 એપ્રિલ | 11 | 11 | 0 |
23 એપ્રિલ | 8 | 3 | 0 |
24 એપ્રિલ | 12 | 17 | 0 |
25 એપ્રિલ | 12 | 17 | 0 |
26 એપ્રિલ | 19 | 13 | 0 |
27 એપ્રિલ | 15 | 9 | 0 |
28 એપ્રિલ | 14 | 20 | 0 |
29 એપ્રિલ | 17 | 11 | 0 |
30 એપ્રિલ | 18 | 10 | 0 |
1 મે | 18 | 9 | 0 |
કુલ આંક | 454 | 407 | 1 |
રાજ્યમાં કુલ 1224349 કેસ અને 10943 દર્દીનાં મોત અને 1213293 દર્દી ડિસ્ચાર્જ
શહેર | પોઝિટિવ કેસ | ડિસ્ચાર્જ | મોત |
અમદાવાદ | 378,347 | 372,768 | 3,599 |
સુરત | 201,297 | 200,899 | 2070 |
વડોદરા | 137,415 | 133,996 | 897 |
રાજકોટ | 83,780 | 81,870 | 792 |
જામનગર | 41,348 | 40,958 | 515 |
મહેસાણા | 30,688 | 30,254 | 191 |
ભાવનગર | 28,909 | 28,238 | 358 |
ગાંધીનગર | 34,686 | 33,792 | 223 |
જૂનાગઢ | 22,783 | 22,353 | 271 |
બનાસકાંઠા | 18,029 | 17,753 | 166 |
કચ્છ | 18,758 | 18,379 | 146 |
પંચમહાલ | 13,407 | 13,205 | 81 |
પાટણ | 16,097 | 15,702 | 129 |
ભરૂચ | 16,993 | 16,632 | 142 |
અમરેલી | 12,822 | 12,675 | 105 |
ખેડા | 14,514 | 14,235 | 54 |
દાહોદ | 11,236 | 11,126 | 43 |
આણંદ | 16,289 | 15,094 | 56 |
સાબરકાંઠા | 11,650 | 11,386 | 161 |
ગીર-સોમનાથ | 9,676 | 9,604 | 67 |
મહીસાગર | 8,838 | 8,733 | 75 |
સુરેન્દ્રનગર | 10,037 | 9,864 | 138 |
નવસારી | 11,690 | 11,638 | 41 |
મોરબી | 10,664 | 10,360 | 93 |
વલસાડ | 12,584 | 12,436 | 84 |
નર્મદા | 6,609 | 6,571 | 15 |
અરવલ્લી | 5,702 | 5,622 | 80 |
તાપી | 5,744 | 5,651 | 30 |
દેવભૂમિ દ્વારકા | 5,139 | 5,070 | 88 |
પોરબંદર | 4,162 | 4,150 | 25 |
છોટાઉદેપુર | 3,728 | 3,671 | 38 |
બોટાદ | 2,354 | 2,290 | 48 |
ડાંગ | 1,222 | 1203 | 18 |
અન્ય રાજ્ય | 162 | 159 | 3 |
કુલ | 1,224,349 | 1,213,293 | 10,943 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.