તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં કોરોના બેકાબૂ, એક્ટિવ કેસનો આંકડો 6 હજારને પાર અને 4 મહિના બાદ 1415 નવા કેસ નોંધાયા, 948 દર્દી સાજા થયાં, 4 દર્દીના મોત

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અમદાવાદ, રાજકોટ, સુરત કોર્પોરેશન વિસ્તાર તથા સુરેન્દ્રનગરમાં 1-1 મળી કુલ 4 દર્દીના મોત

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 4 મહિના બાદ ગુજરાતમાં 1415 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. અગાઉ 20 નવેમ્બરે 1420 કેસ નોઁધાયા હતા. જ્યારે 948 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદ, રાજકોટ અને સુરત કોર્પોરેશન વિસ્તાર તથા સુરેન્દ્રનગરમાં 1-1 મળી કુલ 4 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,437 થયો છે. 13 જાન્યુઆરી બાદ પહેલીવાર રાજ્યમાં 4 દર્દીના મોત થયા છે.

એક્ટિવ કેસનો આંકડો 6 હજારને પાર
આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ 96.27 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 27 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 6 હજારને પાર કરી ગયો છે અને હાલ 6147 એક્ટિવ કેસ છે.

ગંભીર બીમારી સહિતના વધુ વયના લોકોને વેક્સિન અપાઈ
અત્યાર સુધી 26 લાખ 41 હજાર 905 લોકોને પ્રથમ ડોઝ અને 5 લાખ 84 હજાર 482 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 2 લાખ 21 હજાર 50 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. આજે કુલ 1 લાખ 55 હજાર 814 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

6147 એક્ટિવ કેસ, 67 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 83 હજાર 864ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,437 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 73 હજાર 280 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 6147 એક્ટિવ કેસ છે, જેમાંથી 67 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 6080 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 19 માર્ચ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
11 માર્ચ7104510
12 માર્ચ7154952
13 માર્ચ7755792
14 માર્ચ8105862
15 માર્ચ8905941
16 માર્ચ9547032
17 માર્ચ11227753
18 માર્ચ12768993
19 માર્ચ14159484
કુલ આંક3882642397131

રાજ્યમાં કુલ 2,83,864 કેસ અને 4,437 દર્દીના મોત અને 2,72,332 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ66,03762,4852,329
સુરત57,58154,792982
વડોદરા31,87930,799242
રાજકોટ24,80324,197201
જામનગર10,94110,76035
ગાંધીનગર9,0968,865107
મહેસાણા7,2825,93738
ભાવનગર6,4556,22168
જૂનાગઢ5,6065,54033
કચ્છ4,7994,63333
બનાસકાંઠા4,7594,70439
પંચમહાલ4,5544,41723
ભરૂચ4,4344,24918
પાટણ4,3294,21753
અમરેલી4,0423,95833
સુરેન્દ્રનગર3,5753,53614
ખેડા3,5793,46618
દાહોદ3,4833,4067
મોરબી3,4343,35919
સાબરકાંઠા3,2653,18613
આણંદ2,8952,81517
ગીર-સોમનાથ2,6862,62924
નર્મદા2,2502,1831
મહીસાગર2,2182,13310
નવસારી1,7031,6718
વલસાડ1,4591,4279
અરવલ્લી1,2601,21226
દેવભૂમિ દ્વારકા1,1781,1445
તાપી1,1111,0877
બોટાદ1,0661,05114
છોટાઉદેપુર10229593
પોરબંદર7477344
ડાંગ1961891
અન્ય રાજ્ય1621593
કુલ283,864272,3324,437
અન્ય સમાચારો પણ છે...