કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 244 નવા કેસ, 131 દર્દી રિકવર અને સતત ચોથા દિવસે શૂન્ય મોત

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 27 હજાર 643ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

રાજ્યમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. સતત 4 દિવસથી રાજ્યમાં 200થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 244 નવા કેસ નોંધાયા છે. જ્યારે 131 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.00 ટકા પર સ્થિર રહ્યો છે. હાલમાં 1374 એક્ટિવ કેસ છે. તો સતત ચોથા દિવસ રાજ્યમાં શૂન્ય મોત નોઁધાયું છે

રાજ્યમાં 1374 એક્ટિવ કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 27 હજાર 643ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 946 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 15 હજાર 323 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1374 એક્ટિવ કેસ છે, 5 દર્દી વેન્ટિલેટર પર છે અને 1369 દર્દીઓની હાલત સ્થિર છે

સતત 4 દિવસથી ગુજરાતમાં 200થી વધુ નવા કેસ
16 જૂને 110 દિવસ બાદ 200નો આંકડો પાર થયો હતો અને 228 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 17 જૂને 225, 18 જૂને 234 નવા કેસ અને આજે 19 જૂને 244 નવા કેસ નોધાયા છે. અગાઉ 26 ફેબ્રુઆરીએ ત્રીજી લહેરના અંતમાં 230 કેસ હતાં.

19 જિલ્લા અને 7 કોર્પોરેશન વિસ્તારમાં નવા કેસ
અમદાવાદ શહેરમાં સૌથી વધુ 117 કેસ, સુરત શહેરમાં 32, વડોદરા શહેરમાં 29, રાજકોટ શહેરમાં 10, સુરત અને વલસાડમાં 6-6, ભાવનગર શહેર અને વડોદરામાં 5-5, ભરૂચ અને સુરેન્દ્રનગર 4-4 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ, આણંદ, ગાંધીનગર શહેર, ગાંધીનગર, જામનગર શહેર, મહેસાણા અને નવસારી જિલ્લામાં 3-3 નવા કેસ નોંધાયા છે. તો ખેડા જિલ્લામાં 2 તથા ભાવનગર, જામનગર અને કચ્છ જિલ્લામાં 1-1 કેસ નોંધાયો છે. આજે 14 જિલ્લા અને 1 કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.

જૂન મહિનામાં 2 દર્દીના મોત
રાજ્યમાં 15 જૂને ચાર દિવસ બાદ અમદાવાદ જિલ્લામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે. આ પહેલા 10 જૂને ગાંધીનગર શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. અગાઉ 7 મેના રોજ એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં 6 મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત બાદ 7 મેએ 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું. 5 મેએ 24 દિવસ બાદ 24થી વધુ કેસ 25 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 12 એપ્રિલે 24 કેસ નોંધાયા હતા. ગત 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો. ગયા મહિને 29 માર્ચે સૌથી 5 કેસ નોંધાયા હતા.

20મી જાન્યુઆરીએ આવી ગઈ ત્રીજી લહેરની પીક!
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો.

1 મેથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 મે1890
2 મે16270
3 મે12150
4 મે18160
5 મે25140
6 મે14170
7 મે27191
8 મે37150
9 મે23180
10 મે33120
11 મે31210
12 મે28230
13 મે35120
14 મે31240
15 મે33370
16 મે33250
17 મે28370
18 મે32330
19 મે19270
20 મે32310
21 મે28340
22 મે15260
23 મે24300
24 મે35310
25 મે37310
26 મે31190
27 મે23330
28 મે37310
29 મે28200
30 મે34260
31 મે45360
1 જૂન40360
2 જૂન50250
3 જૂન46330
4 જૂન56300
5 જૂન68210
6 જૂન53490
7 જૂન72530
8 જૂન111230
9 જૂન117450
10 જૂન143511
11 જૂન154580
12 જૂન140660
13 જૂન111570
14 જૂન165770
15 જૂન1841121
16 જૂન2281170
17 જૂન2251410
18 જૂન2341590
19 જૂન2441310
કુલ આંક330320333

રાજ્યમાં કુલ 1227643 કેસ અને 10946 દર્દીનાં મોત અને 1215323 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ386,5943822443620
સુરત205,2582030132080
વડોદરા140745139657921
રાજકોટ8470283850798
જામનગર4188141334520
ગાંધીનગર3528535006227
મહેસાણા3105030841194
ભાવનગર2928528884362
જૂનાગઢ2275622484272
કચ્છ1903918876146
બનાસકાંઠા1833918172166
ભરૂચ1730817143152
પાટણ1625016118129
આણંદ155001543153
ખેડા147051464955
પંચમહાલ135521346683
અમરેલી1290912802105
વલસાડ128971278090
નવસારી119241186541
સાબરકાંઠા1177511610163
દાહોદ113011125546
મોરબી107751067595
સુરેન્દ્રનગર100889947139
ગીર-સોમનાથ9755968467
મહીસાગર8867879275
નર્મદા6640662515
તાપી5804577330
અરવલ્લી5748566581
દેવભૂમિ દ્વારકા5183509489
પોરબંદર4185415925
છોટાઉદેપુર3756371838
બોટાદ2356230848
ડાંગ1259124118
અન્ય રાજ્ય1621593
કુલ1,227,6431,215,32310,946
અન્ય સમાચારો પણ છે...