કોરોના ગુજરાત LIVE:બધા રેકોર્ડ ધ્વસ્ત... એક જ દિવસમાં 20966 કેસનો સ્ટેટ રેકોર્ડ, અમદાવાદમાં પણ પહેલીવાર 8391 કેસ, દિવ્ય ભાસ્કરની આગાહી સાચી પડી

4 મહિનો પહેલા
  • એક્ટિવ કેસનો આંકડો પણ 90 હજારને પાર થઈને 90726 થયો
  • અમદાવાદમાં 6, વલસાડ અને સાબરકાંઠામાં 2-2, સુરત શહેર અને ભરૂચમાં 1-1નાં મોત
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 9 લાખ 77 હજાર 78ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

ગુજરાતમાં હવે કોરોનાની લહેર નહીં પણ સુનામી આવી ચૂકી છે. રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલીવાર 20 હજાર 966 કેસ નોંધાયા છે. આમ કોરોનાના નવા કેસ નોંધાવવા બાબતે તમામ રેકોર્ડ ધ્વસ્ત થયા છે. હવે કોમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયું હોવા સામે કોઈ શંકા નથી. છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓ મોત થયા છે અને 9 હજાર 828 દર્દી ડિસ્ચાર્જ થયા છે. તો એક્ટિવ કેસ પણ મુંબઈથી ડબલ થઈને 90 હજારને પાર થયાં છે.

રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 230 દિવસ બાદ 12નાં મોત થયાં છે. અગાઉ 6 જૂને 12નાં મોત નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં 6, વલસાડ અને સાબરકાંઠા જિલ્લામાં 2-2, સુરત શહેર અને ભરૂચ જિલ્લામાં 1-1 મળી કુલ 12નાં મોત થયાં છે.

રાજ્યમાં આજે 20966 કેસ નોંધાતા હવે બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. હવે નવા કેસો 20 હજારને પાર થઈ ગયા છે, જેથી ત્રીજી લહેરની પીક કેટલા કેસ પર આવશે?

90726 એક્ટિવ કેસ અને 125 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 9 લાખ 77 હજાર 78ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 186 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 76 હજાર 166 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 90 હજાર 726 એક્ટિવ કેસ છે, જેમાંથી 125 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 90 હજાર 601 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં જાન્યુઆરીના 19 દિવસમાં કોરોનાથી 68નાં મોત
19 જાન્યુઆરીએ અમદાવાદ શહેરમાં 6, વલસાડ અને સાબરકાંઠા જિલ્લામાં 2-2, સુરત શહેર અને ભરૂચ જિલ્લામાં 1-1 મળી કુલ 12નાં મોત થયાં છે. 18 જાન્યુઆરીએ અમદાવાદ શહેર અને સુરત જિલ્લામાં 3-3, સુરત શહેરમાં 2 અને ભાવનગર શહેરમાં 1 મળી કુલ 10નાં મોત થયાં છે. 17 જાન્યુઆરીએ અમદાવાદ શહેરમાં અને સુરત શહેરમાં 1-1, સુરત જિલ્લામાં 2 અને પંચમહાલ જિલ્લામાં 1નું મોત થયુ છે, 16 જાન્યુઆરીએ અમદાવાદ, ભાવનગર અને સુરતમાં 2-2 વડોદરા અને તાપીમાં 1-1 મળી 8નાં મોત નોંધાયા છે, 15 જાન્યુઆરીએ રાજ્યમાં કુલ 7 લોકોના મોત થયા છે, જેમાં અમદાવાદમાં 2, સુરતમાં 3, નવસારીમાં 1, રાજકોટમાં 1નું મોત નિપજ્યું હતું.

14 જાન્યુઆરીએ નવસારી અને વલસાડમાં 1-1 મળી કુલ 2ના મોત થયા હતા. જ્યારે 13 જાન્યુઆરીએ અમદાવાદ શહેર, સુરત શહેર તથા વલસાડ, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં 1-1 મોત થયા હતાં, 12 જાન્યુઆરીએ સુરત શહેરમાં 2, રાજકોટ અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 4ના મોત નોંધાયા છે. 11 જાન્યુઆરીએ વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં 1-1 મળી કુલ 3 દર્દીના મોત થયા છે, 10 જાન્યુઆરીએ કોરોનાના કારણે રાજ્યમાં 2 દર્દીના મોત થયા હતા, જેમાં રાજકોટ જિલ્લા અને સુરત જિલ્લામાં 1-1નાં મોત હતું.

ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જ કોરોનાના નવા કેસ તેમજ મોતની આંકડામાં વધારો નોંધાયો હતો. પરંતુ જાન્યુઆરી 2022થી તો કોરોના રોકેટની ગતિએ ગુજરાતમાં વધી રહ્યો છે, સાથે જ મોતના આંકડામાં પણ વધારો થયો છે. ગત 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધીમાં કોરોનાના કારણે 6 દર્દીઓના મોત થયા હતા.

આ પહેલા 1 જાન્યુઆરી અને 2 જાન્યુઆરીએ નવસારીમાં કોરોનાથી એક-એકનું મોત નિપજ્યું હતું. 3 જાન્યુઆરીએ જામનગર શહેરમાં 2 અને નવસારી જિલ્લામાં 1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. 4 જાન્યુઆરીએ ભાવનગર અને નવસારી જિલ્લામાં 1-1 મળી કુલ 2 દર્દીના મોત થયાં હતા.

5 જાન્યુઆરીએ અમરેલીમાં અને 6 જાન્યુઆરીએ તાપી જિલ્લામાં એકનું મોત નોંધાયું હતું. તો 7 જાન્યુઆરીએ સુરત જિલ્લામાં એક દર્દીનું મોત નોંધાયું હતું. 8 જાન્યુઆરીએ એક પણ દર્દીનું મોત થયું ન હતું. જાન્યુઆરી મહિનાના માત્ર 11 જ દિવસમાં કોરોનાના કારણે 15 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ડિસેમ્બર45261
2 ડિસેમ્બર50241
3 ડિસેમ્બર45450
4 ડિસેમ્બર44360
5 ડિસેમ્બર48241
6 ડિસેમ્બર38370
7 ડિસેમ્બર61390
8 ડિસેમ્બર67220
9 ડિસેમ્બર69270
10 ડિસેમ્બર63393
11 ડિસેમ્બર71270
12 ડિસેમ્બર56320
13 ડિસેમ્બર58561
14 ડિસેમ્બર55481
15 ડિસેમ્બર53530
16 ડિસેમ્બર68430
17 ડિસેમ્બર60581
18 ડિસેમ્બર68740
19 ડિસેમ્બર51550
20 ડિસેમ્બર70631
21 ડિસેમ્બર87732
22 ડિસેમ્બર91412
23 ડિસેમ્બર111782
24 ડિસેમ્બર98693
25 ડિસેમ્બર179342
26 ડિસેમ્બર177660
27 ડિસેમ્બર204651
28 ડિસેમ્બર394591
29 ડિસેમ્બર548651
30 ડિસેમ્બર5731022
31 ડિસેમ્બર654630
1 જાન્યુઆરી10691031
2 જાન્યુઆરી9681411
3 જાન્યુઆરી12591513
4 જાન્યુઆરી22652402
5 જાન્યુઆરી33502361
6 જાન્યુઆરી42138301
7 જાન્યુઆરી539611581
8 જાન્યુઆરી567713590
9 જાન્યુઆરી627512630
10 જાન્યુઆરી609715392
11 જાન્યુઆરી747627043
12 જાન્યુઆરી994134494
13 જાન્યુઆરી1117642855
14 જાન્યુઆરી1001948312
15 જાન્યુઆરી917754047
16 જાન્યુઆરી1015060968
17 જાન્યુઆરી1275359845
18 જાન્યુઆરી17119788310
19 જાન્યુઆરી20966982812
કુલ આંક1496025902794

રાજ્યમાં કુલ 977,078, 10186 દર્દીનાં મોત અને 876,166 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ283,049253,2063,427
સુરત174,794152,5251,980
વડોદરા88,89280,834789
રાજકોટ64,38459,306736
જામનગર36,93435,073483
મહેસાણા25,63024,621177
ભાવનગર23,96021,847307
ગાંધીનગર24,02421,599205
જૂનાગઢ21,23120,690271
બનાસકાંઠા14,28413,618162
કચ્છ14,24713,382145
પંચમહાલ12,13411,88571
પાટણ12,19711,576129
ભરૂચ13,15612,010119
અમરેલી11,22010,889103
ખેડા11,74911,26749
દાહોદ10,31510,04338
આણંદ2,12110,43851
સાબરકાંઠા9,7319,395159
ગીર-સોમનાથ9,0498,63267
મહીસાગર8,4628,25472
સુરેન્દ્રનગર8,5988,081136
નવસારી8,9667,92632
મોરબી7,6566,67787
વલસાડ9,2327,42067
નર્મદા6,1505,98915
અરવલ્લી5,3125,19379
તાપી4,6114,48826
દેવભૂમિ દ્વારકા4,5124,25283
પોરબંદર3,6033,49822
છોટાઉદેપુર3,4203,36838
બોટાદ2,2412,17842
ડાંગ89085918
અન્ય રાજ્ય1621593
કુલ977,078876,16610,186