કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 72 કલાકમાં 106ના મોત, 3 દિવસમાં કોરોનાએ દર 40 મિનિટે એકનો જીવ લીધો, મૃત્યુઆંક 368-કુલ દર્દી 6,245

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં 349, વડોદરામાં 20, સુરતમાં 17,બનાસકાંઠામાં 10, મહેસાણામાં 10, બોટાદમાં 8, પંચમહાલમાં 4, ખેડામાં 4, સાબરકાંઠામાં 4 અને મહીસાગરમાં 4 કેસ
  • જુનાગઢમાં 2, અરવલ્લીમાં 2, પાટણમાં 2, ગાંધીનગરમાં 2, ભાવનગરમાં 2 અને રાજકોટમાં 1 કેસ
  • અમદાવાદમાં 39, વડોદરામાં 3, સુરતમાં 2, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા અને મહીસાગરમાં 1-1ના મોત
  • 15 દર્દીના કોરોનાને કારણે અને 34ના અન્ય બીમારી, હાઈ રિસ્ક અને કોરોનાથી મૃત્યુ થયા
  • કુલ 6245 દર્દીમાંથી 29 વેન્ટીલેટર પર, 4467ની હાલત સ્થિર,1381 દર્દી ડિસ્ચાર્જ, અને 368ના મોત
  • અત્યાર સુધીમાં કુલ 89,632 ટેસ્ટ, 6245ના રિપોર્ટ પોઝિટિવ અને 83,387ના રિપોર્ટ નેગેટિવ આવ્યા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 441 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 49 દર્દીના મોત થયા છે જ્યારે 186 દર્દી સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ  6,245 દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક 368 થયો છે. જ્યારે 1381 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે. છેલ્લા ત્રણ દિવસમાં થયેલા મૃત્યુની વાત કરીએ તો 3મેના રોજ 28, 4મેના રોજ 29 અને આજે 49 દર્દીના મોત થયા છે. આમ 72 કલાકમાં 106 દર્દીના મોત થયા છે. તે જોતા રાજ્યમાં લગભગ દર 40 મિનિટે એક દર્દીનું મોત થઈ રહ્યું છે.

5 મેની સવારથી લઈ અત્યાર સુધીમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

8 દિવસમાં 7 વાર 300થી વધુ અને એકવાર 400થી વધુ દર્દી નોંધાયા

આ પહેલા 19 એપ્રિલે 367, 29 એપ્રિલે 308, 30 એપ્રિલે 313, 1 મેના રોજ 326, 2મેના રોજ 333, 3મેના રોજ 374, 4 મેના રોજ 376 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ સતત 6 દિવસ સુધી 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે દર્દીનો આંકડો 441એ પહોંચ્યો છે. જ્યારે એક જ દિવસમાં કુલ 7 વાર 300થી વધુ અને એકવાર 400થી વધુ દર્દી નોંધાયા છે.

કુલ 89,632 ટેસ્ટ, 29 વેન્ટીલેટર પર અને 1381 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં

રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 449 નવા દર્દી નોંધાયા છે અને 15 દર્દીના કોરોનાને કારણે અને 34ના અન્ય બીમારી, હાઈ રિસ્ક અને કોરોનાથી મૃત્યુ થયા છે. આજના કેસોનું બ્રેકઅપ જોઈએ તો અમદાવાદમાં 349, વડોદરામાં 20, સુરતમાં 17, બનાસકાંઠામાં 10,મહેસાણામાં 10, બોટાદમાં 8,પંચમહાલમાં 4,ખેડામાં 4, સાબરકાંઠામાં 4, મહીસાગરમાં 4, જૂનાગઢમાં 2, અરવલ્લીમાં 2, પાટણમાં 2,ગાંધીનગરમાં 2, ભાવનગરમાં 2 અને રાજકોટમાં 1 કેસ નોંધાયા છે. તેમજ અમદાવાદમાં 39, વડોદરામાં 3, સુરતમાં 2, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા અને મહીસાગરમાં 1-1 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યના કુલ 6245 દર્દીમાંથી 29 વેન્ટીલેટર પર અને 4467ની હાલત સ્થિર છે જ્યારે 1381 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે અને 368ના મૃત્યુ થયા છે. તેમજ  અત્યાર સુધીમાં કુલ 89,632 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 6245ના રિપોર્ટ પોઝિટિવ અને 83,387ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

ગુજરાત છેલ્લા 24 કલાકમાં 4 કેટેગરીમાં અવ્વલ  

>> અત્યાર સુધીમાં 24 કલાકમા સૌથી વધું 441 નવા કેસ

>> આજ સુધીમાં 24 કલાકમા સૌથી વધું 49 મૃત્યુ
>> અમદાવાદમાં આજ સુધીમાં 24 કલાકમા સૌથી વધું 349 નવા કેસ
>> આજ સુધીમાં 24 કલાકમા સૌથી વધુ 186 દર્દીઓ સાજા થયા

જૂનાગઢમાં બે કેસ નોંધાયા, માત્ર અમરેલી જ કોરોના વિનાનો જિલ્લો

રાજ્યમાં અત્યાર સુધી કોરોનામુક્ત રહેલા જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યના 32 જિલ્લા કોરોનાની ઝપટમાં આવી ગયા છે અને માત્ર અમરેલી જિલ્લો જ કોરોના વિનાનો છે. 

વતન જવા માગતા લોકો જેલમાં ન પહોંચે એ માટે તંત્રને સહકાર આપેઃ રાજ્ય પોલીસવડા

રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે, અન્ય રાજ્યના વતની હોય અને વતન જવા માગતા હોય તેવા લોકોને સંબંધિત રાજ્યમાં મોકલવાની વ્યવસ્થા તેજ ગતિથી ચાલી રહી છે. સંખ્યા વધુ હોવાથી આ પ્રક્રિયામાં થોડાક દિવસો લાગી શકે છે. આ દરમિયાન તંત્રને સહકાર આપો, પોલીસ કે તંત્ર સાથે સંઘર્ષમાં ન ઉતરો અને ધીરજપૂર્વક થોડીક રાહ જૂઓ તેવી અપીલ છે. તંત્ર સાથે સંઘર્ષમાં ઉતરવાની બાબત ચલાવી લેવામાં આવશે નહીં. કાયદાનો શક્ય તેટલો કડક ઉપયોગ કરીને પોલીસ કાર્યવાહી કરશે. ગઇકાલે સુરતના પલસાણામાં જે સંઘર્ષ થયો હતો તેમાં 204 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વતન જવા માગતા લોકો જેલમાં ન પહોંચે અને શાંતિથી પોતાના વતન પહોંચે એ માટે પોલીસ અને વ્યવસ્થા તંત્રને સહકાર આપે તેવી ફરી અપીલ કરવામાં આવે છે. 
આજે બીજી 12 ટ્રેનો દોડાવી શ્રમિકોને તેમના વતન મોકલાશેઃ અશ્વિની કુમાર
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, ગુજરાતમાં રોજગારી અર્થે આવેલા શ્રમિકોને તેમના વતન મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શ્રમિકોએ ધીરજ રાખવાની જરૂર છે રાજ્ય સરકાર સંપૂર્ણ વ્યવસ્થા કરી આપશે. અત્યારસુધીમાં રાજ્યમાંથી સવા ત્રણ લાખ લોકોને વતન મોકલવામાં આવ્યા છે. આ માટે ટ્રેનો અને ખાનગી વાહનોની સુવિધા કરવામાં આવી છે. અત્યારસુધીમાં 35 ટ્રેનો થકી કુલ 42 હજારથી વધુ શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા છે. જેમાં 23 ટ્રેનોમાં કુલ 28 હજાર શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા હતા અને આજે સુરતથી આઠ ટ્રેન  વિરમગામથી  બે ટ્રેન અને અમદાવાદથી બે ટ્રેન દોડાવવામાં આવશે. 
સરકારે વીજદરમાં પ્રતિ યુનિટ  ફ્યૂઅલ સરચાર્જમાં 16 પૈસાનો ઘટાડો કર્યો
રાજ્યમાં વીજ ગ્રાહકોને સસ્તા દરે વીજળી મળી રહે અને વીજ ઉત્પાદન ખર્ચનું ભારણ ગ્રાહકો પર ન પડે એ માટે રાજ્ય સરકારે ફ્યૂઅલ સરચાર્જમાં ઘટાડો કર્યો છે. આ અંગે ઉર્જામંત્રી સૌરભ પટેલે જણવ્યું છેકે, રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યૂઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 16 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના પરિણામે રાજ્યના અંદાજે 1.30 કરોડથી વધુ ગ્રાહકોને રૂ. 310 કરોડની રાહતોનો લાભ મળશે. આ ફાયદો ત્રિમાસિકગાળા એપ્રિલથી જૂન દરમિયાન મળશે. 
સુરતથી સૌરાષ્ટ્ર જવા કલેકટર દ્વારા મંજૂરી અપાશે, આવતીકાલથી રજિસ્ટ્રેશન શરૂ થશે

સુરતથી સૌરાષ્ટ્ર જવા આવતીકાલથી કલેકટર દ્વારા મંજૂરી અપાશે.  સુરતમાં રત્ન કલાકારો અને એમ્બ્રોઇડરી કારીગરોને વતનમાં મોકલવા આવતીકાલથી રજિસ્ટ્રેશન શરૂ થશે. તમામને લકઝરી બસ દ્વારા મંજૂરી આપી પોતાના વતનમાં મોકલશે. ઘરે જઈને તમામે ફરજિયાત 14 દિવસ હોમ ક્વોરોન્ટાઇન થવું પડશે. પ્રથમ ચાર દિવસ માત્ર લક્ઝરી બસો મંજૂરી આપવામાં આવશે. ત્યાર બાદ ખાનગી વાહનોને છૂટ અપાશે. ઓલપાડ અને દેલાડ ખાતે ચેક પોસ્ટ ઊભી કરાશે. મુસાફરોના સ્ક્રીનીંગ બાદ બસોને રવાના કરાશે.

દીવમાં લિકર શોપ બહાર લાંબી લાઈનો લાગી
દીવમાં ગઇકાલથી જ દારૂની દુકાનો ખોલવામાં આવી છે. ત્યારે આજે સવારથી જ લિકર શોપ પર લાંબી લાઈનો લાગી છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવીને લોકો દારૂ લેવા ઉભા છે. જીવન જરૂરી વસ્તુઓની જેમ જ લાંબી લાઈનો લગાવી પોલીસની હાજરીમાં દારૂનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. 

ગાંધીનગરમાં સેક્ટર- 5ના તમામ પ્રવેશદ્વાર બંધ
ગાંધીનગરમાં કોરોનાને ચેપને વધતો અટકાવવા માટે સેક્ટર 5ના વસાહત મંડળ દ્વારા સેક્ટરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ બંધ કર્યા છે. માત્ર  સીએનજી પંપવાળો માર્ગ અવર-જવર માટે ચાલુ રાખવામાં આવ્યો છે. સવારે દૂધ કેન્દ્રો પર ફરજિયાત માસ્ક પહેરીને દૂધ લેવા જવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવા જણાવાયું છે.  
કુલ 6,245 દર્દી , 368ના મોત અને 1381 ડિસ્ચાર્જ((સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ))

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ4425273704
વડોદરા40530158
સુરત 72333282
રાજકોટ620126
ભાવનગર 760521
આણંદ750637
ભરૂચ270222
ગાંધીનગર790414
પાટણ240112
નર્મદા 12 0010
પંચમહાલ  490306
બનાસકાંઠા490114
છોટાઉદેપુર140011
કચ્છ 070105
મહેસાણા420007
બોટાદ41016
પોરબંદર030003
દાહોદ 130002
ખેડા120002
ગીર-સોમનાથ03     0003
જામનગર 040100
મોરબી 01 0001
સાબરકાંઠા090103
મહીસાગર400107
અરવલ્લી220214
તાપી 020001
વલસાડ 0601 02
નવસારી 080004
ડાંગ 020000
દેવભૂમિ દ્વારકા

03

0000
સુરેન્દ્રનગર0100 01
કુલ 62453681381
અન્ય સમાચારો પણ છે...