કોરોના ગુજરાત LIVE:ગુજરાતમાં કોરોનાનો ઉથલો, 6 મહિના બાદ 1122 કેસ નોંધાયા, અમદાવાદ, વડોદરા અને સુરતમાં કોરોનાથી કુલ 3 દર્દીના મોત

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 5 હજારને પાર, હાલ 5310 એક્ટિવ કેસ
  • રાજ્યમાં 25 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 149 દિવસ એટલે કે 6 મહિના બાદ ગુજરાતમાં 1122 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. અગાઉ 20 ઓક્ટોબરે 1126 કેસ નોઁધાયા હતા. જ્યારે 775 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદ, વડોદરા અને સુરત કોર્પોરેશન વિસ્તારમાં 1-1 મળી કુલ 3 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,430 થયો છે.

એક્ટિવ કેસનો આંકડો 5 હજારને પાર
આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ 96.54 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 25 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 5 હજારને પાર કરી ગયો છે અને હાલ 5310 એક્ટિવ કેસ છે. રાજ્યમાં 25 જાન્યુઆરી બાદ બે મહિના પછી 3 મોત નોંધાયા છે.

રાજ્યના મહાનગરોમાં વેક્સિનેશનનો સમય લંબાવાયો
ગુજરાત સરકારનો કોરોના રસીકરણને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. હવે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં રાત્રે 9.30 વાગ્યા સુધી રસી અપાશે. કોવિડ રસીકરણના વધુમાં વધુ લાભાર્થીઓને રસીકરણમાં આવરી લેવાય તે માટે નિર્ણય લેવાયો. અત્યાર સુધી કુલ 22 લાખ 71 હજાર 145 લોકોનું પ્રથમ ડોઝનું રસીકરણ કરાયુ છે.

ગંભીર બીમારી સહિતના વધુ વયના લોકોને વેક્સિન અપાઈ
અત્યાર સુધી 22 લાખ 71 હજાર 145 લોકોને પ્રથમ ડોઝ અને 5 લાખ 54 હજાર 662 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 52 હજાર 952 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

5310 એક્ટિવ કેસ, 61 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 81 હજાર 173ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,430 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 71 હજાર 433 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 5310 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 5249 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 17 માર્ચ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
11 માર્ચ7104510
12 માર્ચ7154952
13 માર્ચ7755792
14 માર્ચ8105862
15 માર્ચ8905941
16 માર્ચ9547032
17 માર્ચ11227753
કુલ આંક3613540550124

રાજ્યમાં કુલ 2,81,173 કેસ અને 4,430 દર્દીના મોત અને 2,71,433 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ65,36361,9702,326
સુરત56,73654,233980
વડોદરા31,60430,595242
રાજકોટ24,55824,041200
જામનગર10,86710,70735
ગાંધીનગર9,0458,832107
મહેસાણા7,2385,93738
ભાવનગર6,3916,19968
જૂનાગઢ5,5915,52433
કચ્છ4,7674,60933
બનાસકાંઠા4,7504,70039
પંચમહાલ4,5094,40323
ભરૂચ4,4034,23018
પાટણ4,3124,20753
અમરેલી4,0253,95033
સુરેન્દ્રનગર3,5663,53613
ખેડા3,5303,43418
દાહોદ3,4533,3727
મોરબી3,4233,35519
સાબરકાંઠા3,2353,16713
આણંદ2,8682,79017
ગીર-સોમનાથ2,6802,62924
નર્મદા2,2222,1771
મહીસાગર2,1932,11110
નવસારી1,6961,6558
વલસાડ1,4511,4229
અરવલ્લી1,2551,21026
દેવભૂમિ દ્વારકા1,1741,1315
તાપી1,1041,0867
બોટાદ1,0651,05014
છોટાઉદેપુર10029553
પોરબંદર7437324
ડાંગ1921821
અન્ય રાજ્ય1621593
કુલ281,173271,4334,430
અન્ય સમાચારો પણ છે...