કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં ત્રીજી લહેરમાં સૌથી વધુ 12 હજાર 753 કેસ, 5નાં મોત અને એક્ટિવ કેસ 70 હજાર થયાં

4 મહિનો પહેલા
  • 256 દિવસ બાદ 12 હજારથી વધુ કેસ નોઁધાયા
  • સુરત જિલ્લામાં 2, અમદાવાદ અને સુરત શહેરમાં તથા પંચમહાલમાં 1નું મોત

રાજ્યમાં ત્રીજી લહેરમાં પહેલીવાર 12 હજારથી વધુ કેસ નોંધાયા છે. 5 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા હતા. 16મી જાન્યુઆરીએ 8 અને 15મી જાન્યુઆરીએ 7 લોકોના મોત થયા હતા. રાજ્યમાં ઉત્તરાયણના બે દિવસ દરમિયાન કેસ ઘટ્યા હતા. ત્યારબાદ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12 હજાર 753 નવા કેસ નોંધાયા છે અને 5 હજાર 984 દર્દી ડિસ્ચાર્જ થયા છે. તો એક્ટિવ કેસ પણ 70 હજારને પાર થયાં છે. 256 દિવસ બાદ 12 હજારથી વધુ કેસ નોઁધાયા છે, અગાઉ 7 મેના રોજ 12 હજાર 64 હતા.

70374 એક્ટિવ કેસ અને 95 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 9 લાખ 38 હજાર 993ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 164 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 58 હજાર 455 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 70 હજાર 374 એક્ટિવ કેસ છે, જેમાંથી 95 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 70 હજાર 279 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં જાન્યુઆરીના 17 દિવસમાં કોરોનાથી 46નાં મોત
17 જાન્યુઆરીએ અમદાવાદ શહેરમાં અને સુરત શહેરમાં 1-1, સુરત જિલ્લામાં 2 અને પંચમહાલ જિલ્લામાં 1નું મોત થયુ છે, 16 જાન્યુઆરીએ અમદાવાદ, ભાવનગર અને સુરતમાં 2-2 વડોદરા અને તાપીમાં 1-1 મળી 8નાં મોત નોંધાયા છે, 15 જાન્યુઆરીએ રાજ્યમાં કુલ 7 લોકોના મોત થયા છે, જેમાં અમદાવાદમાં 2, સુરતમાં 3, નવસારીમાં 1, રાજકોટમાં 1નું મોત નિપજ્યું હતું. 14 જાન્યુઆરીએ નવસારી અને વલસાડમાં 1-1 મળી કુલ 2ના મોત થયા હતા. જ્યારે 13 જાન્યુઆરીએ અમદાવાદ શહેર, સુરત શહેર તથા વલસાડ, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં 1-1 મોત થયા હતાં, 12 જાન્યુઆરીએ સુરત શહેરમાં 2, રાજકોટ અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 4ના મોત નોંધાયા છે. 11 જાન્યુઆરીએ વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં 1-1 મળી કુલ 3 દર્દીના મોત થયા છે, 10 જાન્યુઆરીએ કોરોનાના કારણે રાજ્યમાં 2 દર્દીના મોત થયા હતા, જેમાં રાજકોટ જિલ્લા અને સુરત જિલ્લામાં 1-1નાં મોત હતું. ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જ કોરોનાના નવા કેસ તેમજ મોતની આંકડામાં વધારો નોંધાયો હતો. પરંતુ જાન્યુઆરી 2022થી તો કોરોના રોકેટની ગતિએ ગુજરાતમાં વધી રહ્યો છે, સાથે જ મોતના આંકડામાં પણ વધારો થયો છે. ગત 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધીમાં કોરોનાના કારણે 6 દર્દીઓના મોત થયા હતા.

આ પહેલા 1 જાન્યુઆરી અને 2 જાન્યુઆરીએ નવસારીમાં કોરોનાથી એક-એકનું મોત નિપજ્યું હતું. 3 જાન્યુઆરીએ જામનગર શહેરમાં 2 અને નવસારી જિલ્લામાં 1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. 4 જાન્યુઆરીએ ભાવનગર અને નવસારી જિલ્લામાં 1-1 મળી કુલ 2 દર્દીના મોત થયાં હતા. 5 જાન્યુઆરીએ અમરેલીમાં અને 6 જાન્યુઆરીએ તાપી જિલ્લામાં એકનું મોત નોંધાયું હતું. તો 7 જાન્યુઆરીએ સુરત જિલ્લામાં એક દર્દીનું મોત નોંધાયું હતું. 8 જાન્યુઆરીએ એક પણ દર્દીનું મોત થયું ન હતું. જાન્યુઆરી મહિનાના માત્ર 11 જ દિવસમાં કોરોનાના કારણે 15 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 ડિસેમ્બરથી 17 જાન્યુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ડિસેમ્બર45261
2 ડિસેમ્બર50241
3 ડિસેમ્બર45450
4 ડિસેમ્બર44360
5 ડિસેમ્બર48241
6 ડિસેમ્બર38370
7 ડિસેમ્બર61390
8 ડિસેમ્બર67220
9 ડિસેમ્બર69270
10 ડિસેમ્બર63393
11 ડિસેમ્બર71270
12 ડિસેમ્બર56320
13 ડિસેમ્બર58561
14 ડિસેમ્બર55481
15 ડિસેમ્બર53530
16 ડિસેમ્બર68430
17 ડિસેમ્બર60581
18 ડિસેમ્બર68740
19 ડિસેમ્બર51550
20 ડિસેમ્બર70631
21 ડિસેમ્બર87732
22 ડિસેમ્બર91412
23 ડિસેમ્બર111782
24 ડિસેમ્બર98693
25 ડિસેમ્બર179342
26 ડિસેમ્બર177660
27 ડિસેમ્બર204651
28 ડિસેમ્બર394591
29 ડિસેમ્બર548651
30 ડિસેમ્બર5731022
31 ડિસેમ્બર654630
1 જાન્યુઆરી10691031
2 જાન્યુઆરી9681411
3 જાન્યુઆરી12591513
4 જાન્યુઆરી22652402
5 જાન્યુઆરી33502361
6 જાન્યુઆરી42138301
7 જાન્યુઆરી539611581
8 જાન્યુઆરી567713590
9 જાન્યુઆરી627512630
10 જાન્યુઆરી609715392
11 જાન્યુઆરી747627043
12 જાન્યુઆરી994134494
13 જાન્યુઆરી1117642855
14 જાન્યુઆરી1001948312
15 જાન્યુઆરી917754047
16 જાન્યુઆરી1015060968
17 જાન્યુઆરી1275359845
કુલ આંક1115174131672

રાજ્યમાં કુલ 938,993 કેસ, 10164 દર્દીનાં મોત અને 858,455 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ272,562248,3333,417
સુરત167,389148,5591,971
વડોદરા85,90979,659789
રાજકોટ62,34258,790736
જામનગર36,31534,861483
મહેસાણા25,23824,401177
ભાવનગર23,22521,494306
ગાંધીનગર23,23321,223205
જૂનાગઢ21,03120,604271
બનાસકાંઠા14,03013,551162
કચ્છ13,92313,163145
પંચમહાલ12,05811,83670
પાટણ11,95611,535129
ભરૂચ12,66611,831118
અમરેલી11,10110,839103
ખેડા11,56211,09149
દાહોદ10,2229,99638
આણંદ2,01210,24551
સાબરકાંઠા9,6609,292157
ગીર-સોમનાથ8,9568,57167
મહીસાગર8,4038,21272
સુરેન્દ્રનગર8,4458,041136
નવસારી8,4557,70332
મોરબી7,1566,56887
વલસાડ8,5827,07464
નર્મદા6,0675,97215
અરવલ્લી5,3015,16779
તાપી4,5624,47126
દેવભૂમિ દ્વારકા4,4374,18183
પોરબંદર3,5543,49422
છોટાઉદેપુર3,4163,36838
બોટાદ2,2272,17842
ડાંગ88785218
અન્ય રાજ્ય1621593
કુલ938,993858,45510164