કોરોના ગુજરાત:અમદાવાદ શહેરના 20 સહિત રાજ્યમાં 68 નવા કેસ, 2 શહેર અને 26 જિલ્લામાં શૂન્ય કેસ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 28 હજાર 367ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
  • અત્યાર સુધીમાં 8 લાખ 17 હજાર 687 દર્દી ડિસ્ચાર્જ થયા

રાજ્યમાં નવેમ્બરના મધ્ય ભાગથી કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા છે. જ્યારે 43 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 20 નવા કેસ નોંધાયા છે. 2 શહેર અને 26 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. આજે કોરોનાથી એકપણ વ્યક્તિનું મોત નોંધાયું નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.71 ટકા રહ્યો છે.

રાજ્યમાં 10 ડિસેમ્બરે 3ના મોત નોંધાયા હતા
10મી ડિસેમ્બરે રાજ્યમાં 3 દર્દીનાં મોત નોઁધાયા છે. એ પહેલા 5મી ડિસેમ્બરે 1નું મોત નોઁધાયું હતું. અગાઉ 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ 7 અને નવેમ્બરમાં 5 દર્દીના મોત નોંધાયા છે. અગાઉ રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.

580 એક્ટિવ કેસ અને 6 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 28 હજાર 367ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 100 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 17 હજાર 687 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 580 એક્ટિવ કેસ છે, જેમાંથી 6 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 574 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ડિસેમ્બર45261
2 ડિસેમ્બર50241
3 ડિસેમ્બર45450
4 ડિસેમ્બર44360
5 ડિસેમ્બર48241
6 ડિસેમ્બર38370
7 ડિસેમ્બર61390
8 ડિસેમ્બર67220
9 ડિસેમ્બર69270
10 ડિસેમ્બર63393
11 ડિસેમ્બર71270
12 ડિસેમ્બર56320
13 ડિસેમ્બર58561
14 ડિસેમ્બર55481
15 ડિસેમ્બર53530
16 ડિસેમ્બર68430
કુલ આંક8915788

​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​રાજ્યમાં કુલ 828,367 કેસ, 10100 દર્દીના મોત અને 817,687 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ238,799235,2423,411
સુરત143,997142,0371,956
વડોદરા78,48277,556788
રાજકોટ58,06457,294727
જામનગર35,07134,521478
મહેસાણા24,43124,245177
ભાવનગર21,48921,160301
ગાંધીનગર20,78720,563205
જૂનાગઢ20,54220,259271
બનાસકાંઠા13,63213,469162
કચ્છ12,69912,526145
પંચમહાલ11,77411,70270
પાટણ11,62611,495129
ભરૂચ11,44611,317118
અમરેલી10,81310,711102
ખેડા10,44610,38948
દાહોદ9,9589,92038
આણંદ9,6629,59450
સાબરકાંઠા9,3239,166157
ગીર-સોમનાથ8,5788,50667
મહીસાગર8,1958,12372
સુરેન્દ્રનગર8,1277,988136
નવસારી7,2897,22125
મોરબી6,5076,41787
વલસાડ6,4886,40357
નર્મદા5,9585,94015
અરવલ્લી5,1885,10878
તાપી4,4494,42024
દેવભૂમિ દ્વારકા4,1774,09382
પોરબંદર3,4903,46719
છોટાઉદેપુર3,3953,35738
બોટાદ2,2182,17642
ડાંગ86984618
અન્ય રાજ્ય1621593
કુલ828,367817,68710,100
અન્ય સમાચારો પણ છે...