તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત:રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, ઓલટાઈમ હાઈ 8,920 નવા કેસ નોંધાયા, પહેલીવાર મોતનો આંકડો 94 થયો

24 દિવસ પહેલા
  • અમદાવાદમાં 25, સુરતમાં 24, રાજકોટમાં 8, વડોદરા માં 8, રાજકોટ જિલ્લામાં 5, મોરબી જિલ્લામાં 4, સુરેન્દ્રનગર જિલ્લામાં 3ના મોત
  • ડાંગ, જામનગર શહેર અને જામનગર જિલ્લો, સાબરકાંઠા અને સુરત જિલ્લામાં 2-2ના મોત
  • અમદાવાદ, દેવભૂમિદ્વારકા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, વડોદરા અને વલસાડ જિલ્લામાં 1-1ના મોત
  • રાજ્યમાં છેલ્લા 77 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી

ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોમાં રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસનો આંકડો 8 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 8,920 નવા કેસ નોંધાયા છે અને 3387 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. અમદાવાદ શહેરમાં 25, સુરત શહેરમાં 24, રાજકોટ શહેરમાં 8, વડોદરા શહેરમાં 8, રાજકોટ જિલ્લામાં 5, મોરબી જિલ્લામાં 4, સુરેન્દ્રનગર જિલ્લામાં 3, ડાંગ, જામનગર શહેર અને જામનગર જિલ્લો, સાબરકાંઠા અને સુરત જિલ્લામાં 2-2ના મોત, અમદાવાદ, દેવભૂમિદ્વારકા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, વડોદરા અને વલસાડ જિલ્લામાં 1-1 મળી રાજ્યમાં કુલ 94 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.

રાજ્યમાં એક અઠવાડિયા એટલે કે 8 દિવસથી હાઈએસ્ટ મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે. અગાઉ 11 જૂને 38 દર્દીના મોત થયા હતા. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 5170એ પહોંચ્યો છે. જ્યારે રિક્વરી રેટ 85.73 ટકા થયો છે.

1 લાખ 31 હજાર 826ને રસી આપવામાં આવી
આજે રાજ્યમાં 1 લાખ 31 હજાર 826ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 87 લાખ 11 હજાર 85 લોકોને પ્રથમ ડોઝ અને 13 લાખ 2 હજાર 796 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 13 હજાર 881નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 73 હજાર 100 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 47 હજાર 571ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

49,737 એક્ટિવ કેસ અને 283 વેન્ટિલેટર પર
રાજ્યમાં છેલ્લા 77 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 84 હજાર 688ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 5,170 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 29 હજાર 781 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 49,737 એક્ટિવ કેસ છે, જેમાંથી 283 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 49454 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 16 એપ્રિલ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
11 માર્ચ7104510
12 માર્ચ7154952
13 માર્ચ7755792
14 માર્ચ8105862
15 માર્ચ8905941
16 માર્ચ9547032
17 માર્ચ11227753
18 માર્ચ12768993
19 માર્ચ14159484
20 માર્ચ15659696
21 માર્ચ15809897
22 માર્ચ164011104
23 માર્ચ173012554
24 માર્ચ179012778
25 માર્ચ196114057
26 માર્ચ219014226
27 માર્ચ227615345
28 માર્ચ227016058
29 માર્ચ225217318
30 માર્ચ2220198810
31 માર્ચ236020049
1 એપ્રિલ241020159
2 એપ્રિલ2640206611
3 એપ્રિલ2815206313
4 એપ્રિલ2875202414
5 એપ્રિલ3160201815
6 એપ્રિલ3280216717
7 એપ્રિલ3575221722
8 એપ્રિલ4021219735
9 એપ્રિલ4541228042
10 એપ્રિલ5011252549
11 એપ્રિલ5469297654
12 એપ્રિલ6021285455
13 એપ્રિલ6690274867
14 એપ્રિલ7410264273
15 એપ્રિલ8152302381
16 એપ્રિલ8920338794
કુલ આંક13965098888864

રાજ્યમાં કુલ 3,84,688 કેસ, 5,170 દર્દીના મોત અને 3,29,781 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ95,22877,1462,568
સુરત83,29171,9751,244
વડોદરા41,07336,266309
રાજકોટ34,46829,537279
જામનગર14,66712,93243
ગાંધીનગર10,98010,060118
મહેસાણા9,4227,95941
ભાવનગર8,5637,06875
જૂનાગઢ6,8256,06537
પાટણ6,0224,97753
કચ્છ5,7535,05833
બનાસકાંઠા5,7495,31946
પંચમહાલ5,4685,03626
ભરૂચ5,5064,73024
અમરેલી4,8734,33436
ખેડા4,4724,21619
દાહોદ4,3893,9698
મોરબી4,2563,70723
સુરેન્દ્રનગર4,2013,79719
સાબરકાંઠા3,9363,59021
આણંદ3,6523,18119
ગીર-સોમનાથ3,0252,81324
મહીસાગર3,0282,51914
નર્મદા2,9912,7191
નવસારી2,4011,9988
વલસાડ1,9821,64610
દેવભૂમિ દ્વારકા1,5531,2456
અરવલ્લી1,4931,28826
તાપી1,5011,2368
છોટાઉદેપુર1,2691,1756
બોટાદ1,3211,10015
પોરબંદર8387974
ડાંગ3382554
અન્ય રાજ્ય1621593
કુલ384,688329,7815,170
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો