કોરોના ગુજરાત LIVE:છેલ્લા 24 કલાકમાં 412 નવા કેસ અને 27ના મોત, રાજ્યમાં કુલ કેસ 16356- મૃત્યુઆંક 1007 થયો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 15 દિવસમાં રાજ્યનો દર્દી સાજા થવાનો દર 39.20 %થી વધીને 43 % થયો
  • અમદાવાદમાં 284, સુરતમાં 55, વડોદરામાં 28, ગાંધીનગરમાં 12 કેસ
  • અરવલ્લીમાં 6, બનાસકાંઠા, રાજકોટ, પંચમહાલ અને સાબરકાંઠામાં 3-3 કેસ
  • આણંદ, પાટણ, જામનગર, છોટાઉદેપુરમાં 2-2 કેસ
  • ભાવનગર, મહીસાગર, કચ્છ, પોરબંદર અને અમરેલીમાં 1-1 કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 412 કેસ નોંધાયા છે. જ્યારે 27 દર્દીના મોત નીપજ્યાં છે. જ્યારે 621 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે આ સાથે જ રાજ્યમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 16356 થઇ છે જ્યારે મૃત્યુઆંક 1007 થયો છે. જ્યારે 9320 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના ક્યોર રેટ (દર્દી સાજા થવાના દર)માં સતત વધારો થઇ રહ્યો છે. 15 દિવસમાં રાજ્યનો ક્યોર રેટ 39.20 %થી વધીને 43 % થયો છે.

ગુજરાતમાં કોરોનાના ક્યોર રેટ (દર્દી સાજા થવાના દર)માં સતત વધારો
રાજ્યમાં કોરોનાના દર્દીઓના સાજા થવાના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે વધુ 621 દર્દીઓ સાજા થતાં રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 9230 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ 16 મેના રોજ રાજ્યમાં ક્યોર રેટ (દર્દી સાજા થવાના દર) 39.20 ટકા હતો જે વધીને 56.43 ટકા થયો છે. જે દેશના અન્ય રાજ્યોની એવરેજ 47.40 ટકા કરતા વધારે છે. 

રાજ્યમાં ક્યા કેટલા નવા કેસ નોંધાયા
રાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 284, સુરતમાં 55, વડોદરામાં 28, ગાંધીનગરમાં 12, અરવલ્લીમાં 6, બનાસકાંઠા, રાજકોટ, પંચમહાલ અને સાબરકાંઠામાં 3-3, આણંદ, પાટણ, જામનગર, છોટાઉદેપુરમાં 2-2, ભાવનગર, મહીસાગર, કચ્છ, પોરબંદર અને અમરેલીમાં 1-1 કેસ જ્યારે અન્ય રાજ્યના 2 કેસ નોંધાયા છે. 

છેલ્લા 32 દિવસથી રાજ્યમાં દરરોજ 300થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

નોંધઃ અમદાવાદમાં 21 મે અને 28 મેના રોજ 250 કરતા ઓછા કેસ નોંધાયા છે

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ308 (250) 
30 એપ્રિલ313(249)
1 મે326 (267)
2 મે333 (250)
3 મે374 (274)
4 મે376 (259)
5 મે441(349) 
6 મે380 (291) 
7 મે388 (275) 
8 મે390 (269) 
9 મે394(280)
10 મે398 (278) 
11 મે347 (268)
12 મે362 (267) 
13 મે364 (292) 
14 મે324 (265)
15 મે340(261)
16 મે348(264)
17 મે391(276)
18 મે366(263)
19 મે395(262)
20 મે398(271)
21 મે371 (233)
22 મે363(275)
23 મે396(277)
24 મે394(279)
25 મે405(310)
26 મે361(251)
27 મે376(256)
28 મે367(247)
29 મે372(253)
30 મે412(284)

કુલ 16,356 દર્દી, 1007ના મોત અને 9,230 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ11,8818226,317
સુરત1565671072
વડોદરા100939577
ગાંધીનગર26114150
ભાવનગર1218102
બનાસકાંઠા107587
આણંદ991082
અરવલ્લી109399
રાજકોટ107270
મહેસાણા112573
પંચમહાલ85770
બોટાદ59154
મહીસાગર115241
પાટણ78662
ખેડા65448
સાબરકાંઠા101349
જામનગર54237
ભરૂચ38334
કચ્છ80243
દાહોદ36026
ગીર-સોમનાથ45027
છોટાઉદેપુર33023
વલસાડ35111
નર્મદા18013
દેવભૂમિ દ્વારકા12011
જૂનાગઢ29015
નવસારી25011
પોરબંદર904
સુરેન્દ્રનગર33114
મોરબી403
તાપી602
ડાંગ202
અમરેલી902
અન્ય રાજ્ય1300
કુલ16,35610079,230
અન્ય સમાચારો પણ છે...