તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત:કચ્છ અને વડોદરા શહેરમાં 3-3 કેસ, રાજ્યમાં કોરોનાના 11 નવા કેસ સામે 19 ડિસ્ચાર્જ, શૂન્ય મોત

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 કોર્પોરેશન અને 30 જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 25 હજાર 641ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
  • અત્યાર સુધીમાં 8 લાખ 15 હજાર 405 દર્દી ડિસ્ચાર્જ થયા

કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો છે. ત્યારે રાજ્યમાં સતત ચોથીવાર 20થી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 11 નવા કેસ નોંધાયા છે. જ્યારે 19 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી એક પણ મોત થયું નથી. કચ્છ જિલ્લા અને વડોદરા કોર્પોરેશનમાં 3-3 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયા છે. ગઈકાલે કોરોના કાળના દોઢ વર્ષ બાદ અમદાવાદ શહેરમાં એક પણકેસ નોંધાયો ન હતો. આજે 3 કોર્પોરેશન અને 3 જિલ્લામાં જ કોરોનાના નવા કેસ નોંધાયા છે. જ્યારે 5 કોર્પોરેશન અને 30 જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.76 પર સ્થિર રહ્યો છે.

સતત 4 દિવસથી 20થી ઓછા કેસ
રાજ્યમાં 11થી 14 સપ્ટેમ્બર દરમિયાન ફરી 20થી ઓછા કેસ નોંધાયા છે. અગાઉ 19 ઓગસ્ટથી 23 દિવસ સુધી 20થી ઓછા કેસ નોંધાયા હતા. 19થી 31 ઓગસ્ટ તથા 1થી 9 સપ્ટેમ્બર સુધી 20થી ઓછા કેસ નોંધાયા હતા. જ્યારે 12 ઓગસ્ટે રાજકોટ શહેર, 21 ઓગસ્ટે રાજકોટ, 25 ઓગસ્ટે જામનગર, સુરત અને 3 સપ્ટેમ્બરે ભાવનગર જિલ્લામાં એક-એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં સતત 49 દિવસથી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા નથી. ઉલ્લેખનીય છે કે, 23મી જુલાઈ સુધી સતત 12 દિવસ સુધી રાજ્યના એક પણ જિલ્લા કે શહેરમાં કેસ ડબલ ડિજિટમાં નોંધાયા ન હતા.

153 એક્ટિવ કેસ અને 4 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 25 હજાર 641ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 82 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 15 હજાર 386 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 153 એક્ટિવ કેસ છે, જેમાંથી 4 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 149 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ અને નવા કેસ

1 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ઓગસ્ટ23210
2 ઓગસ્ટ22250
3 ઓગસ્ટ17420
4 ઓગસ્ટ15280
5 ઓગસ્ટ24310
6 ઓગસ્ટ23241
7 ઓગસ્ટ19270
8 ઓગસ્ટ25140
9 ઓગસ્ટ19170
10 ઓગસ્ટ21240
11 ઓગસ્ટ16280
12 ઓગસ્ટ17281
13 ઓગસ્ટ23270
14 ઓગસ્ટ25180
15 ઓગસ્ટ16180
16 ઓગસ્ટ14130
17 ઓગસ્ટ17220
18 ઓગસ્ટ23160
19 ઓગસ્ટ19220
20 ઓગસ્ટ17140
21 ઓગસ્ટ15161
22 ઓગસ્ટ15170
23 ઓગસ્ટ14250
24 ઓગસ્ટ14250
25 ઓગસ્ટ17171
26 ઓગસ્ટ16180
27 ઓગસ્ટ13141
28 ઓગસ્ટ10140
29 ઓગસ્ટ12120
30 ઓગસ્ટ12130
31 ઓગસ્ટ12120
1 સપ્ટેમ્બર13100
2 સપ્ટેમ્બર10120
3 સપ્ટેમ્બર16171
4 સપ્ટેમ્બર15160
5 સપ્ટેમ્બર14160
6 સપ્ટેમ્બર19130
7 સપ્ટેમ્બર18210
8 સપ્ટેમ્બર17150
9 સપ્ટેમ્બર19200
10 સપ્ટેમ્બર21130
11 સપ્ટેમ્બર16120
12 સપ્ટેમ્બર17140
13 સપ્ટેમ્બર12160
14 સપ્ટેમ્બર11190
કુલ આંક19508566

રાજ્યમાં કુલ 825641 કેસ, 10082 દર્દીના મોત અને 815386 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ238,152234,7113,411
સુરત143,611141,6041,955
વડોદરા78,04577,216788
રાજકોટ57,94057,207725
જામનગર34,95834,479478
મહેસાણા24,41624,238177
ભાવનગર21,42921,123301
ગાંધીનગર20,74820,541205
જૂનાગઢ20,47820,207271
બનાસકાંઠા13,63113,469162
કચ્છ12,60712,456145
પંચમહાલ11,77011,70070
પાટણ11,62411,495129
ભરૂચ11,42611,308118
અમરેલી10,80710,705102
ખેડા10,42410,37548
દાહોદ9,9559,91738
આણંદ9,6279,57849
સાબરકાંઠા9,3169,158157
ગીર-સોમનાથ8,5618,49367
મહીસાગર8,1948,12172
સુરેન્દ્રનગર8,1217,987136
નવસારી7,1647,13424
મોરબી6,5026,41587
વલસાડ6,2476,19649
નર્મદા5,9535,93815
અરવલ્લી5,1865,10878
તાપી4,4404,41623
દેવભૂમિ દ્વારકા4,1754,09382
પોરબંદર3,4823,46219
છોટાઉદેપુર3,3953,35738
બોટાદ2,2182,17642
ડાંગ86684618
અન્ય રાજ્ય1621593
કુલ825,630815,38610,082