રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. તો ફરી કેસમાં ઘટાડો થયો છે અને 10 હજાર નવા કેસ આવ્યા છે. જો કે કેસમાં ઘટાડાનું કારણ ઉત્તરાયણનો તહેવાર હોઈ શકે છે. ગઈકાલે 11 હજાર કેસની સપાટી વટાવી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 10019 નવા કેસ નોંધાયા છે અને 4831 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જેમાં સુરત શહેર અને જિલ્લામાં 3,259 કેસ જ્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં 3,164 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાકાળના કુલ પોઝિટિવ કેસનો આંકડો 9 લાખને પાર થયો છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 55 હજારને પાર થયો છે. 55798 એક્ટિવ કેસ થયા છે. નવસારી અને વલસાડમાં 1-1 મળી કુલ 2ના મોત નોઁધાયા છે.
કોરોનાકાળમાં પહેલીવાર રેકોર્ડબ્રેક 3259 કેસ નોંધાયા છે. સુરતમાં કોરોનાના કેસ આવવાની શરૂઆત બાદ બીજી લહેરમાં એપ્રિલ મહિનામાં એક જ દિવસમાં 3000 કેસ નોંધાયા હતા. જ્યારે આજે 3200થી વધુ કેસ નોંધાયા છે.
55798 એક્ટિવ કેસ અને 54 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 9 લાખ 06 હજાર 913ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 144 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 40 હજાર 971 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 55 હજાર 798 એક્ટિવ કેસ છે, જેમાંથી 54 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 55 હજાર 774 દર્દીની હાલત સ્થિર છે.
ઓમિક્રોનના નવા કેસ
રાજ્યમાં 11 અને 12 જાન્યુઆરીએ ઓમિક્રોનના શૂન્ય કેસ હતા. 10 જાન્યુઆરીએ અમદાવાદ શહેરમાં 5, આણંદમાં 4, ગાંધીનગર શહેરમાં 5, વડોદરા શહેરમાં 9, કચ્છમાં 2, ગાંધીનગર જિલ્લામાં 1 અને રાજકોટ શહેરમાં 2 નવા ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 27, આણંદમાં 2, મહેસાણામાં 3 કચ્છમાં 5 એમ કુલ 37 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
12 જાન્યુઆરીએ વડોદરા શહેરમાં 9 અને આણંદમાં 4 દર્દી ડિસ્ચાર્જ થયા છે. 11 જાન્યુઆરીએ કચ્છમાં 2 દર્દી ડિસ્ચાર્જ, 9 જાન્યુઆરીએ રાજકોટમાં 6, વડોદરા શહેરમાં 9 અને અમદાવાદ શહેરમાં 1 મળી કુલ 19 દર્દી ડિસ્ચાર્જ થયા છે. 8 જાન્યુઆરીએ ઓમિક્રોનના 32 નવા કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 12, આણંદ અને વડોદરા શહેરમાં 5, મહેસાણામાં 3, ભરૂચમાં 2 તથા રાજકોટ, બનાસકાંઠા, કચ્છ, અમદાવાદ જિલ્લો અને અમરેલીમાં 1-1 કેસ આવ્યા હતા. જ્યારે આણંદ અને અમરેલીમાં 7-7 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 264 ઓમિક્રોનના કેસ આવ્યા જેમાંથી 238 દર્દી ડિસ્ચાર્જ થઈ ગયા છે. હાલમાં ઓમિક્રોનના 26 દર્દી સારવાર હેઠળ છે.
રાજ્યમાં જાન્યુઆરીના 14 દિવસમાં કોરોનાથી 26નાં મોત
આજે 14 જાન્યુઆરીએ નવસારી અને વલસાડમાં 1-1 મળી કુલ 2ના મોત થયા છે. ગઈકાલે 13 જાન્યુઆરીએ અમદાવાદ શહેર, સુરત શહેર તથા વલસાડ, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં 1-1 મોત થયા હતાં, 12 જાન્યુઆરીએ સુરત શહેરમાં 2, રાજકોટ અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 4ના મોત નોંધાયા છે. 11 જાન્યુઆરીએ વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં 1-1 મળી કુલ 3 દર્દીના મોત થયા છે, 10 જાન્યુઆરીએ કોરોનાના કારણે રાજ્યમાં 2 દર્દીના મોત થયા હતા, જેમાં રાજકોટ જિલ્લા અને સુરત જિલ્લામાં 1-1નાં મોત હતું. ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જ કોરોનાના નવા કેસ તેમજ મોતની આંકડામાં વધારો નોંધાયો હતો. પરંતુ જાન્યુઆરી 2022થી તો કોરોના રોકેટની ગતિએ ગુજરાતમાં વધી રહ્યો છે, સાથે જ મોતના આંકડામાં પણ વધારો થયો છે. ગત 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધીમાં કોરોનાના કારણે 6 દર્દીઓના મોત થયા હતા.
આ પહેલા 1 જાન્યુઆરી અને 2 જાન્યુઆરીએ નવસારીમાં કોરોનાથી એક-એકનું મોત નિપજ્યું હતું. 3 જાન્યુઆરીએ જામનગર શહેરમાં 2 અને નવસારી જિલ્લામાં 1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. 4 જાન્યુઆરીએ ભાવનગર અને નવસારી જિલ્લામાં 1-1 મળી કુલ 2 દર્દીના મોત થયાં હતા. 5 જાન્યુઆરીએ અમરેલીમાં અને 6 જાન્યુઆરીએ તાપી જિલ્લામાં એકનું મોત નોંધાયું હતું. તો 7 જાન્યુઆરીએ સુરત જિલ્લામાં એક દર્દીનું મોત નોંધાયું હતું. 8 જાન્યુઆરીએ એક પણ દર્દીનું મોત થયું ન હતું. જાન્યુઆરી મહિનાના માત્ર 11 જ દિવસમાં કોરોનાના કારણે 15 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ
1 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ
તારીખ | પોઝિટિવ કેસ | ડિસ્ચાર્જ | મોત |
1 ડિસેમ્બર | 45 | 26 | 1 |
2 ડિસેમ્બર | 50 | 24 | 1 |
3 ડિસેમ્બર | 45 | 45 | 0 |
4 ડિસેમ્બર | 44 | 36 | 0 |
5 ડિસેમ્બર | 48 | 24 | 1 |
6 ડિસેમ્બર | 38 | 37 | 0 |
7 ડિસેમ્બર | 61 | 39 | 0 |
8 ડિસેમ્બર | 67 | 22 | 0 |
9 ડિસેમ્બર | 69 | 27 | 0 |
10 ડિસેમ્બર | 63 | 39 | 3 |
11 ડિસેમ્બર | 71 | 27 | 0 |
12 ડિસેમ્બર | 56 | 32 | 0 |
13 ડિસેમ્બર | 58 | 56 | 1 |
14 ડિસેમ્બર | 55 | 48 | 1 |
15 ડિસેમ્બર | 53 | 53 | 0 |
16 ડિસેમ્બર | 68 | 43 | 0 |
17 ડિસેમ્બર | 60 | 58 | 1 |
18 ડિસેમ્બર | 68 | 74 | 0 |
19 ડિસેમ્બર | 51 | 55 | 0 |
20 ડિસેમ્બર | 70 | 63 | 1 |
21 ડિસેમ્બર | 87 | 73 | 2 |
22 ડિસેમ્બર | 91 | 41 | 2 |
23 ડિસેમ્બર | 111 | 78 | 2 |
24 ડિસેમ્બર | 98 | 69 | 3 |
25 ડિસેમ્બર | 179 | 34 | 2 |
26 ડિસેમ્બર | 177 | 66 | 0 |
27 ડિસેમ્બર | 204 | 65 | 1 |
28 ડિસેમ્બર | 394 | 59 | 1 |
29 ડિસેમ્બર | 548 | 65 | 1 |
30 ડિસેમ્બર | 573 | 102 | 2 |
31 ડિસેમ્બર | 654 | 63 | 0 |
1 જાન્યુઆરી | 1069 | 103 | 1 |
2 જાન્યુઆરી | 968 | 141 | 1 |
3 જાન્યુઆરી | 1259 | 151 | 3 |
4 જાન્યુઆરી | 2265 | 240 | 2 |
5 જાન્યુઆરી | 3350 | 236 | 1 |
6 જાન્યુઆરી | 4213 | 830 | 1 |
7 જાન્યુઆરી | 5396 | 1158 | 1 |
8 જાન્યુઆરી | 5677 | 1359 | 0 |
9 જાન્યુઆરી | 6275 | 1263 | 0 |
10 જાન્યુઆરી | 6097 | 1539 | 2 |
11 જાન્યુઆરી | 7476 | 2704 | 3 |
12 જાન્યુઆરી | 9941 | 3449 | 4 |
13 જાન્યુઆરી | 11176 | 4285 | 5 |
14 જાન્યુઆરી | 10019 | 4831 | 2 |
કુલ આંક | 79437 | 23832 | 52 |
રાજ્યમાં કુલ 906,913 કેસ, 10,144 દર્દીનાં મોત અને 840,971 દર્દી ડિસ્ચાર્જ
શહેર | પોઝિટિવ કેસ | ડિસ્ચાર્જ | મોત |
અમદાવાદ | 266,581 | 243,317 | 3,413 |
સુરત | 162,135 | 145,478 | 1,964 |
વડોદરા | 83,369 | 79,066 | 788 |
રાજકોટ | 61,288 | 58,287 | 735 |
જામનગર | 35,920 | 34,753 | 483 |
મહેસાણા | 25,018 | 24,343 | 177 |
ભાવનગર | 22,554 | 21,342 | 304 |
ગાંધીનગર | 22,649 | 20,932 | 205 |
જૂનાગઢ | 20,938 | 20,501 | 271 |
બનાસકાંઠા | 13,895 | 13,527 | 162 |
કચ્છ | 13,679 | 13,053 | 145 |
પંચમહાલ | 12,033 | 11,766 | 70 |
પાટણ | 11,795 | 11,506 | 129 |
ભરૂચ | 12,473 | 11,554 | 118 |
અમરેલી | 11,052 | 10,817 | 103 |
ખેડા | 11,468 | 10,961 | 49 |
દાહોદ | 10,160 | 9,967 | 38 |
આણંદ | 1,820 | 10,091 | 51 |
સાબરકાંઠા | 9,610 | 9,255 | 157 |
ગીર-સોમનાથ | 8,806 | 8,562 | 67 |
મહીસાગર | 8,365 | 8,173 | 72 |
સુરેન્દ્રનગર | 8,347 | 8,019 | 136 |
નવસારી | 8,183 | 7,526 | 31 |
મોરબી | 6,990 | 6,524 | 87 |
વલસાડ | 8,098 | 6,759 | 64 |
નર્મદા | 6,051 | 5,948 | 15 |
અરવલ્લી | 5,293 | 5,135 | 79 |
તાપી | 4,546 | 4,460 | 25 |
દેવભૂમિ દ્વારકા | 4,373 | 4,157 | 83 |
પોરબંદર | 3,547 | 3,485 | 22 |
છોટાઉદેપુર | 3,413 | 3,363 | 38 |
બોટાદ | 2,224 | 2,178 | 42 |
ડાંગ | 882 | 850 | 18 |
અન્ય રાજ્ય | 162 | 159 | 3 |
કુલ | 906,913 | 840,971 | 10,144 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.