કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 25 દિવસ બાદ 25 હજારથી ઘટીને કેસ 1 હજાર થયાં; 1040 નવા કેસ સામે 2570 રિકવર, 14નાં મોત

6 મહિનો પહેલા
  • રાજ્યનો રિકવરી રેટ વધીને 98.07 ટકા થયો

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં 25 દિવસમાં કેસમાં ધરખમ ઘટાડો થયો છે. 25 હજારથી ઘટીને કેસ 1 હજાર થયા છે. અગાઉ 20 જાન્યુઆરીએ 24485 નવા કેસ નોંધાયા હતા. આજે 24 કલાકમાં 1040 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 14 દર્દીના મોત થયા છે. આજે 2570 દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 98.07 ટકા થઈ ગયો છે. રાજ્યમાં આજે ડાંગ, દેવભૂમિદ્વારકા અને જૂનાગઢ જિલ્લામાં શૂન્ય કેસ નોંધાયા છે.

રાજ્યના 3 મહાનગર અને 7 જિલ્લામાં મોત નોંધાયા
અમદાવાદમાં 350, વડોદરામાં 234, સુરતમાં 80 અને બનાસકાંઠામાં 71 નવા કેસ નોંધાયા છે. તો વડોદરા શહેરમાં 4, ભાવનગરમાં 2 કેસ તો અમદાવાદ શહેર, સુરત, પંચમહાલ, ભાવનગર શહેર, મોરબી, વલસાડ, મહીસાગર અને જામનગર જિલ્લામાં 1-1 મોત થયું છે.

84 દર્દી વેન્ટિલેટર પર અને 12 હજાર એક્ટિવ કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 16 હજાર 330ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 822 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 11 લાખ 92 હજાર 841 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12 હજાર 667 એક્ટિવ કેસ છે, જેમાંથી 84 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 12 હજાર 583 દર્દીની હાલત સ્થિર છે.

20મીએ આવી ગઈ ત્રીજી લહેરની પીક!
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો. જ્યારે આજે કેસ 1 હજાર નજીક 1040 નોંધાયા છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 ડિસેમ્બરથી 14 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ડિસેમ્બર45261
2 ડિસેમ્બર50241
3 ડિસેમ્બર45450
4 ડિસેમ્બર44360
5 ડિસેમ્બર48241
6 ડિસેમ્બર38370
7 ડિસેમ્બર61390
8 ડિસેમ્બર67220
9 ડિસેમ્બર69270
10 ડિસેમ્બર63393
11 ડિસેમ્બર71270
12 ડિસેમ્બર56320
13 ડિસેમ્બર58561
14 ડિસેમ્બર55481
15 ડિસેમ્બર53530
16 ડિસેમ્બર68430
17 ડિસેમ્બર60581
18 ડિસેમ્બર68740
19 ડિસેમ્બર51550
20 ડિસેમ્બર70631
21 ડિસેમ્બર87732
22 ડિસેમ્બર91412
23 ડિસેમ્બર111782
24 ડિસેમ્બર98693
25 ડિસેમ્બર179342
26 ડિસેમ્બર177660
27 ડિસેમ્બર204651
28 ડિસેમ્બર394591
29 ડિસેમ્બર548651
30 ડિસેમ્બર5731022
31 ડિસેમ્બર654630
1 જાન્યુઆરી10691031
2 જાન્યુઆરી9681411
3 જાન્યુઆરી12591513
4 જાન્યુઆરી22652402
5 જાન્યુઆરી33502361
6 જાન્યુઆરી42138301
7 જાન્યુઆરી539611581
8 જાન્યુઆરી567713590
9 જાન્યુઆરી627512630
10 જાન્યુઆરી609715392
11 જાન્યુઆરી747627043
12 જાન્યુઆરી994134494
13 જાન્યુઆરી1117642855
14 જાન્યુઆરી1001948312
15 જાન્યુઆરી917754047
16 જાન્યુઆરી1015060968
17 જાન્યુઆરી1275359845
18 જાન્યુઆરી17119788310
19 જાન્યુઆરી20966982812
20 જાન્યુઆરી244851031013
21 જાન્યુઆરી21115924516
22 જાન્યુઆરી231501010315
23 જાન્યુઆરી166171163619
24 જાન્યુઆરી138051346925
25 જાન્યુઆરી166081746728
26 જાન્યુઆરી147812082921
27 જાન્યુઆરી129212319722
28 જાન્યુઆરી121312207030
29 જાન્યુઆરી119742165533
30 જાન્યુઆરી93951606630
31 જાન્યુઆરી66791417135
1 ફેબ્રુઆરી83381662938
2 ફેબ્રુઆરી89341517734
3 ફેબ્રુઆરી76061319534
4 ફેબ્રુઆરી60971210535
5 ફેબ્રુઆરી47101118434
6 ફેબ્રુઆરી38971027319
7 ફેબ્રુઆરી2909886221
8 ફેબ્રુઆરી2502748728
9 ફેબ્રુઆરી2560881224
10 ફેબ્રુઆરી2275817221
11 ફેબ્રુઆરી1883500514
12 ફેબ્રુઆરી1646395520
13 ફેબ્રુઆરી1274302213
14 ફેબ્રુઆરી1040257014
કુલ આંક388934375693730

રાજ્યમાં કુલ 1216330 કેસ અને 10822 દર્દીનાં મોત અને 1192841 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ375,518365,8853,585
સુરત200,917199,7042058
વડોદરા135,991130,406860
રાજકોટ83,50981,065787
જામનગર41,59740,823512
મહેસાણા30,58829,911190
ભાવનગર28,84528,102356
ગાંધીનગર34,26032,835217
જૂનાગઢ22,77322,326271
બનાસકાંઠા17,77717,068166
કચ્છ18,66818,108146
પંચમહાલ13,36713,05378
પાટણ15,97915,429129
ભરૂચ16,92016,507135
અમરેલી12,78512,591105
ખેડા14,40613,96754
દાહોદ1,15310,97641
આણંદ6,17314,79356
સાબરકાંઠા11,59011,178160
ગીર-સોમનાથ9,6629,55267
મહીસાગર8,8158,69275
સુરેન્દ્રનગર10,0149,788138
નવસારી11,64111,50740
મોરબી10,59910,19992
વલસાડ12,53712,32083
નર્મદા6,6036,53715
અરવલ્લી5,6335,47380
તાપી5,6635,47427
દેવભૂમિ દ્વારકા5,1184,98487
પોરબંદર4,1624,13925
છોટાઉદેપુર3,7113,61738
બોટાદ2,3532,28447
ડાંગ1140105918
અન્ય રાજ્ય1621593
કુલ1,216,3301,192,84110,822