તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના ગુજરાત LIVE:વડોદારામાં વધુ બે પોઝિટિવ કેસ આવતા રાજ્યમાં કુલ 658 કેસ, 13 વર્ષની બાળકીનું મોત થતા મૃત્યુઆંક 29 થયો

અમદાવાદ6 મહિનો પહેલા
  • 658 કેસમાંથી 556 સ્ટેબલ, 8 દર્દી વેન્ટીલેટર પર અને 59 ડિસ્ચાર્જ
  • આજે ભાવનગરમાં 2, અમદાવાદમાં 1 અને સુરતમાં 1 એમ ચાર દર્દી સાજા થયા
  • વૃદ્ધોને જો કોઈ બીમારી હોય તો તેઓએ ખાસ ધ્યાન રાખવુંઃ જયંતિ રવિ
  • આરોગ્ય સેતુ એપ દ્વારા આસપાસના પોઝિટિવ દર્દી કે શંકાસ્પદની માહિતી મળશે
  • અમદાવાદમાં કેસો અને સંક્રમણ વધતા ચિંતા વધી

વડોદરા શહેરમાં કોરોના વાઇરસના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાઇરસને કારણે 13 વર્ષની એક બાળકીનું મોત પણ નીપજ્યું છે. ત્યારે રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંક 658 થયો છે અને કુલ 29 મોત થયા છે. હાલ ગુજરાતના 20 જિલ્લા કોરોનાના ભરડામાં આવી ગયા છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ મુજબ, નહિવત કેસો હોય એવા જિલ્લામાં એકપણ પોઝિટિવ કેસ આવ્યો નથી. રાજ્યમાં સવારના 10 વાગ્યા બાદ ત્રણના મોત થયા છે અને વધુ 37 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 22, વડોદરા 8, ભાવનગર 2 છોટાઉદેપુર 2, આણંદ 1નો  સમાવેશ થાય છે. જો કે આ યાદીમાં સુરતમાં નોંધાયેલા કેસોનો ઉલ્લેખ નથી. પરંતુ સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની મુજબ આજે શહેરમાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના 658 દર્દીઓ થયા છે. જ્યારે મૃત્યુઆંક 29એ પહોંચ્યો છે.

કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ

આજે બપોરે જ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે બેઠક કરી આવેલા કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ કે જે ખેડાવાલા સાથે સંપર્કમાં આવ્યા હતા. તમામને ક્વોરન્ટીન કરવા પડે તેવી સંભાવના છે. ઈમરાન ખેડાવાલાની સાથે કૉંગ્રેસના અન્ય બે ધારાસભ્યો શૈલેષ પરમાર અને ગયાસુદીન શેખ એક જ કારમાં બેસીને આવ્યા હતા. આ ઉપરાંત ઇમરાન ખેડાવાલા કેટલાક પત્રકાર મિત્રો અને અધિકારીઓને પણ મળ્યા હતા. તેમજ મુખ્યમંત્રીએ લોકડાઉન અને અમદાવાદના કોટ વિસ્તારમાં લાદેલા કરફ્યુ અંગે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં રાજ્યના અનેક પત્રકારો પણ સામેલ થયા હતા.

બધા લોકોએ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે, આજે ભાવનગરમાં 2,  અમદાવાદમાં 1 અને સુરતમાં 1 એમ ચાર દર્દી સાજા થયા છે. 24 કલાકમાં 1733 ટેસ્ટ કર્યાં છે અને અત્યાર સુધીમાં કુલ 15984 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે જિલ્લામાં નહિવત કેસો હતા તેમાં ટેસ્ટ કર્યા તેમાં એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. સૌથી વધુ કેસ અમદાવાદમાં આવે છે અને અમદાવાદમાં કેસો અને સંક્રમણ વધતા ચિંતા વધી છે. જેથી કોટ વિસ્તારમાં કરફ્યુ લગાવ્યો છે. ટ્રેસ અને ટેસ્ટ કરીએ છીએ. વૃદ્ધ જેઓને કોઈપણ બીમારી હોય તો તેઓએ ખાસ ધ્યાન રાખવું. બધા લોકોએ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી.જેથી એપ્લિકેશન દ્વારા જો આસપાસ કોઈ પોઝિટિવ દર્દી કે શંકાસ્પદ હશે તો માહિતી મળશે અને આપણે તેનાથી સતર્ક બની શકીશું. ટ્રેસ અને ટેસ્ટ કરીએ છીએ. વૃદ્ધોને કોઈપણ બીમારી હોય તો તેઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

રાજ્ય સરકારે 3 વિભાગોને ઉદ્યોગ શરૂ કરવાની જવાબદારી સોંપી

લોકડાઉનને લઇને મુખ્યમંત્રી નિવાસ્થાને એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ઉદ્યોગ શરૂ કરવાની જવાબદારી ત્રણ વિભાગોને સોંપી છે. શ્રમ અને રોજગાર, ખાણ ખનીજ વિભાગ તથા GIDC અને કુટિર વિભાગને જવાબદારી સોંપી છે અને રાજ્યના અને રાજ્ય બહારના મજૂરો અંગે માહિતી માંગી છે. 
ગુજરાત અપડેટ

>> અમદાવાદના કોટ વિસ્તાર અને દાણીલીમડામાં આવતીકાલથી 21 એપ્રિલ સુધી કર્ફ્યુ

>> મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 15 એપ્રિલ-2020 બુધવારથી અનાજ માર્કેટ યાર્ડ બજાર સમિતિઓ પૂન: કાર્યરત કરવાનો નિર્ણય કર્યો
>> રાજકોટમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું

>> રાજકોટની લેબમાં ત્રણ જિલ્લાના મળી એક હજારથી વધુ સેમ્પલનું પરીક્ષણ

રાજ્યમાં 656 પોઝિટિવ કેસ, 28 મોત અને 59 ડિસ્ચાર્જ

જિલ્લોપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ3731313
વડોદરા1160507
સુરત 470408
ભાવનગર260307
રાજકોટ180008
ગાંધીનગર160108
પાટણ140104
ભરૂચ110000
આણંદ100000
કચ્છ040000
મહેસાણા040000
પોરબંદર030003
છોટાઉદેપુર050000
ગીર-સોમનાથ020001
બનાસકાંઠા020000
પંચમહાલ020100
દાહોદ020000
મોરબી010000
જામનગર010100
સાબરકાંઠા010000
કુલ 6582959

લોકડાઉનનું ઉલ્લંઘન કરવા લોકો છેતરપિંડી કરે છેઃ રાજ્ય પોલીસ વડા
રાજ્યમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે રાજ્યભરમાં સઘન પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. લોકાડાઉનનું પાલન ન કરવા માટે લોકો છેતરપિંડી કરી રહ્યાં છે. બે લોકોએ નકલી પાસ બનાવ્યા હતા. જેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હોટસ્પોટ અને ક્લસ્ટર ક્વૉરન્ટીન વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં બેરિકેડ પણ ગોઠવી દેવામાં આવ્યા છે. ડ્રોનથી અને સીસીટીવીથી મોનિટરિંગ ન થઇ શકે તેવા વિસ્તારોમાં ધાબા પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા રેન્ડમલી સીસીટીવીનું ચેકિંગ કરાશે. સીસીટીવીમાં લોકડાઉનનો ભંગ દેખાશે તો ગુનો દાખલ થશે. 

શૈક્ષણિક વર્ષમાં એકપણ શાળા પોતાની ફીમાં વધારો કરી શકશે નહીં
લોકડાઉન દરમિયાન રાજ્યમાં વ્યાપાર-ધંધા ખોરવાયા છે, તેવા સમયમાં વાલીઓની તરફેણમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં આવતા શૈક્ષણિક વર્ષમાં એકપણ શાળા પોતાની ફીમાં વધારો કરી શકશે નહીં. તેમજ લોકડાઉનના સમયગાળા દરમિયાન અને પછી એટલે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી વાલી જૂનથી નવેમ્બર મહિનામાં માસિક હપ્તા લેખે પણ ચૂકવી શકશે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો