કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો, 111 નવા કેસ સામે 57 દર્દી રિકવર, સતત ત્રીજા દિવસે શૂન્ય મોત

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ શહેરમાં 57, વડોદરા શહેરમાં 20, ગાંધીનગર શહેરમાં 6, ગાંધીનગર જિલ્લા અને રાજકોટ શહેરમાં 5-5 કેસ

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત બે દિવસથી ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 111 નવા કેસ નોંધાયા છે. જ્યારે 57 દર્દી સાજા થયા છે. આજે અમદાવાદ શહેરમાં 57 નવા કેસ નોંધાયા છે. જ્યારે આજે સતત ત્રીજા દિવસે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.04 ટકા રહ્યો છે. છેલ્લા 6 દિવસમાં કોરોનાના નવા કેસ 100થી વધુ નોંધાઈ રહ્યા છે. 11 જૂને 102 દિવસ બાદ 150થી વધુ નવા કેસ નોંધાયા હતા. અગાઉ 11 માર્ચે 162 કેસ હતા.

10 જિલ્લા અને 7 કોર્પોરેશન વિસ્તારમાં નવા કેસ
વડોદરા શહેરમાં 20, ગાંધીનગર શહેરમાં 6, ગાંધીનગર જિલ્લા અને રાજકોટ શહેરમાં 5-5, સુરત શહેરમાં 4, ભાવનગર શહેર, રાજકોટ અને સુરત જિલ્લામાં 2-2 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ, આણંદ, જામનગર શહેર, કચ્છ, મોરબી, નવસારી, તાપી અને વડોદરા જિલ્લામાં 1-1 કેસ નોંધાયો છે. તો આજે 23 જિલ્લા અને 2 કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.

રાજ્યમાં 832 એક્ટિવ કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 26 હજાર 336ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 945 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 14 હજાર 586 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 832 એક્ટિવ કેસ છે, શૂન્ય દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ દર્દીઓની હાલત સ્થિર છે

10 જૂને ગાંધીનગર શહેરમાં એક દર્દીનું મોત
33 દિવસ બાદ 10 જૂને રાજ્યમાં એક મોત નોઁધાયું હતું, ગાંધીનગર શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. અગાઉ 7 મેના રોજ એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં 6 મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત બાદ 7 મેએ 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું. 5 મેએ 24 દિવસ બાદ 24થી વધુ કેસ 25 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 12 એપ્રિલે 24 કેસ નોંધાયા હતા. ગત 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો. ગયા મહિને 29 માર્ચે સૌથી 5 કેસ નોંધાયા હતા.

20મી જાન્યુઆરીએ આવી ગઈ ત્રીજી લહેરની પીક!
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો.

1 મેથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 મે1890
2 મે16270
3 મે12150
4 મે18160
5 મે25140
6 મે14170
7 મે27191
8 મે37150
9 મે23180
10 મે33120
11 મે31210
12 મે28230
13 મે35120
14 મે31240
15 મે33370
16 મે33250
17 મે28370
18 મે32330
19 મે19270
20 મે32310
21 મે28340
22 મે15260
23 મે24300
24 મે35310
25 મે37310
26 મે31190
27 મે23330
28 મે37310
29 મે28200
30 મે34260
31 મે45360
1 જૂન40360
2 જૂન50250
3 જૂન46330
4 જૂન56300
5 જૂન68210
6 જૂન53490
7 જૂન72530
8 જૂન111230
9 જૂન117450
10 જૂન143511
11 જૂન154580
12 જૂન140660
13 જૂન111570
કુલ આંક202312962

રાજ્યમાં કુલ 1226336 કેસ અને 10945 દર્દીનાં મોત અને 1214586 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ379,501373,5393,599
સુરત201,422200,9772070
વડોદરા137,772134,252897
રાજકોટ83,83681,898792
જામનગર41,37340,978515
મહેસાણા30,71830,271191
ભાવનગર28,92228,242358
ગાંધીનગર34,78533,854224
જૂનાગઢ22,78322,353271
બનાસકાંઠા18,03217,754166
કચ્છ18,76718,382146
પંચમહાલ13,40813,20681
પાટણ16,10115,705129
ભરૂચ17,00016,637142
અમરેલી12,82412,675105
ખેડા14,52114,24055
દાહોદ11,23711,12843
આણંદ16,30315,10556
સાબરકાંઠા11,65811,390161
ગીર-સોમનાથ9,6819,60667
મહીસાગર8,8388,73375
સુરેન્દ્રનગર10,0399,866138
નવસારી11,69811,64441
મોરબી10,66810,36293
વલસાડ12,60812,44784
નર્મદા6,6096,57115
અરવલ્લી5,7055,62380
તાપી5,7465,65130
દેવભૂમિ દ્વારકા5,1405,07188
પોરબંદર4,1624,15025
છોટાઉદેપુર3,7283,67138
બોટાદ2,3542,29048
ડાંગ1,222120318
અન્ય રાજ્ય1621593
કુલ1,226,3361,214,58610,945

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...