કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં કોરોનાના 28 નવા કેસ અને સતત 5મા દિવસે શૂન્ય મોત, 5 શહેર અને 28 જિલ્લામાં કોઈ કેસ નહીં

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 24 હજાર 595ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 28 નવા કેસ નોંધાયા છે અને 23 દર્દી સાજા થયા છે. સતત પાંચમા દિવસે રાજ્યમાં દૈનિક મૃત્યુ આંક શૂન્ય રહ્યો છે. આજે અમદાવાદ શહેરમાં 20 નવા કેસ નોંધાયા છે. એ સિવાય વડોદરા શહેરમાં 2, ગાંધીનગર શહેર, આણંદ, જામનગર, ખેડા, મહેસાણા અને સુરત જિલ્લામાં 1-1 એમ રાજ્યમાં કુલ 28 કેસ નોંધાયા છે. તો આજે 28 જિલ્લા અને 5 શહેરમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.09 ટકા પર સ્થિર રહ્યો છે.

રાજ્યમાં 188 એક્ટિવ કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 24 હજાર 595ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 944 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 13 હજાર 490 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 188 એક્ટિવ કેસ છે, 1 દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ 187 દર્દીઓની હાલત સ્થિર છે.

7 મેએ એક દર્દીનું મોત થયું હતું
રાજ્યમાં 6 મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત બાદ 7 મેએ 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું. 5 મેએ 24 દિવસ બાદ 24થી વધુ કેસ 25 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 12 એપ્રિલે 24 કેસ નોંધાયા હતા. ગત 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો. ગયા મહિને 29 માર્ચે સૌથી 5 કેસ નોંધાયા હતા.

20મી જાન્યુઆરીએ આવી ગઈ ત્રીજી લહેરની પીક!
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો. જ્યારે આજે 28 કેસ નોંધાયા છે.

1 એપ્રિલથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ​​​​​​​

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 એપ્રિલ7140
2 એપ્રિલ11160
3 એપ્રિલ10100
4 એપ્રિલ960
5 એપ્રિલ1340
6 એપ્રિલ9110
7 એપ્રિલ890
8 એપ્રિલ2070
9 એપ્રિલ3460
10 એપ્રિલ2270
11 એપ્રિલ35160
12 એપ્રિલ24200
13 એપ્રિલ1060
14 એપ્રિલ1150
15 એપ્રિલ11190
16 એપ્રિલ4320
17 એપ્રિલ15210
18 એપ્રિલ13320
19 એપ્રિલ12220
20 એપ્રિલ13120
21 એપ્રિલ19121
22 એપ્રિલ11110
23 એપ્રિલ830
24 એપ્રિલ12170
25 એપ્રિલ12170
26 એપ્રિલ19130
27 એપ્રિલ1590
28 એપ્રિલ14200
29 એપ્રિલ17110
30 એપ્રિલ18100
1 મે1890
2 મે16270
3 મે12150
4 મે18160
5 મે25140
6 મે14170
7 મે27191
8 મે37150
9 મે23180
10 મે33120
11 મે31210
12 મે28230
કુલ આંક7186042

​​​​​​​રાજ્યમાં કુલ 1224595 કેસ અને 10944 દર્દીનાં મોત અને 1213490 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ378,523372,8633,599
સુરત201,300200,9052070
વડોદરા137,465134,060897
રાજકોટ83,78281,876792
જામનગર41,35240,960515
મહેસાણા30,69030,254191
ભાવનગર28,91128,239358
ગાંધીનગર34,69333,802223
જૂનાગઢ22,78322,353271
બનાસકાંઠા18,03017,753166
કચ્છ18,75818,379146
પંચમહાલ13,40813,20681
પાટણ16,09715,702129
ભરૂચ16,99416,633142
અમરેલી12,82212,675105
ખેડા14,51614,23655
દાહોદ11,23611,12743
આણંદ16,29215,09856
સાબરકાંઠા11,65011,386161
ગીર-સોમનાથ9,6769,60567
મહીસાગર8,8388,73375
સુરેન્દ્રનગર10,0379,864138
નવસારી11,69311,64041
મોરબી10,66510,36193
વલસાડ12,58612,43884
નર્મદા6,6096,57115
અરવલ્લી5,7025,62280
તાપી5,7445,65130
દેવભૂમિ દ્વારકા5,1395,07088
પોરબંદર4,1624,15025
છોટાઉદેપુર3,7283,67138
બોટાદ2,3542,29048
ડાંગ1,222120318
અન્ય રાજ્ય1621593
કુલ1,224,5951,213,49010,944

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...