કોરોના ગુજરાત:ગુજરાત સાત મહિના પછી 10 હજારની નજીક, 9941 નવા કેસ; અમદાવાદ-સુરતમાં જ રાજ્યના 67% કેસ નોંધાતા હાહાકાર

8 દિવસ પહેલા
  • અમદાવાદમાં 3904, સુરતમાં 2770 નવા કેસ, છેલ્લે 15 મેએ 9041 કેસ નોંધાયા હતા
  • ગુજરાતનો પોઝિટિવિટી રેટ 8%, જેની સામે અમદાવાદનો 21.5%, સુરતનો 11% રેટ
  • સુરત શહેરમાં 2, રાજકોટ અને વલસાડ જિલ્લામાં 1-1નું મોત

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 8 મહિના બાદ પહેલીવાર 10 હજારની નજીક નવા કેસ આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9941 નવા કેસ નોંધાયા છે અને 3449 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અગાઉ 15 મેએ 9061 કેસ હતા. અમદાવાદ અને સુરત શહેરમાં જ રાજ્યના કુલ કેસના 67% કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં ઓમિક્રોનના શૂન્ય કેસ રહ્યા છે. રાજ્યમાં કોરોનાથી 4ના મોત નોંધાયા છે. જેમાં સુરત શહેરમાં 2, રાજકોટ અને વલસાડ જિલ્લામાં 1-1નું મોત થયું છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 93.32% છે.

43726 એક્ટિવ કેસ અને 51 દર્દી વેન્ટિલેટર પર
43726 એક્ટિવ કેસ અને 51 દર્દી વેન્ટિલેટર પર રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 85 હજાર 718ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 133 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 31 હજાર 855 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 43 હજાર 726 એક્ટિવ કેસ છે, જેમાંથી 51 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 43 હજાર 675 દર્દીની હાલત સ્થિર છે.

ઓમિક્રોનના શૂન્ય નવા કેસ
રાજ્યમાં 12 અને 11 જાન્યુઆરીએ ઓમિક્રોનના શૂન્ય કેસ હતા. 10 જાન્યુઆરીએ અમદાવાદ શહેરમાં 5, આણંદમાં 4, ગાંધીનગર શહેરમાં 5, વડોદરા શહેરમાં 9, કચ્છમાં 2, ગાંધીનગર જિલ્લામાં 1 અને રાજકોટ શહેરમાં 2 નવા ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 27, આણંદમાં 2, મહેસાણામાં 3 કચ્છમાં 5 એમ કુલ 37 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

12 જાન્યુઆરીએ વડોદરા શહેરમાં 9 અને આણંદમાં 4 દર્દી ડિસ્ચાર્જ થયા છે. 11 જાન્યુઆરીએ કચ્છમાં 2 દર્દી ડિસ્ચાર્જ, 9 જાન્યુઆરીએ રાજકોટમાં 6, વડોદરા શહેરમાં 9 અને અમદાવાદ શહેરમાં 1 મળી કુલ 19 દર્દી ડિસ્ચાર્જ થયા છે. 8 જાન્યુઆરીએ ઓમિક્રોનના 32 નવા કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 12, આણંદ અને વડોદરા શહેરમાં 5, મહેસાણામાં 3, ભરૂચમાં 2 તથા રાજકોટ, બનાસકાંઠા, કચ્છ, અમદાવાદ જિલ્લો અને અમરેલીમાં 1-1 કેસ આવ્યા હતા. જ્યારે આણંદ અને અમરેલીમાં 7-7 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 264 ઓમિક્રોનના કેસ આવ્યા જેમાંથી 238 દર્દી ડિસ્ચાર્જ થઈ ગયા છે. હાલમાં ઓમિક્રોનના 26 દર્દી સારવાર હેઠળ છે.

રાજ્યમાં જાન્યુઆરીના 12 દિવસમાં કોરોનાથી 19નાં મોત
આજે 12 જાન્યુઆરી સુરત શહેરમાં 2, રાજકોટ અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 4ના મોત નોંધાયા છે. 11 જાન્યુઆરીએ વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં 1-1 મળી કુલ 3 દર્દીના મોત થયા છે, 10 જાન્યુઆરીએ કોરોનાના કારણે રાજ્યમાં 2 દર્દીના મોત થયા હતા, જેમાં રાજકોટ જિલ્લા અને સુરત જિલ્લામાં 1-1નાં મોત હતું. ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જ કોરોનાના નવા કેસ તેમજ મોતની આંકડામાં વધારો નોંધાયો હતો. પરંતુ જાન્યુઆરી 2022થી તો કોરોના રોકેટની ગતિએ ગુજરાતમાં વધી રહ્યો છે, સાથે જ મોતના આંકડામાં પણ વધારો થયો છે. ગત 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધીમાં કોરોનાના કારણે 6 દર્દીઓના મોત થયા હતા.

આ પહેલા 1 જાન્યુઆરી અને 2 જાન્યુઆરીએ નવસારીમાં કોરોનાથી એક-એકનું મોત નિપજ્યું હતું. 3 જાન્યુઆરીએ જામનગર શહેરમાં 2 અને નવસારી જિલ્લામાં 1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. 4 જાન્યુઆરીએ ભાવનગર અને નવસારી જિલ્લામાં 1-1 મળી કુલ 2 દર્દીના મોત થયાં હતા. 5 જાન્યુઆરીએ અમરેલીમાં અને 6 જાન્યુઆરીએ તાપી જિલ્લામાં એકનું મોત નોંધાયું હતું. તો 7 જાન્યુઆરીએ સુરત જિલ્લામાં એક દર્દીનું મોત નોંધાયું હતું. 8 જાન્યુઆરીએ એક પણ દર્દીનું મોત થયું ન હતું. જાન્યુઆરી મહિનાના માત્ર 11 જ દિવસમાં કોરોનાના કારણે 15 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ડિસેમ્બર45261
2 ડિસેમ્બર50241
3 ડિસેમ્બર45450
4 ડિસેમ્બર44360
5 ડિસેમ્બર48241
6 ડિસેમ્બર38370
7 ડિસેમ્બર61390
8 ડિસેમ્બર67220
9 ડિસેમ્બર69270
10 ડિસેમ્બર63393
11 ડિસેમ્બર71270
12 ડિસેમ્બર56320
13 ડિસેમ્બર58561
14 ડિસેમ્બર55481
15 ડિસેમ્બર53530
16 ડિસેમ્બર68430
17 ડિસેમ્બર60581
18 ડિસેમ્બર68740
19 ડિસેમ્બર51550
20 ડિસેમ્બર70631
21 ડિસેમ્બર87732
22 ડિસેમ્બર91412
23 ડિસેમ્બર111782
24 ડિસેમ્બર98693
25 ડિસેમ્બર179342
26 ડિસેમ્બર177660
27 ડિસેમ્બર204651
28 ડિસેમ્બર394591
29 ડિસેમ્બર548651
30 ડિસેમ્બર5731022
31 ડિસેમ્બર654630
1 જાન્યુઆરી10691031
2 જાન્યુઆરી9681411
3 જાન્યુઆરી12591513
4 જાન્યુઆરી22652402
5 જાન્યુઆરી33502361
6 જાન્યુઆરી42138301
7 જાન્યુઆરી539611581
8 જાન્યુઆરી567713590
9 જાન્યુઆરી627512630
10 જાન્યુઆરી609715392
11 જાન્યુઆરી747627043
12 જાન્યુઆરી994134494
કુલ આંક582421471645

રાજ્યમાં કુલ 885,718 કેસ, 10,137 દર્દીના મોત અને 831,855 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ262,827241,4683,412
સુરત159,202144,4661,963
વડોદરા82,32278,845788
રાજકોટ60,71558,017734
જામનગર35,70434,719483
મહેસાણા24,90124,320177
ભાવનગર22,31821,307303
ગાંધીનગર22,19620,842205
જૂનાગઢ20,85320,460271
બનાસકાંઠા13,82013,508162
કચ્છ13,55012,987145
પંચમહાલ12,00411,74970
પાટણ11,71511,505129
ભરૂચ12,16511,460118
અમરેલી11,00010,777103
ખેડા11,36710,88049
દાહોદ10,1219,95438
આણંદ1,7179,99851
સાબરકાંઠા9,5599,231157
ગીર-સોમનાથ8,7378,54667
મહીસાગર8,3378,16572
સુરેન્દ્રનગર8,2918,002136
નવસારી8,0287,47630
મોરબી6,9126,50687
વલસાડ7,7616,64962
નર્મદા6,0325,94215
અરવલ્લી5,2885,12379
તાપી4,5364,44725
દેવભૂમિ દ્વારકા4,3454,14783
પોરબંદર3,5423,48522
છોટાઉદેપુર3,4103,36238
બોટાદ2,2242,17742
ડાંગ88085018
અન્ય રાજ્ય1621593
કુલ885,718831,85510,137
અન્ય સમાચારો પણ છે...