તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં કોરોના બેફામ, બે મહિના બાદ ફરી 675 કેસ નોંધાયા, એક જ દિવસમાં 94 કેસનો ઉછાળો, 484 દર્દી સાજા થયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • સતત 18માં દિવસે નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ
  • હાલ 3,529 એક્ટિવ કેસ અને મૃત્યુઆંક 4418એ યથાવત

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થયા બાદ રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે. આજે રાજ્યના 4 જિલ્લામાં શૂન્ય કેસ છે. તેમછતાં છેલ્લા 24 કલાકમાં 675 કેસ નોંધાયા છે. આમ એક જ દિવસમાં 94 કેસનો તોતિંગ ઉછાળો નોંધાયો છે. 9 માર્ચના રોજ 581 કેસ નોંધાયા હતા. માત્ર એટલું જ નહીં, બે મહિના બાદ પહેલીવાર 675 કેસ નોંધાયા છે. આ પહેલા 9 જાન્યુઆરીએ 675 કેસ નોંધાયા હતા.

આ 24 કલાક દરમિયાન 484 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જો કે રાહતની વાત એ છે કે, એકપણ દર્દીનું મોત થયું નથી, જેને પગલે મૃત્યુઆંક 4,418એ યથાવત રહ્યો છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી ઘટીને 97.11 ટકા થયો છે. રાજ્યમાં સતત 18માં દિવસે નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. તેમજ રાજ્યમાં 6 માર્ચે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 3 હજારને પાર થયો હતો અને હાલ 3,529 એક્ટિવ કેસ છે.

રાજ્યના 4 જિલ્લામાં શૂન્ય કેસ
બોટાદ, ડાંગ, પોરબંદર અને વલસાડ એમ કુલ 4 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.

આજે 96,861 લોકોનું રસીકરણ થયું
આજે કુલ 96,861 લોકોનું રસીકરણ થયું છે. અત્યાર સુધી 17 લાખ 13 હજાર 467 લોકોને પ્રથમ ડોઝ અને 4 લાખ 19 હજાર 798 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. રાજ્યમાં કોરોના રસીકરણના ત્રીજા તબક્કાનો 1 માર્ચથી પ્રારંભ થયો છે. ત્યારે 60 વર્ષથી વધુ વયના લોકો અને 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર રોગ ધરાવતા વ્યક્તિઓનું રસીકરણ હાથ ધરાયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 57,277 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

3,529 એક્ટિવ કેસ, 47 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 75 હજાર 197ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,418 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 67 હજાર 250 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3,529 એક્ટિવ કેસ છે, જેમાંથી 47 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 3,482 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 10 માર્ચ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
કુલ આંક30,15936,367112

રાજ્યમાં કુલ 2,75,197 કેસ અને 4,418 દર્દીના મોત અને 2,67,250 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ63,98660,9122,320
સુરત54,98553,183976
વડોદરા30,87530,034241
રાજકોટ23,97323,508200
જામનગર10,77310,65535
ગાંધીનગર8,9168,753107
મહેસાણા7,1385,94538
ભાવનગર6,2666,12368
જૂનાગઢ5,5395,46633
બનાસકાંઠા4,7314,68339
કચ્છ4,6914,53833
પંચમહાલ4,4164,33323
પાટણ4,2674,20053
ભરૂચ4,2714,18218
અમરેલી3,9873,93133
સુરેન્દ્રનગર3,5513,53013
દાહોદ3,3973,3437
ખેડા3,4113,34817
મોરબી3,3863,34619
સાબરકાંઠા3,1743,12313
આણંદ2,7642,67317
ગીર-સોમનાથ2,6552,59224
નર્મદા2,1792,1631
મહીસાગર2,1522,09210
નવસારી1,6691,6448
વલસાડ1,4371,4129
અરવલ્લી12371,19326
દેવભૂમિ દ્વારકા11641,1255
તાપી10921,0817
બોટાદ10631,04014
છોટાઉદેપુર9639443
પોરબંદર7367304
ડાંગ1911821
અન્ય રાજ્ય1621593
કુલ275,1972,67,2504,418
અન્ય સમાચારો પણ છે...