તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેમ્પસમાં કોરોના:અમદાવાદ IIM બાદ GTUમાં પણ કોરોના વિસ્ફોટ, સ્ટાફના 10થી વધુ કર્મચારીઓ પોઝિટિવ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં કુલપતિ પોઝિટિવ આવ્યા હતા

કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં પણ કેસોમાં રેકોર્ડ બ્રેક વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદના ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં કુલપતિ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ હવે રજિસ્ટ્રાર અને સ્ટાફના 10થી વધુ કર્મચારીઓ પોઝિટિવ આવ્યાં છે. જ્યારે અમદાવાદ IIMમાં પણ કેસનો આંકડો 70એ પહોંચ્યો છે.

GTUમાં ભયનો માહોલ ફેલાયો
ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં ગત સપ્તાહે કુલપતિ નવીન શેઠને કોરોના પોઝિટિવ આવ્યો હતો જે બાદ તેઓ હોમ કોરેન્ટાઈન થયા હતા. હાલ તેમની તબિયત સુધારા પર છે. પરંતુ GTU રજીસ્ટાર કે.એન. ખેરને પણ કોરોના પોઝિટિવ છે અને સ્ટાફના પણ 10થી વધુ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. હાલ અન્ય સ્ટાફના પણ રિપોર્ટ કઢાવવાના શરૂ કરવામાં આવ્યા છે. એક સાથે આટલા કર્મચારીઓને પોઝિટિવ આવતા GTUમાં ભયનો માહોલ ફેલાયો છે.

IIT ગાંધીનગરની ફાઇલ તસવીર.
IIT ગાંધીનગરની ફાઇલ તસવીર.

IIT ગાંધીનગરના 25થી વધુ વિદ્યાર્થીઓ સંક્રમિત
બે-ત્રણ દિવસ પહેલા IIT ગાંધીનગરના 25 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા. GTU કેમ્પસમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. GTUના વાઈસ ચાન્સેલર નવીન શેઠ કોરોના પોઝિટીવ આવ્યાં હતો. તે ઉપરાંત 2 પ્રોફેસર સહિત 3 કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયાં હતા. GTUમા કોવિડ-19ના કુલ 6 કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ GTU કેમ્પસને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.​​​​​​​

​​​​​​​ગાંધીનગર મનપા વિસ્તારમાંથી કુલ 22 લોકો કોરોના સંક્રમિત
ગત શુક્રવારે ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાંથી સેક્ટર-22નો 36 વર્ષીય નાગરિક બેન્કનો કર્મચારી, સેક્ટર-25ના 45 વર્ષીય ડ્રાઇવર, સેક્ટર-20ના 34 વર્ષીય સીવીલ જજ, સેક્ટર-30માંથી 56 વર્ષીય ગૃહિણી, 46 વર્ષીય વેપારી, 52 વર્ષીય વેપારી, સેક્ટર-26માંથી 64 વર્ષીય ગૃહિણી, 66 વર્ષીય વેપારી, 58 વર્ષીય આધેડ, 60 વર્ષીય વૃદ્ધ, ધોળાકુવાની 45 વર્ષીય ગૃહિણી, સેક્ટર-13માંથી 59 વર્ષીય ગૃહિણી, 47 વર્ષીય એકાઉન્ટટ, સેક્ટર-14નો 37 વર્ષીય યુવાન, સેક્ટર-6માંથી 42 વર્ષીય વેપારી, 41 વર્ષીય મહિલા વકિલ, સેક્ટર-28ના 58 વર્ષીય સુપરવાઇઝર, સેક્ટર-4ના 42 વર્ષીય સિક્યુરીટી જવાન, સેક્ટર-27ના 59 વર્ષીય આધેડ, સેક્ટર-29ની 65 વર્ષીય ગૃહિણી, સેક્ટર-7માંથી 71 વર્ષીય મહિલા, 79 વર્ષીય વૃદ્ધ કોરોનામાં સપડાયા હતા.

ન્યૂ IIMની ફાઇલ તસવીર.
ન્યૂ IIMની ફાઇલ તસવીર.

IIMમાં 15 દિવસમાં 70 લોકો પોઝિટિવ
ઉત્તર-પશ્ચિમ ઝોનના હેલ્થ ઓફિસર ડો. મેહુલ આચાર્યએ જણાવ્યું હતું કે, અમદાવાદ IIMમાં 29 માર્ચની રાત સુધીમાં કેસનો આંકડો 70એ પહોંચ્યો છે. છેલ્લા 15 દિવસમાં IIMમાં 70 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. IIMA દ્વારા કોરોનાના કેસો અંગેની જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, IIMAમાં 28 માર્ચે પણ 116 લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 10 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. 27 માર્ચે 109 લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 8 પોઝિટિવ આવ્યા હતા.