સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ટીમની કાર્યવાહી:સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા 32 ટી-સ્ટોલ સીલ કર્યાં, 1124 જેટલી ચાની કીટલીઓ બંધ કરાવી

અમદાવાદ2 વર્ષ પહેલા
સોશિયલ ડિસ્ટનસ ન જળવાતા 7 ઝોનના 48 વોર્ડમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું - Divya Bhaskar
સોશિયલ ડિસ્ટનસ ન જળવાતા 7 ઝોનના 48 વોર્ડમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું
  • કિટલી પર સોશિયલ ડિસ્ટન્સ અને ચા પીનાર માસ્ક ન પહેરતા AMCએ કાર્યવાહી કરી હોવાની શક્યતા
  • શહેરમાં એકાએક કિટલીઓ બંધ કરાવતા અનેક ટી સ્ટોલના માલિકોમાં રોષ વ્યાપ્યો

શહેરના અનેક વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાની કિટલીઓ બંધ કરાવવામાં આવી રહી છે. સવારથી કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો શહેરમાં કાર્યરત થઈ અને દરેક જગ્યાએ ચાલતી કિટલીઓને બંધ કરાવી દીધી હતી. લાલદરવાજા લકી ટી સ્ટોલ સહિતની મોટી ટી સ્ટોલ પણ બંધ કરી દેવાઈ છે. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનો સંપર્ક કરવા છતાં તેઓ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. શહેરમાં એકાએક કિટલીઓ બંધ કરાવતા અનેક ટી સ્ટોલના માલિકોમાં રોષ છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા ચાના સ્ટોલ અને કિટલીઓ પર સોશિયલ ડિસ્ટનસ ન જળવાતા 7 ઝોનના 48 વોર્ડમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 32 ટી સ્ટોલ પર સોશિયલ ડિસ્ટનસ ન જળવાતા તેને સીલ કરવામાં આવ્યા હતા. જ્યારે 1124 જેટલી ચાની કિટલીઓ અને સ્ટોલ બંધ કરાવ્યા હતા.

સવારે 11 વાગ્યે એકાએક કિટલી બંધ કરાવી દીધી
DivyaBhaksarએ એક ચા સ્ટોલ ધરાવતા માલિક સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આજે સવારે 11 વાગ્યે કોર્પોરેશનના કર્મચારીઓ આવ્યા હતા અને કિટલી બંધ કરવા કહ્યું હતું, જેથી બંધ કરી દીધી છે. આ ખોટી વસ્તુ છે. ક્યાં કારણોસર બંધ કરાવી એ પણ નથી કહ્યું. કેટલા દિવસ માટે બંધ રાખવાની એ અંગે પણ અમને કહ્યું નથી. માત્ર બંધ કરી દો એમ કહ્યું હતું. જેથી બંધ કરી દીધી છે.

AMCએ સવારે 11 વાગ્યાથી લાલદરવાજાની લકી ટી સ્ટોલ સહિતની મોટી ટી સ્ટોલ પણ બંધ કરાવી દીધી
AMCએ સવારે 11 વાગ્યાથી લાલદરવાજાની લકી ટી સ્ટોલ સહિતની મોટી ટી સ્ટોલ પણ બંધ કરાવી દીધી

સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના પ્રશ્ને કિટલીઓ બંધ કરાવી હોવાની શક્યતા
શહેરમાં કોરોનાનો કહેર ફરી માથું ઊંચક્યું છે. કોર્પોરેશન દ્વારા ભલે 150થી 180 કેસો થતાં હોવાના આંકડા આપવામાં આવે છે, પરંતુ રોજના 250થી વધુ કેસો થઈ રહ્યા છે અને કોરોનાનાં કેસો વધે છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું ન હોવાથી, માસ્ક વગર લોકો ફરતા હોવાને લઇ કિટલીઓ બંધ કરાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા હજુ સુધી આ મામલે સત્તાવાર માહિતી બહાર પાડવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...