રાજ્યમાં દિવસે દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. તેમાં સૌથી વધુ કોરોનાના કેસો અમદાવાદ શહેરમાં વધી રહ્યા છે. કોરોનાના વધતાં કેસોની સંખ્યા જોતા હવે ફરી ચિંતા ઉભી થઇ છે. શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને પોઝિટિવિટી રેટમાં પણ વધારો થઇ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં કોરોનાના કેસો સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં છે. જેમાં સૌથી વધુ કેસો જોધપુર, સેટેલાઇટ, બોપલ, એસજી હાઇવે, બોડકદેવ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારમાં નોંધાયા છે. સૌથી વધુ કેસો પશ્ચિમ વિસ્તારમાં નોંધાતા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.
એક્ટિવ કેસની સંખ્યા 700ની આસપાસ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 700ની આસપાસ છે. જેમાં 19 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જેમાં સ્વપ હોસ્પિટલમાં 7, ખાનગી હોસ્પિટલમાં 8, સોલા સિવિલમાં 3 અને યુએન મહેતા હોસ્પિટલમાં 1 દર્દી દાખલ છે. સૌથી વધુ કેસો પશ્ચિમ વિસ્તારમાં આવેલા જોધપુર, થલતેજ બોડકદેવ અને નવરંગપુરા વિસ્તારમાં નોંધાયા છે. શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર કાલુપુર રેલવે સ્ટેશન અને એસટી રેલવે સ્ટેશન દરેક જગ્યાએ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. દરરોજ અંદાજે 2500થી 3000 જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. પોઝિટિવિટી રેટમાં થોડો ઘણો વધારો જોવા મળી રહ્યો છે.
લોકો એ ફરી એકવાર સાવચેત રહેવાની જરૂર
શહેરમાં દિવસે દિવસે કોરોનાના કેસો વધતા લોકો એ ફરી એકવાર સાવચેત રહેવાની જરૂર છે. લોકોએ અત્યારથી સાવચેત રહેવાની જરૂર છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માસ્ક પહેરવાની લોકોને અપીલ કરવામાં આવી છે. ભીડવાળી જગ્યા માં ન જવા પણ અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં કોરોના ના કેસો ન વકરે તે તેના માટે લોકો જાતે જ સાવચેત રહે તે ખુબ જ મહત્વનું છે.
વોર્ડવાર કોરોનાના કેસ
વોર્ડ | કેટલા કેસ |
જોધપુર | 115 |
બોડકદેવ | 85 |
થલતેજ | 60 |
નવરંગપુરા | 60 |
ચાંદખેડા | 45 |
નારણપુરા | 36 |
શાહીબાગ | 33 |
પાલડી | 25 |
સાબરમતી | 25 |
સરખેજ | 25 |
મણિનગર | 14 |
વટવા | 14 |
છેલ્લા 6 દિવસની સ્થિતિએ પોઝિટિવિટી રેટ
તારીખ | ટેસ્ટની સંખ્યા | કેસ | પોઝિટિવિટી રેટ |
14 | 2478 | 90 | 4 |
15 | 2832 | 91 | 3 |
16 | 1927 | 114 | 3.89 |
17 | 3016 | 118 | 3.91 |
18 | 2664 | 128 | 4.8 |
19 | 1787 | 117 | 6.85 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.