તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાએ DJની દશા બગાડી:31st પર લાખો કમાનારા DJવાળા નવરા ધૂપ, આ વર્ષે રાજ્ય બહારની પ્રાઇવેટ પાર્ટીનો જ સહારો

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દર વર્ષે 25થી 31 ડિસેમ્બર દરમિયાન ડીજે એક રાતના બે લાખની આસપાસ કમાતા હોય છે
 • 31 ડિસેમ્બરની પાર્ટી માટે એક કપલ પાસનો ભાવ 2000થી 5000ની આસપાસ હોય છે

અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકો કોરોના મહામારી સાથે લડી રહ્યા છે. ખાસ કરીને તહેવારોના સમયમાં લોકલ સંક્રમણનું પ્રમાણ વધતું હોવાથી સરકારે કેટલાક તહેવારો પર પ્રતિબંધ લગાવી દીધા હતા. ત્યારે આગામી 31 ડિસેમ્બર માટે પણ પોલીસે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં અમદાવાદમાં રાત્રે હોટલ, ક્લબ તેમજ ફાર્મ હાઉસ પર પાર્ટી કરવા પર પ્રતિબંધ છે. આવામાં પાર્ટીઓમાં મ્યુઝિકથી લોકોને મગ્ન કરતા ડીજેની હાલત પણ લથડી છે. દર વર્ષે 25થી 31 ડિસેમ્બર દરમિયાન એક રાતના બે લાખની આસપાસ કમાતા ડીજે પાસે આજે ગુજરાતમાં એક ઈવેન્ટના પણ ફાંફાં થઈ ગયા છે, જેને કારણે હવે તેઓ આબુ, ઉદયપુર, જયપુર સહિતમાં પાર્ટીનો પ્લાન કરી રહ્યા છે.

આ વર્ષે સમગ્ર આર્ટિસ્ટ ઇન્ડસ્ટ્રીને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે.
આ વર્ષે સમગ્ર આર્ટિસ્ટ ઇન્ડસ્ટ્રીને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે.

31 ડિસેમ્બરનો તહેવાર અમદાવાદમાં દર વર્ષે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઊજવવામાં આવે છે. આ સમયે ડીજેની ડિમાંડ સૌથી વધારે હોય છે, જેને કારણે તેમની ફી પણ વધી જાય છે. ડિસેમ્બરના 5 દિવસ દરમિયાન તેઓ એક રાતના લગભગ એકથી બે લાખ રૂપિયા લેતા હોય છે, પરંતુ આ વર્ષે એક ઈવેન્ટ પણ ન મળતાં તેઓ નિરાશ થયા છે. શરૂઆતથી જ અમદાવાદમાં રાજ્યનાં અન્ય શહેરોની સરખામણી સૌથી વધુ કેસ તેમજ મોત નોંધાયાં છે. સપ્ટેમ્બર-ઓક્ટોમ્બર મહિનામાં શહેરમાં કેસની સંખ્યા ઘટી હતી, પરંતુ નવેમ્બરમાં તહેવારોની સાથે ફરી કેસની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યભરનાં મોટાં શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે, જેને કારણે હવે તેઓ ગુજરાત બહારનાં રાજ્યોમાં ઈવેન્ટ કરી રહ્યા છે.

ડિસેમ્બરના 5 દિવસ દરમિયાન તેઓ એક રાતના લગભગ એકથી બે લાખ રૂપિયા લેતા હોય છે.
ડિસેમ્બરના 5 દિવસ દરમિયાન તેઓ એક રાતના લગભગ એકથી બે લાખ રૂપિયા લેતા હોય છે.

ઉદયપુરમાં જઈને કોઈ 70-80 લોકોના પ્રાઈવેટ ગ્રુપ સાથે પાર્ટી કરીશું
અમદાવાદના એક ડીજે કૌશિક કોષ્ટિએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષ આર્ટિસ્ટ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ ખરાબ રહ્યું છે. કોરોનાની સ્થિતિ વધુ ખરાબ હોવાથી રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યું છે, જેને કારણે કોઈપણ ઈવેન્ટ મળી નથી, એટલે હવે અમે પ્લાન કરી રહ્યા છીએ કે ઉદયપુરમાં જઈને કોઈ 70-80 લોકોના પ્રાઈવેટ ગ્રુપ સાથે પાર્ટી કરીશું. 31 ડિસેમ્બરના એક મહિના પહેલાં જ લોકો ઈવેન્ટ માટે અમને બ્લોક કરી દેતા હોય છે, પરંતુ આ વર્ષે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં તમામ ઈવેન્ટ બેન કરી દેવામાં આવી છે, જેને કારણે અમે પાર્ટી માટે ઉદયપુર સહિતની જગ્યાએ જવાનું વિચારી રહ્યા છીએ, જ્યાં એમ 40થી 50 કપલ સાથે પાર્ટી કરી કરીશું.

31 ડિસેમ્બરની ઉજવણી રાત્રે 10 વાગ્યા બાદ જ શરૂ થતી હોય છે.
31 ડિસેમ્બરની ઉજવણી રાત્રે 10 વાગ્યા બાદ જ શરૂ થતી હોય છે.

31 ડિસેમ્બર ઉજવણી રાત્રે જ થાય, જે અમદાવાદમાં શક્ય નથી
31 ડિસેમ્બરની ઉજવણી રાત્રે 10 વાગ્યા બાદ જ શરૂ થતી હોય છે, જ્યાં મોડી રાત સુધી લોકો નવા વર્ષની પાર્ટી કરતા હોય છે, પરંતુ પોલીસ દ્વારા રાત્રે 9 વાગ્યા પછી કર્ફ્યૂ લાદી દેવાથી આ વર્ષે ગુજરાતમાં પાર્ટી કરવી શક્ય જ નથી. જોકે કેટલાક લોકો પ્રાઈવેટ પોતાના પરિવારના સભ્યો સાથે પાર્ટીનો પ્લાન કરતા હોય છે, પરંતુ ડીજે પાર્ટી માટે આ વર્ષે ગુજરાતમાં કોઈપણ ઓપ્શન દેખાતો નથી, જેને કારણે અમે ગુજરાત બહાર ઈવેન્ટ કરવાનો પ્લાન કરી રહ્યા છે. અમદાવાદથી પણ ગણા લોકો 31 ડિસેમ્બરની પાર્ટી માટે ઉદયપુર, જયપુર, આબુ સહિતની પ્લેસ પર રિસોર્ટ બુક કરાવી રહ્યા છે.

પાર્ટી માટે એક કપલ પાસનો ભાવ 2000થી 5000ની આસપાસ હોય છે.
પાર્ટી માટે એક કપલ પાસનો ભાવ 2000થી 5000ની આસપાસ હોય છે.

25થી 31 ડિસેમ્બર અમારા માટે પીક ટાઈમ
ડિસેમ્બરનો મહિનો અમારી આર્ટિસ્ટ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ મહત્ત્વનો હોય છે. ખાસ કરીને 25થી 31 ડિસેમ્બર અમારો પીક ટાઈમ ગણાય છે. 31 ડિસેમ્બરની પાર્ટી ઈવેન્ટ માટે અમને નવેમ્બર મહિનાથી જ બુકિંગ મળી જાય છે, જેને કારણે કેટલીકવાર ઘણા લોકોને ઈવેન્ટ માટે ના પાડવી પડે છે. ક્રિસમસથી 31 ડિસેમ્બરના સમયે લોકલની સાથે બહારથી આવતા ટૂરિસ્ટ્સની સંખ્યામાં પણ વધારો થતો હોય છે, જેને કારણે અમને સામાન્ય દિવસ કરતાં વધારે ફાયદો થાય છે. આ સમયે પાર્ટી માટે એક કપલ પાસનો ભાવ 2000થી 5000ની આસપાસ હોય છે, સાથે જ પ્રાઈવેટ પાર્ટી માટે અલગથી ઈવેન્ટ મળી રહે છે, પરંતુ આ વર્ષે સમગ્ર આર્ટિસ્ટ ઈન્ડસ્ટ્રીને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો