તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપના ‘આત્મા’માં ‘રામ’ ક્યારે વસશે?:ગુજરાતના ચાર શહેરોમાં કોરોના કર્ફ્યૂ, MLA આત્મારામ પરમારે ડીજેના તાલે રેલી કાઢી, મંત્રી વસાવા પણ જોડાયા

અમદાવાદ3 દિવસ પહેલા
  • ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં અમદાવાદ સહિત રાજકોટ, વડોદરા અને સુરતમાં કર્ફ્યૂ લાદવામાં આવી રહ્યો છે

અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં ચાર શહેરોમાં કર્ફ્યૂ લાદવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય અને સરકારના મંત્રી બિંદાસ્ત રેલીઓ યોજીને ભીડ ભેગી કરી રહ્યા છે. એટલું જ નહીં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના માસ્ક પહેરવાના આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યાં છે. ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારની રેલીમાં જોડાયેલા મંત્રી ગણપત વસાવા બેફામ બનીને જનતામાં કોરોના વહેંચતા હોય તેમ અભિવાદન ઝીલતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બંને નેતાઓએ ખુલ્લી જીપમાં રેલી કર્યા બાદ ભીડમાં પહોંચી રૂબરૂ મુલાકાત આપી હતી. એક બાજુ સરકારે કર્ફ્યૂ લાગુ કરી લોકોને ઘરમાં પૂરી દીધાં છે ત્યારે સરકારના જ મંત્રી અને ધારાસભ્યો બેજવાબદાર બની ભીડ ભેગી કરી રહ્યા છે. ત્યારે કર્ફ્યૂમાં કેદ જનતા કહી રહી છે કે નેતાઓ હવે તો શરમ કરો.

ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો
ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો
મંત્રી ગણપત વસાવા અને ધારાસભ્ય આત્મારામ પરમાર
મંત્રી ગણપત વસાવા અને ધારાસભ્ય આત્મારામ પરમાર

ખુલ્લી જીપમાં ડીજેના તાલે ડિસ્ટન્સિંગના લીરા ઉડાડ્યા
ભાજપના ધારાસભ્યનો સત્કાર સમારોહ માંડવીની કરંજ ગામની સ્કૂલમાં યોજવામાં આવ્યો હતો. જેમા ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમાર, ગણપત વસાવા પહોંચ્યા હતા. ધારાસભ્ય આત્મારામ પરમાર અને ગણપત વસાવાએ સત્કાર સમારોહને લઇને રેલી યોજી હતી. આ રેલી ખુલ્લી જીપમાં ડીજેના તાલે યોજવામાં આવી હતી. જેમા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગરા ઉડ્યા હતા. તે સિવાય સ્વાગત સમારોહમાં ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા.

ધારાસભ્યના સત્કાર સમારંભમાં ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા
ધારાસભ્યના સત્કાર સમારંભમાં ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા
લોકો કર્ફ્યૂમાં ઘરમાં કેદ થઈ ગયાં તો બીજી બાજુ ધારાસભ્યએ રેલી યોજી
લોકો કર્ફ્યૂમાં ઘરમાં કેદ થઈ ગયાં તો બીજી બાજુ ધારાસભ્યએ રેલી યોજી

પેટાચૂંટણીમાં પણ નેતાઓ ભાન ભૂલ્યાં હતાં
આ અગાઉ વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી દરમિયાન પણ ભાજપના નેતાઓ ભાન ભુલીને કોરોનાની ગાઈડ લાઈનના ધજાગરા ઉડાડ્યા હતાં. જેમાં ભાજપના નેતાના પ્રચાર કાર્યક્રમમાં ભીડ ભેગી કરી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યાની ઘટના ગઢડામાં બની છે. તો બીજી તરફ ગઢડામાં કોંગ્રેસના કાર્યક્રમમાં પણ સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડ્યા હતાં. અમરેલીના ચલાલામાં ભાજપના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો જોવા મળ્યો હતો. ભાજપના સાંસદ શભૂપ્રસાદ ટુંડીયાની હાજરીમાં કાર્યકરોના ટોળા ઉમટી પડ્યા હતા. ભાજપ કાર્યાલયનું ઉદઘાટન પ્રસંગે અનેક લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા હતા. સાંસદ શંભુપ્રસાદ ટુંડીયા ઉપરાંત નારણ કાછડીયા, દિલીપ સંઘાણી સહિતના નેતાઓ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નજરે ચઢ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો