આ દૃશ્યો પરથી ગંભીરતા સમજો:કોરોનાએ અમદાવાદમાં વિકટ સ્થિતિ સર્જી, સિવિલ હૉસ્પિટલ બહાર એમ્બ્યુલન્સના થપ્પા

8 મહિનો પહેલા

કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ શહેરના હાલ બેહાલ થઈ ગયા છે. પૉઝિટિવ કેસનો આંકડો દિન પ્રતિદિન વધતો જતો હોવાથી હવે હૉસ્પિટલો પણ ફુલ થઈ ગઈ છે. અમદાવાદ સિવિલ સ્થિત 1200 બેડની કોવિડ હૉસ્પિટલના પણ આ જ હાલ છે. સોમવારે સાંજના સમયે અહીં ડરામણા દૃશ્યો જોવા મળ્યા. સિવિલની બહાર રોડ પર એમ્બ્યુલન્સની લાંબી લાઈન જોવા મળી. 1200 બેડની હૉસ્પિટલ પણ દર્દીઓથી ફુલ હોવાથી અહીં એડમિટ થવા માટે પણ કલાકોનો સમય લાગી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...