વિવાદ:કોરોનાથી પતિનાં મોત બાદ પ્રોપર્ટી મુદ્દે સાસરિયાં હેરાન કરતા ફરિયાદ, ઘરનાં કાગળો માગી હેરાન કર્યાનો આક્ષેપ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી

ગોતામાં કોરોનાથી પતિ મૃત્યુ પામતા સાસુ-સસરા અને દિયર મકાન અને અન્ય મિલકતના કાગળો માગી ગાળો બોલી માનસિક ત્રાસ આપતા હોવાની પોલીસ ફરિયાદ મહિલાએ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પતિના મૃત્યુ બાદ સાસરિયાં રોજેરોજ માનસિક ત્રાસ આપતાં હોવાનો પણ આક્ષેપ પરિણીતાએ ફરિયાદમાં કર્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ, ગોતામાં રહેતી 32 વર્ષીય પરિણીતાનાં લગ્ન સમાજના રીતિરિવાજ મુજબ વર્ષ 2014માં થયા હતાં. પતિ-પત્ની પુણેમાં રહી ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને રજાઓમાં તેઓ અમદાવાદ આવતા હતા. પરિણીતાના પતિએ ગોતામાં લીધેલા ફ્લેટમાં સાસુ-સસરા અને દિયર રહેતાં હતાં. વર્ષ 2020માં કોરોનાને કારણે વર્ક ફ્રોમ હોમ થતાં બંને જણ અમદાવાદ આવી ગયાં હતાં. વર્ષ 2021માં પતિનું કોરોનાને કારણે નિધન થતાં પરિણીતાને સાસુ-સસરા મેણાંટોણાં મારતાં હતાં અને નાની નાની બાબતે ઝઘડો કરી બીભત્સ ગાળો બોલતા હતા તથા નોકરીમાં પણ હેરાન કરતા હતા.

પરિણીતા પાસે મકાન સહિત અન્ય મિલકતના કાગળો માગી, ઝઘડા કરતા હોવાથી કંટાળેલી પરિણીતા પિયરમાં જતી રહી હતી અને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં સાસુ-સસરા અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...