તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક યોજશે:કોરોના, વેક્સિનેશનની સમીક્ષા માટે સોમવારે કલેક્ટર કોન્ફરન્સ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી કલેક્ટર-ડીડીઓ સાથે બેઠક યોજશે
  • લેન્ડ ગ્રેબિંગ અને વિકાસ કામો અંગે પણ ચર્ચા થશે

રાજ્યમાં હવે કોરોના સંક્રમણ ઘટતાં, વિકાસકાર્યોને વેગ આપવા અને વહીવટી કામગીરીની સમીક્ષા કરવા મુખ્યમંત્રીએ કલેક્ટરો-ડીડીઓની કોન્ફરન્સ બોલાવી છે. સોમવારે સ્વર્ણિમ સંકુલમાં યોજાનારી કોન્ફરન્સમાં થર્ડ વેવની તૈયારીઓ, વેક્સિનેશન અને વિવિધ કામગીરીની સમીક્ષા થશે.

સામાન્ય રીતે દર ત્રણ મહિને કલેક્ટર કોન્ફરન્સ બોલાવાય છે. પરંતુ કોરોના સંક્રમણને કારણે લાંબા સમયથી આ કોન્ફરન્સ મળી નથી. ત્યારે હવે સરકારે કલેક્ટરો-ડીડીઓને આગામી આયોજન માટે બોલાવ્યા છે. બેઠકમાંં જિલ્લાઓના વિકાસકામો પર ફોકસ કરવા માર્ગદર્શન અપાશે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ થયેલી કામગીરીની પણ સમીક્ષા કરાશે.

અન્ય સમાચારો પણ છે...