તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાની બીજી લહેર હવે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવી હોય તેમ સંખ્યાબંધ લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે. સિવિલ હોસ્પિટલ બાદ હવે સોલા સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓ વધી રહ્યા હોવાની વાત વહેતી થતાં દિવ્યભાસ્કર દ્વારા સોલા સિવિલ હોસ્પિટલમાં જઈને તપાસ કરતાં જાણવા મળ્યું છે કે તહેવારો બાદ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે, જેને કારણ સ્ટાફ પણ સતત ખડે પગે છે .બીજી તરફ કોરોના OPDમાં પણ લોકો આવી રહ્યા છે અને કેટલાક દર્દીઓ એમ્બ્યુલન્સમાં પણ આવી રહ્યા છે.
અત્યારસુધીમાં 38 ડૉક્ટર સહિત 100 જણનો સ્ટાફ સંક્રમિત થયો
દિવ્યભાસ્કરે આજે સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની તહેવાર બાદ શું સ્થિતિ છે એ જાણવા પ્રયત્ન કર્યો હતો. મોટા ભાગના દર્દીઓ અને સગાં ઇમર્જન્સી વોર્ડ તરફ જાય છે, પરંતુ કોરોના માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના OPD કેન્ટીનની સામેની તરફ છે. કોરોના OPDની તપાસ કરતાં જાણવા મળ્યું કે અહીં વહેલી સવારથી જ દર્દીઓ અને તેમનાં સગાં પહોંચી જાય છે, જેમાં જરૂર જણાય તો દર્દીને દાખલ કરવામાં આવે છે અને સામાન્ય લક્ષણોવાળા દર્દીને હોમ કોરન્ટીન કરવામાં આવે છે.
આ અંગે સોલા હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડોક્ટર પૂનમ સોનીએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે અમારા ત્યાં કોરોના દર્દી વધી રહ્યા છે, હાલ તેમનો આંકડો 292એ પહોંચ્યો છે. બીજી તરફ માર્ચ મહિનાથી અત્યારસુધીમાં 38 ડૉક્ટર અને અન્ય સ્ટાફ પણ સંક્રમિત થયો છે. સોલા સિવિલમાં હાલ દર્દીઓની સુવિધાઓ અને વધતા દર્દીઓને કારણે વધુ એક વોર્ડની જરૂર ઊભી થઇ હોવાથી એ માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સોલા સિવિલ હોસ્પિટલમાં માત્ર 120 બેડ ખાલી રહ્યાં
સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસોના દર્દીઓમાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં રાત્રે એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. 17 નવેમ્બરની રાત સુધીમાં સોલા સિવિલમાં 81 કોરોનાના દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ICU બેડ ભરાઈ ગયાં છે. ICU માં હવે એકપણ બેડ ખાલી નથી. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધતાં ખાસ એક વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. નવા વોર્ડમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં 279 કોરોના દર્દી દાખલ છે. સોલા સિવિલ હોસ્પિટલમાં માત્ર 120 બેડ ખાલી રહ્યા છે. રોજ હવે કોરોનાના કેસો વધતાં ફરી હોસ્પિટલો ભરાઈ રહી છે.
અસારવા સિવિલમાં કોરોના વિસ્ફોટ, 475 દર્દી ઓક્સિજન પર
દિવાળી તહેવારો શરૂ થતાં જ અમદાવાદ શહેરની બજારોમાં કીડિયારું ઊભરાયું હોય એ રીતે લોકો ફરતા જોવા મળતા હતા તેમજ સોશિયલ ડિસ્ટન્સથી લઈ માસ્કનું પણ પાલન કરતા નહોતા. બેખોફ બનીને ફરનારી આ ભીડને લાગતું હતું કે કોરોના હવે ગયો, વાસ્તવમાં એ ગયો નથી, પણ વધુ ગંભીર બનીને ત્રાટકી રહ્યો છે. આ સ્ફોટક સ્થિતિને પગલે 16 નવેમ્બરે આરોગ્યમંત્રી નીતિન પટેલ પણ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી.
એક સમયે સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ ઘટી રહ્યા હતા, પણ દિવાળીના તહેવારો બાદ હવે દર્દીઓ 50 ટકાથી વધી ગયા છે, તેમાં પણ હાલ સામાન્ય દર્દીઓ કરતાં ઓક્સિજન પર રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ખાલી નવા વર્ષના દિવસે જ 140 નવા કોરોનાના દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ સિવિલમાં સારવાર લઈ રહેલા 625 દર્દીમાંથી 475 ઓક્સિજન પર છે.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.